અમદાવાદ : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દર્દીના વીડિયો પર એસવીપી હોસ્પિટલે આવી કરી સ્પષ્ટતા

અમદાવાદ : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દર્દીના વીડિયો પર એસવીપી હોસ્પિટલે આવી કરી સ્પષ્ટતા
અમદાવાદ : સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા દર્દીના વીડિયો પર એસવીપીએ આવી કરી સ્પષ્ટતા

એસવીપી હોસ્પિટલમાં કોવિડ-19 દર્દીને દાખલ ન કરતા હોવાનો વીડિયો દાણીલીમડાના સમાજિક કાર્યકર્તા આકાશ સરકાર દ્વારા વાયરલ કરાયો હતો

  • Share this:
અમદાવાદ : એસવીપી હોસ્પિટલમાં કોવિડ-19 દર્દીને દાખલ ન કરતા હોવાનો વીડિયો દાણીલીમડાના સમાજિક કાર્યકર્તા આકાશ સરકાર દ્વારા વાયરલ કરાયો હતો. આકાશ સરકાર દ્વારા વીડિયોમાં આરોપ કરાયો હતો કે તેઓ કોરોના પોઝિટિવ હોવા છતા તેઓને સારવાર અપાઇ નથી. તેઓ નેગેટીવ છે તેમ કહી હોસ્પિટલમા દાખલ કરાયા ન હતા .

આ મુદ્દે એસવીપી હોસ્પિટલ દ્વારા પ્રેસ રિલીઝ કરીને જણાવ્યું હતુ કે આકાશ સરકાર દ્વારા ખોટી માહિતી સોશિયલ મીડિયામાં મોકલવામા આવી છે. આ માહિતીથી એસવીપી હોસ્પિટલની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે. એસવીપી હોસ્પિટલ દ્વારા હજારો દર્દીઓની અહીં ઉત્તમ કક્ષાએ સારવાર કરવામાં આવી રહી છે. 11 ઓગષ્ટ 2020ના રોજ એસવીપી હોસ્પિટલ ખાતે આકાશ સરકાર નામનો દર્દી કોવિડ-19ની સારવાર હેતુ દાખલ થવા આવેલ હતો. દાખલ થતી વખતે હોસ્પિટલમાં ફીવર ઓપીડી ખાતે તેમનો રિપોર્ટ અને અન્ય પેપરની ચકાસણી કરતા તેઓનો રિપોર્ટ નેગેટીવ હોવાથી કોરોનાની કોઇ સારવારની જરૂર ન હોવાથી હોસ્પિટલ દ્વારા તેઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ ન હતા.આ પણ વાંચો - પુતિનની જાહેરાત - રશિયાની કોવિડ-19 વેક્સીનને મળી મંજૂરી, મારી પુત્રીને આપ્યો પ્રથમ ડોઝ

પરંતુ તેઓ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી જણાવેલ કે મને બે દિવસથી હ્યદયમાં દુખાવો થયેલ અને કોરોના રિપોર્ટ કરાયેલ છે જે પોઝિટિવ હોવા છતા મને એસવીપી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ રવામાં આવેલ નથી. જે બાબત સત્યથી તદ્દન વેગળી છે. આથી હોસ્પિટલ દ્વારા તેઓને દાખલ કરાયા નથી. પરંતુ આકાશ સરકાર દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી ખોટો પ્રચાર કરાયો છે જેનાથી હોસ્પિટલની પ્રતિષ્ઠાને હાનિ પહોંચી છે.
Published by:Ashish Goyal
First published:August 11, 2020, 22:44 pm

ટૉપ ન્યૂઝ