અમદાવાદ : વૈશ્વિક મહામારી કોરોના ને સામે જીત મેળવા ભારત સરકાર થી લઈ રાજ્યની ગુજરાત સરરકાર અનેક પગલાં લઈ રહી છે.ત્યારે પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્ય મંત્રી વિજય રૂપાણી એ કોરોના ની આ સ્થિતિમાં તમામ સામાજિક અને રાજકીય સંસ્થાઓ ને લોકોને મદદ કરવા અપીલ કરી છે.ગુજરાતમાં પણ અનેક સામાજિક સંસ્થાઓ એ હાલ દીન દુઃખયા લોકોની મદદ કરી રહી છે.તેવામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના એ પણ રાશન કીટ,ભોજન અને હવે મુખ્ય મંત્રી રાહત ફંડમાં 1 લાખ 50 હજારનું દાન આપી પોતાની સાજિક જવાબદારી નિભાવી રહી છે.
વર્તમાન સમયમાં લોકડાઉન ના પગલે અનેક ગ્રામીણ વિસ્તારો અને શહેરી વિસ્તારોમાં રોજનું કમાઈ અને રોજનું ખાનારા અનેક લોકો એ મુશ્કેલી નો સામનો કરી રહ્યા છે.ત્યારે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા 50 થી વધુ તાલુકાઓમાં ભોજન માટે ના સેવા કેમ્પ ખોલી ને 1 લાખ થી વધુ લોકોને ફૂડ પેકેટ પોહચાડ્યા છે.તો સાથે જ કોરોના મહામારી ફેલાઈ નહિ તે માટે માસ્ક અને સેનીટાઈઝરનું વિત્રણ પણ કરવામાં આવ્યા છે.6 હજાર જેટલા પરિવારોને લોક સહયોગ થી 10 દિવસ થી લઈ 1 મહિના સુધીની રાશન કીટ બનાવી ને પણ વિત્રણ કરી છે.
કોરોના ના આ સમયમાં પોતાની સામાજિક જવાબદારી સમજી મદદ કરવાના કાર્ય અંગે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના અધ્યક્ષ અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે અમે સામાજિક જવાબદારી સમજી લોકોની મદદ કરી રહ્યા છે.મુખ્ય મંત્રી રાહત ફંડમા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા એક લાખ 50 હજાર નું દાન પણ આપવામા આવ્યું છે.આવનારા દિવસોમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાના ચાર ઝોન માંથી પણ મુખ્ય મંત્રી રાહત ફંડમાં દાન આપવામાં આવશે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર