નિત્યાનંદ આશ્રમ વિવાદ : નિત્યાનંદ સ્વામીના સેક્સ CD વિવાદે દેશને હચમચાવી નાખ્યો હતો

Jay Mishra | News18 Gujarati
Updated: November 22, 2019, 8:32 AM IST
નિત્યાનંદ આશ્રમ વિવાદ : નિત્યાનંદ સ્વામીના સેક્સ CD વિવાદે દેશને હચમચાવી નાખ્યો હતો
નિત્યાનંદ અને રંજીથાની ફાઇલ તસવીર

અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમનો (Nityanand Ashram) વિવાદ વકર્યો છે. આ આશ્રમની બેંગ્લોર સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં તેમના આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ (Video viral) થયો છે.

  • Share this:
અમદાવાદ : અમદાવાદનાં (Ahmedabad) હાથીજણ વિસ્તારમાં આવેલો નિત્યાનંદ આશ્રમનો (Nityanand Ashram) વિવાદ વકર્યો છે. આ આશ્રમની બેંગ્લોર સ્થિત બ્રાંચની એક યુવતીને અમદાવાદનાં તેમના આશ્રમમાં ગોંધી રાખી હોવાનો વીડિયો વાયરલ (Video viral) થયો હતો.  યુવતીના માતાપિતા તેની શોધમાં અમદાવાદમાં આવ્યા છે. જોકે, બાદમાં યુવતીએ એક વીડિયો બહાર પાડી અને જણાવ્યું હતું કે તે સ્વઇચ્છાએ સ્વામી નિત્યાનંદના આશ્રમાં રહે છે અને માતાપિતા તેના પર બળજબરી કરી રહ્યા છે.

જ્યારે અમદાવાદના આ આશ્રમનો વિવાદ વકર્યો છે ત્યારે પોતાની જાતને ભગવાન કહેડાવતા અને સુર્યને ઉગતા અને આથમતાં અટકાવવાની ક્ષમતા હોવાનો દાવો કરતાં નિત્યાનંદ વિશે કેટલીક રસપ્રદ વાતો જાણવા જેવી છે. નિત્યાનંદ સ્વામી સાથે સૌથી મોટો વિવાદ વર્ષ 2010થી જોડાયેલો છે જ્યારે તેમની કથિત સેક્સ CDનો વિવાદ જોડાયેલો છે. આ વિવાદના કારણે દેશના આધ્યાત્મિક જગતને ભારે ઠેસ પહોંચી હતી.

સેક્સ સી.ડી.


મીડિયા અહેવાલો મુજબ માર્ચ મહિલાના પ્રથમ અઠવાડિયામાં વર્ષ 2010માં નિત્યાનંદ પરમહંસની તમિલ અભિનેત્રી રંજીથા સાથેની કથિત સેક્સ સી.ડી. વાયરલ થઈ ગઈ હતી. આ સી.ડી.એ દક્ષિણ ભારતમાં ભૂકંપ સર્જ્યો હતો. ક્લિપમાં નિત્યાનંદ અને રંજીથા અયોગ્ય અવસ્થામાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચો :  અમદાવાદનાં નિત્યાનંદ આશ્રમમાં અન્ય 40 બાળકોને પણ ગોંધી રખાયા? પ્રેવેશદ્વાર પર તાળાવીડિયો કોણે તૈયાર કર્યો

નિત્યાનંદના ડ્રાઇવર લેનિન કરૂપ્પને આ વીડિયો તૈયાર કર્યો હોવાના અહેવાલો પ્રસિદ્ધ કર્યા હતા. મીડ-ડેના વર્ષ 2010ના એક અહેવાલ પ્રમાણે કરૂપ્પને સ્વીકાર્યુ હતું કે તેણે આ વીડિયો પોતાના ગુરૂ પ્રત્યેની આસ્થા ગુમાવવાનો લીધે તૈયાર કર્યો હતો.

નિત્યાનંદ અને રંજીથાએ સી.ડી.ના અહેવાલો ફગાવ્યા

નિત્યાનંદ અને રંજીથાએ આ વીડિયોમાં દેખાતી વ્યક્તિ તેઓ હોવાનો ઇન્કાર કર્યો હતો. ઇન્ડિયા ટૂડેના એક અહેવાલ મુજબ રંજીથાએ તો આ મામલે ગૂગલ અને યૂ-ટ્યુબને વીડિયો દૂર કરવા માટે નોટિસ પણ પાઠવી હતી. રંજીથાના વકીલે ત્યારે એક નિવેદનમાં કહ્યું હતું કે 'મારા અસીલ આ વીડિયોમાં પોતે હોવાનો અસ્વીકાર કરે છે. રંજીથાએ એક પ્રેસ કૉન્ફરન્સ કરી અને વીડિયો ફેબ્રિકેટેડ અથવા તો બનાવટી હોવાનો દાવો કર્યો હતો.

CID તપાસ અને રેપની ફરિયાદ

વર્ષ 2011માં આ મામલે રંજીથાએ એક કેસ ફાઇલ કર્યો હતો. આ કેસમાં બેંગલુરૂ કોર્ટે સી.આઈ.ડી. તપાસના આદેશ આપ્યા હતા. વર્ષ 2012માં નિત્યાનંદ પર

નિત્યાનંદ અને તમિલ અભિનેત્રી સાથેના કથિત સેક્સ વીડિયોનો ગ્રેબ


તેની એક ભક્ત અરાથી રાવે બળાત્કારનો આરોપ મૂક્યો હતો. ઇન્ડિયા ટૂડેના એક અહેવાલ મુજબ અરાથી રાવે જણાવ્યુંહતું કે નિત્યાનંદે સતત પાંચ વર્ષ સુધી તેના પર બળાત્કાર કર્યો હતો. આ મામલે બેંગલુરૂ પોલીસમાં ફરિયાદ દાખલ થતાં નિત્યાનંદ પાંચ દિવસ સુધી ગાયબ થઈ ગયો હતો.

આ પણ વાંચો : અમદાવાદનાં નિત્યાનંદ આશ્રમમાં નવો વળાંક, યુવતીએ પરિવાર સાથે જવાની ના પાડી?

'મારી સાથેનો શરીર સંબંધ પવિત્ર'

વર્ષ 2010માં CID દ્વારા નિત્યાનંદ વિરુદ્ધ એક ચાર્જશીટ ફાઇલ કરવામાં આવી હતી. આ ચાર્જશીટ મુજબ નિત્યાનંદ સ્વામી પર એક મહિલા સાથે જબરદસ્તી શરીર સંબંધ બાંધવા માટે દબાણ કરવાનો આક્ષેપ હતો. એન.ડી.ટી.વી.કોમના અહેવાલ મુજબ નિત્યાનંદે મહિલાને કહ્યું હતું કે 'હું દક્ષિણામૂર્તિ (શિવ) છું અને તું પાર્વતી છે. હું ભગવાન છું મારી સાથેના શરીર સંબંધ પવિત્ર છે. જો તું આમ કરશે તો તને મોક્ષ મળશે.

સુર્યોદય 40 મિનિટ અટકાવી રાખ્યાનો દાવો

આ વર્ષે જુલાઇ મહિનામાં નિત્યાનંદ સ્વામીનો એક વીડિયો વાયરલ થયો હતો. આ વીડિયોમાં નિત્યાનંદે દાવો કર્યો હતો કે ચોથી જુલાઇએ તેણે સુર્યોદયને 40 મિનિટ સુધી અટકાવી રાખ્યો હતો. બેંગલુરૂમાં પોતાના ભક્તોને સંબોધતા આવો દાવો કર્યો હતો.

આ પણ વાંચો :  અંધશ્રદ્ધા! આ ભાઈએ કર્યો દાવો, 'હું માગશરી બીજ 28 નવેમ્બરે સવારે જીવતા સમાધી લઈશ'

ગાયને તમિલ સંસ્કૃતમાં વાત કરાવી શકાવાનો દાવો
વર્ષ 2018માં નિત્યાનંદે દાવો કર્યો હતો કે તે ગાયને તમિલ અને સંસ્કૃતમાં બોલાવી શકે છે. નિત્યાનંદનો આ વીડિયો પણ ખૂબ વાયરલ થયો હતો. આમ નિત્યાનંદ વર્ષ 2010થી લઈને આજદિન સુધી જુદા જુદા વિવાદોમાં ઘેરાયેલા સ્વામી તરીકે જાણીતા થયા છે.
First published: November 16, 2019, 11:00 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading