Home /News /madhya-gujarat /

અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ : ત્રણ દિવસમાં ગુમ છોકરી હાજર થશે તેવો દાવો

અમદાવાદ નિત્યાનંદ આશ્રમ વિવાદ : ત્રણ દિવસમાં ગુમ છોકરી હાજર થશે તેવો દાવો

આ ઉપરાંત આશ્રમમાંથી ગુમ થયેલી છોકરી અંગે જાણવાજોગ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ ઉપરાંત આશ્રમમાંથી ગુમ થયેલી છોકરી અંગે જાણવાજોગ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

  ઋત્વિજ સોની, અમદાવાદ : અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદનાં (Nityanand Ashram) યોગિની સર્વાજ્ઞ પીઠમ આશ્રમમાં તામિલનાડુનાં (Tamil Nadu) પરિવારને તેમની દીકરીઓને મળવા ન દેવાતા આ વિવાદ વધારે વકર્યો છે. આ અંગે પોલીસે ગઇકાલે પ્રાથમિક તપાસને અંતે નિત્યાનંદ આશ્રમના સ્થાપક નિત્યાનંદ (Nityanand ) અને બે મહિલા સન્યાસી પ્રાણપિર્યા અને પિર્યતત્વા વિરૂધ્ધમાં Ipc 365, 344, 504, 323, 506-2, 114 તેમજ બાળમજૂરી ધારાની કલમોની અલગ અલગ જોગવાઈઓ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આશ્રમમાંથી ગુમ થયેલી છોકરી અંગે જાણવાજોગ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આશ્રમ તરફથી દાવો કરવામાં આવ્યો છે કે, આગામી ત્રણ દિવસમાં તે પોલીસ સમક્ષ હાજર થશે. આ ઉપરાંત તેની મોટી બહેન પણ વિદેશમાં છે પરંતુ પોલીસને કે કોઇને જાણ નથી કે કયા દેશમાં છે.

  નિત્યાનંદના અમદાવાદના આશ્રમમાંથી તામિલનાડુનાં એક પરિવારના ચાર બાળકો જેમાં 3 દીકરી અને 1 દીકરો છેલ્લા કેટલાક મહિનાથી ગોંધી રખાયા હતા. જેમાંથી ચાઈલ્ડ વેલફેર અને પોલીસની મદદથી પરિવારે સગીર ઉમરનો દીકરો અને દીકરી છોડાવ્યા હતાં. પરંતુ 18 વર્ષની અને 21 વર્ષની દીકરીને છોડાવવામાં નિષ્ફળ રહ્યા હતા. પોલીસે તેમની સાથે ફેસબુક માધ્યમથી વાત કરી હતી હતી. ત્યાર બાદ પરિવાર દ્વારા પોલીસ અને વેલફેરના લોકોની મદદથી આશ્રમમાં દીકરીની શોધખોળ કરાઈ હતી. ત્યારે ફરિયાદીના વકીલે સમગ્ર મામલે યુવતી ન મળી તો હાઇકોર્ટમાં હેબિયસ કોપર્શ દાખલ કરવાની ચીમકી પણ આપી છે.

  આ પણ વાંચો : અમદાવાદનાં નિત્યાનંદ આશ્રમમાં નવો વળાંક, યુવતીએ પરિવાર સાથે જવાની ના પાડી?

  સાયબર સેલની મદદ લેવાઇ રહી છે

  સમગ્ર મામલે અમદાવાદ પોલીસ તાપસ કરી રહી છે. અમદાવાદ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, જ્યારે જનાર્દન શર્માએ તેમના બાળકો ને મળવા માટે પોલીસ ની મદદ માંગી ત્યારે તેમના સગીર વયની એક દીકરી અને દીકરા તેમની સાથે જવા માટે તૈયાર થઈ ગયા હતા. મોટી દીકરીએ તેમની સાથે રેહવાને બદલે આશ્રમમાં ખુશ હોવાનું જણાવ્યું હતું અને આશ્રમમાં જ રોકાઈ હતી. જ્યારે તેને હમણાં એક વીડિયો પણ વાયરલ કર્યો છે. જેમાં તેણે કહ્યું છે કે હાલ તે બહાર છે. બે ત્રણ દિવસમાં આવી પોલીસ સ્ટેશન તેનો જવાબ લખાવશે. હાલમાં તો નિત્યાનંદ અને આશ્રમ ના બે સંચાલિકા સામે પોલીસ ફરિયાદ થતાં ડીવાયએસપી કક્ષાના અધિકારીને તપાસ સોંપાઈ છે. જ્યારે ગુમ થયેલ યુવતી સુધી પહોંચવા સાયબર સેલની મદદ લેવાઈ રહી છે.

  પિતા સામે પણ ફરિયાદ નોંધાઇ શકે છે

  ગુમ દીકરીઓનાં પિતા જનાર્દન શર્મા બેંગ્લુરુમાં જુદી જુદી કંપનીમાં સીઈઓ તરીકે કામગીરી કરતાં હતા. 2016થી તેઓ સ્વામી નિત્યાનંદના સેક્રેટરી તરીકે ફરજ બજાવતા હતા. તે દરમ્યાન જનાર્દને ગેરરીતિ આચરી હોવાથી આશ્રમમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. હાલમાં જનાર્દન શર્મા સામે આશ્રમ દ્વારા પુરાવા એકઠા કરાઈ રહ્યા છે અને આશ્રમ તરફથી આગામી સમયમાં કાયદાકીય પગલાં ભરાશે તેવું પોલીસ સૂત્રો જણાવી રહ્યા છે.

  આ પણ વાંચો : નિત્યાનંદ વિવાદનો EXclusive Video : 'માતા સાથે રહેતા એક સંન્યાસીએ મારા પર બળાત્કાર કર્યો'

  ગુમ છોકરીનાં સગીર ભાઇ બહેનને એક ફ્લેટમાં ગોંધી રખાયા હતાં

  ગઇકાલે આ કેસમાં એક મોટો ખુલાસો સામે આવ્યો હતો. ગુમ થયેલી નંદિતાનાં સગીર ભાઇ બહેનને 21 દિવસ માટે આશ્રમથી 7 કિમી દૂર હાથીજણ સર્કલ પાસે આવેલા પુષ્પક સિટીમાં બે ફ્લેટમાં ગોંધી રાખવામાં આવ્યાં હતાં. જેમાંથી ગઇકાલે રવિવારે અન્ય 3 યુવતીઓ પણ મળી આવી છે. જે બાદ પોલીસે તેમના નિવેદનો પણ નોંધ્યા હતાં. આ ત્રણેય યુવતીઓને આશ્રમમાંથી ફ્લેટ પર લાવવામાં આવ્યાં હતાં. પરંતુ ત્યાં કેમ લાવવામાં આવ્યાં તેની હજી વધુ પૂછપરછમાં બહાર આવશે.

  કરણીસેનાએ ભારે હંગામો કર્યો હતો

  ગઇકાલે રવિવારે કરણી સેનાએ આશ્રમમાં જવા માટે ઘણો હોબાળો કર્યો હતો. સંચાલકોની પ્રવેશબંધી છતાં તોડફોડ કરીને કરણી સેના અંદર ઘૂસી ગઈ હતી. અંદર તપાસ કરતાં હજુ પણ 40 જેટલા બાળક રહેતા હોવાનો દાવો તેમણે વ્યક્ત કર્યો હતો. જોકે બાળકોએ પોતાની મરજીથી રહેતા હોવાનું જણાવ્યું હતું.
  First published:

  Tags: અમદાવાદ, ગુજરાત

  विज्ञापन

  विज्ञापन

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन