સ્વામીનો જેટલી સામે મોરચો, કહ્યું-હું અનુશાસન તોડીશ તો તોફાન આવી જશે

Haresh Suthar | Pradesh18
Updated: June 24, 2016, 2:29 PM IST
સ્વામીનો જેટલી સામે મોરચો, કહ્યું-હું અનુશાસન તોડીશ તો તોફાન આવી જશે
#નાણા મંત્રાલય પર આરોપોની ઝડી વરસાવનાર ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપનારાઓને ઠંકા કલેજે ધમકીના સ્વરમાં કહ્યું છે કે, જો તેઓ અનુશાસનની ઉપેક્ષા કરશે તો તોફાન આવી જશે.

  • Pradesh18
  • Last Updated: June 24, 2016, 2:29 PM IST
  • Share this:
નવી દિલ્હી #નાણા મંત્રાલય પર આરોપોની ઝડી વરસાવનાર ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ પોતાની ઉપર નિયંત્રણ રાખવાની સલાહ આપનારાઓને ઠંકા કલેજે ધમકીના સ્વરમાં કહ્યું છે કે, જો તેઓ અનુશાસનની ઉપેક્ષા કરશે તો તોફાન આવી જશે.

તેમણે સ્પષ્ટ રીતે નાણા મંત્રી અરૂણ જેટલી સામે નિશાન સાધતાં ટ્વિટ કરી છે કે, વગર માંગે મને અનુશાસન અને નિયંત્રણની સલાહ આપનારા લોકો એ નથી સમજી રહ્યા કે જો મેં અનુશાસનની ઉપેક્ષા કરી તો તોફાન આવી જશે. સ્વામીએ કહ્યું કે, ભાજપે પોતાના મંત્રીઓને નિર્દેશ આપવા જોઇએ કે તે વિદેશી પ્રવાસ દરમિયાન તે પરંપરાગત અને આધુનિક પરિધાન કરે, કોટ અને ટાઇમાં તે વેઇટર જેવા લાગે છે.

સ્વામીએ જોકે જેટલીનું નામ ન લીધું પરંતુ સ્પષ્ટ રીતે એમનો ઇશારો એ તરફ હતો. તેમણે કહ્યું કે, લોકો મને વગર માંગ્યે સલાહ આપી અનુશાસન અને નિયં6ણની વાત કરી રહ્યા છે. તેમને એ ખબર નથી કે જો હું અનુશાસન તોડીશ તો ખૂનખરાબા થઇ જશે. અહીં નોંધનિય છે કે, આજના અખબારોમાં જેટલીની બેંક ઓફ ચાઇનાના અધ્યક્ષ તિયાન ગુઓલી સાથેની મુલાકાતની તસ્વીર છે. જેમાં એમણે લાઉંજ શૂટ પહેરેલો છે.
First published: June 24, 2016, 2:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading