Ahmedabad news:'હું એક વિધિ કરીને તમારા ઘરની તકલીફ દૂર કરી નાખીશ', તાંત્રિકે મહિલાની મુશ્કેલીઓમાં થયો વધારો
Ahmedabad news:'હું એક વિધિ કરીને તમારા ઘરની તકલીફ દૂર કરી નાખીશ', તાંત્રિકે મહિલાની મુશ્કેલીઓમાં થયો વધારો
પ્રતિકાત્મક તસવીર
Ahmedabad crime news: કોતરપુર વિસ્તારમાં રહેતી એક મહિલાના (married woman) પરિવારના સભ્યો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાથી યુ ટ્યુબ (youtube) પર તાંત્રિક વિધિનો એક વીડિયો (tantrik vidhi video) જોયો હતો.
Ahmedabad news: એક કહેવત છે કે 'પડ્યા પર પાટુ...'આ કહેવત સાર્થક સાબિત કરતો કિસ્સો અમદાવાદના (Ahmedabad) કોતરપુર વિસ્તારમાં રહેતી એક મહિલા સાથે બન્યો છે. કોતરપુર વિસ્તારમાં રહેતી એક મહિલાના (married woman) પરિવારના સભ્યો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાથી યુ ટ્યુબ (youtube) પર તાંત્રિક વિધિનો એક વીડિયો (tantrik vidhi video) જોયો હતો. જેમાંથી મેળવેલ વોટ્સએપ નંબર (whats ap) મેળવી સંપર્ક કરતા ગઠીયા એ રૂપિયા 49 હજાર બેંકમાં જમા (bank) કરાવી લીધા છે.
ઘટના અંગે વાત કરીએ તો અમદાવાદના કોતર પુર વિસ્તાર માં રહેતા અને અભ્યાસ કરતા એક યુવક એ એરપોર્ટ પોલીસ સ્ટેશન માં ફરિયાદ દાખલ કરાવી છે કે તેમના પરિવાર ના સભ્યો હેરાન પરેશાન થઈ રહ્યા હોવાથી તેમની માતાએ યુ ટ્યુબ પર તાંત્રિક વિધિનો એક વીડિયો જોયો હતો.
તેમાંથી એક નંબર મેળવી ને પરિવાર સારી રીતે ચાલી શકે તે માટે વિધિ કરી આપવા વોટ્સએપ પર વાત કરી હતી. જો કે થોડા સમય બાદ મહિલા ના મોબાઈલ નંબર પર ફોન આવ્યો હતો અને હું એક વિધિ કરીને તમારા ઘર ની તમામ તકલીફો દૂર કરી નાખીશ.
પરંતુ વિધિ નો ખર્ચ રૂપિયા અઢી લાખ થશે. પહેલા રૂપિયા 50 હજાર ખાતામાં નાખો ત્યારબાદ હું વિધિનું કામ હાથમાં લઈશ. આવી વાત કરી હતી. આમ કહીને મહિલા ને વોટ્સએપ પર બેંક ની વિગત મોકલી આપી હતી.
જે બેંક એકાઉન્ટમાં ફરિયાદી એ નરોડા ગેલેક્સી ખાતે આવેલ એ ટી એમમાંથી પહેલા રૂપિયા 44 હજાર અને બાદમાં 5900 રૂપિયા જમા કરાવ્યા હતા. જો કે તેમની સાથે આ બહાના હેઠળ છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં જ તેમણે પોલીસ ને જાણ કરી હતી. હાલમાં પોલીસ એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધી ને વધુ તપાસ શરૂ કરી છે.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર