અમદાવાદઃ ઓનલાઇન ફૂડ મંગાવી ડિલિવરી બોયને નકલી બંદૂકથી લૂંટી લેવાયો

News18 Gujarati
Updated: July 28, 2018, 5:34 PM IST
અમદાવાદઃ ઓનલાઇન ફૂડ મંગાવી ડિલિવરી બોયને નકલી બંદૂકથી લૂંટી લેવાયો
પ્રતિકાત્મક તસવીર

ઓનલાઇન ફૂડ મંગાવીને ડિલિવરી બોયને નકલી બંદૂક બતાવીને લૂંટી લેવાની ઘટના બનાની હતી.

  • Share this:
નવીન ઝા

અમદાવાદ શહેરમાં ડિલિવરી બોયને લૂંટી લેવાની ઘટના બની છે. ઓનલાઇન ફૂડ મંગાવીને ડિલિવરી બોયને નકલી બંદૂક બતાવીને લૂંટી લેવાની ઘટના બનાની હતી. આ ઘટનામાં બે હોમગાર્ડ સહિત એક આરોપી સામે ફરિયાદ નોંધાઇ છે. આ અંગે સોલા પોલીસે આગળની તપાસ હાથધરી છે.

મળતી માહિતી પ્રમાણે આજે શનિવારે સોલા પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ તરીકે ફરજ બજાવતા બે યુવકોએ ઓનલાઇન ફૂડ વેચતી કંપની સ્વીગી ઉપર ફૂડ ઓર્ડર કર્યો હતો. સોલા પોલીસ સ્ટેશનની હદદમાં આવતા ઠેકાંણે જ્યારે ડિલિવરી બોય ફૂડ આપવા ગયો હતો. ફૂડ મંગાવ્યા બાદ બે હોમગાર્ડ સહિત એક અન્ય યુવકે ડિલિવરની બોયને નકલી બંદૂક બતાવીને લૂંટી દીધો હતો. ડિલિવરી બોયે સોલા પાલીસને આ અંગે જાણ કરી હતી.

જેથી સોલા પોલીસે આ તમામ આરોપીઓને પકડી પાડીને પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ આરોપીઓએ આ અગાઉ રૂ.300 અને અત્યારે રૂ.4000ની આમ કુલ બે વાર લૂંટને અંજામ આપ્યો હતો. નકલી બંદૂર બતાવીને ડિલિવરી બોય પાસે રહેલા તમામ નાણઆાંને લૂંટી લેવાની ફરિયાદ સોલા પોલીસ સ્ટેશનમાં નોંધાઇ છે. જેના પગલે પોલીસે તમામ આરોપને પોલીસ સ્ટેશન લાવીને આગળની કાર્યવાહી હાથધરી છે.
First published: July 28, 2018, 5:34 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading