વર્ષ 2022 સુધીમાં 175 ગીગાવોટ ઉર્જા ઉત્પાદન કરવાનું લક્ષ્ય: સૌરભ પટેલ

News18 Gujarati
Updated: January 11, 2019, 7:56 AM IST
વર્ષ 2022 સુધીમાં 175 ગીગાવોટ ઉર્જા ઉત્પાદન કરવાનું લક્ષ્ય: સૌરભ પટેલ
સૌરભ પટેલ (ફાઈલ ફોટો)

હાલ રાજ્યની વીજ ક્ષમતામાં પુન પ્રાપ્ય ઉર્જાનો હિ્સો 7645 મેગાવોટ છે

  • Share this:
2022 સુધીમાં રાજ્યમાં 175 ગીગાવોટ ઉર્જા ઉત્પન્ન કરવાનો લક્ષ્ય હોવાનું નિવેદન ઉર્જા પ્રધાન સૌરભ પટેલે આપ્યુ છે. તેમણે જણાવ્યુ છે કે આગામી ત્રણ વર્ષમાં 15 હજાર મેંગા વોટ પુનઃ પ્રાપ્તિ ઉર્જા માટેનો પ્લાન છે.

ઉર્જા પ્રધાન સૌરક્ષ પટેલે જણાવ્યું કે, વર્ષ 2022 સુધીમાં 175 ગીગાવોટ રિન્યુઅલ ઉર્જા ઉત્પાદન કરવાનું અમારૂ લક્ષ્ય છે. હાલ રાજ્યની વીજ ક્ષમતામાં પુન પ્રાપ્ય ઉર્જાનો હિ્સો 7645 મેગાવોટ છે, જે 28 ટકા છે. 22922 મેગાવોટ એટલે કે, 53 ટકા સાથે બમણી રિન્યુએલ એનર્જિ ઉત્પાદન કરવાનું લક્ષ્ય છે.

તેમણે કહ્યું કે, અગામી ત્રણ વર્ષમાં 15 હજાર મેગાવોટ પુન પ્રાપ્તિ ઉર્જાનો પ્લાન છે, ત્રણ વર્ષ દરમ્યાન 10 હજાર મેગાવોટ સૌર ઉર્જા અને 5 હજાર મેગાવોટ પવન ઉર્જા ઉત્પાદિત કરાશે.

સૌરભ પટેલે કહ્યું કે, ધોલેરા ખાતે 5 હજાર મેગાવોટનો સોલાર પાર્ક તથા 1 હજાર મેગાવોટનું ટેન્ડર બહાર પડશે. જ્યારે પીપાવાવ ખાતે મધદરિયે 15 હજાર કરોડના મૂડી રોકાણ સાથે 1 હજાર મેગાવોટનો પવન ઉર્જા પ્લાન્ટ કેન્દ્ર સરકાર સ્થાપિત કરશે.

તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર વિજળી ખરીદશે. કચ્છમાં રાજ્ય સરકાર હાઈબ્રિડ સ્થાપશે. 30 હજાર મેગાવોટનું વીજળી ઉત્પાદનનું લક્ષ્યાંક છે. જ્યારે રાધા નેસડા ખાતે 700 મેગા વોટ અને હર્ષદ ખાતે 500 મેગાવોટનો સોલાર ઉર્જા પાર્ક સ્થપાશે. 40 વર્ષના ભાડા પટ્ટા પર જમીન આપવામાં આવશે.
First published: January 10, 2019, 6:15 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading