અમદાવાદ: છેલ્લા બે વર્ષથી કોરોનાને (Corona) કારણે અનેક પર્યટન સ્થળોની આવક (Income) ઓછી થઇ ગઇ હતી. કોરોનામાં અનેક લોકો બહાર જવાનું ટાળતા હોય છે. કોરોનાએ તો સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. આમ, કોરોનાના કેસમાં રાહત થતાની સાથે જ પર્યટન (Tourism) સ્થળોમાં મુલાકાતીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે.
દેશમાં અને રાજ્યમાં કોરોનાની લહેર (Wave) ધીમી પડતાની સાથે જ અમદાવાદ શહેરમાં આવેલા કાંકરિયાની આવકમાં વધારો થયો છે. અમદાવાદ શહેરમાં માર્ચ 2020થી શરૂ થયેલા કોરોના મહામારીના સમય બાદ કોરોનાના કેસમાં ઘટાડો થતા જ કાંકરિયામાં મુલાકાતીઓનો (Visitors) ઘસારો જોવા મળી રહ્યો છે.
આવકમાં વધારો થતા તંત્રની તિજોરી છલકાવવા લાગી
ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં આવેલા કાંકરિયાની (Kankaria) મુલાકાત લેનારા લોકોની સંખ્યામાં સારો એવો વધારો થવા પામ્યો છે. આવકમાં વધારો થતા જ તંત્રની તિજોરી (Treasury) છલકાવવા લાગી છે. 15 જુન, 2૦21થી 24 માર્ચ, 2022 સુધીમાં કાંકરીયા લેકફ્રન્ટ (Lakefront) ખાતે 26,89,769 મુલાકાતી પહોંચ્યા હતા. લેકફ્રન્ટમાં આવેલાં કીડ્સ સિટી ખાતે આ સમય દરમ્યાન 16,289 મુલાકાતીઓએ મુલાકાત લેતા કુલ 12,12,530ની આવક તંત્રને થવા પામી હતી. આ સમય દરમ્યાન લેકફ્રન્ટ પરિસરની કુલ આવક રૂપિયા 2,36,56,880 થવા પામી હતી. આમ તમે પણ જોઇ શકો છો કે કોરોના શાંત થતાની સાથે જ કાંકરિયાની આવકમાં (Income) સારો એવો વધારો થયો છે.
આમ, જો તમે પણ તમારા બાળકો સાથે કાંકરિયાની મુલાકાતે (Visit) ગયા નથી તો આ સમય તમારા માટે સૌથી બેસ્ટ ઓપ્શન છે. જો કે કોરોનાની ત્રીજી લહેર આપણાં સૌ માટે એટલી ઘાતક સાબિત થઇ ન હતી. અનેક લોકોએ રસી (Vaccine) લઇ લીધી હોવાને કારણે એનો મોટો ફરક આપણે ત્રીજી લહેરમાં જોઇ શક્યા હતા. જો કે કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા અનેક ફરવાના સ્થળો પર ભીડ થઇ રહી છે. એક અહેવાલ પ્રમાણે કોરોનાની ચોથી લહેર (Fourth Wave) પણ આવશે.
કાંકરિયા સિવાય પણ અમદાવાદના (Ahmedabad) અનેક સ્થળો ફરવા માટે સૌથી બેસ્ટ છે. તમારા ઘરમાં નાના બાળકો છે તો તમે અચુક એમને કાંકરિયા ઝૂ (Zoo) જોવા માટે લઇ જાવો. ઝૂ જોવાની બાળકોને ખૂબ જ મજા આવશે.
Published by:kuldipsinh barot
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર