'મા' કાર્ડ વિવાદમાં SVP હૉસ્પિટલ તંત્ર ઝુક્યું, ફિંગરપ્રિન્ટ વગર દિલીપભાઇની સારવાર થશે

News18 Gujarati
Updated: September 22, 2019, 10:57 AM IST
'મા' કાર્ડ વિવાદમાં SVP હૉસ્પિટલ તંત્ર ઝુક્યું, ફિંગરપ્રિન્ટ વગર દિલીપભાઇની સારવાર થશે
એસ.વી.પી. હૉસ્પિટલ

બે હાથના કાંડા નહી હોવાથી તેઓને મા કાર્ડનો લાભ નહિ મળે તેવુ દર્દીને હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવી દેવાયુ હતું.

  • Share this:
સંજય ટાંક, અમદાવાદ: શહેરની અદ્યતન ગણાતી SVP હોસ્પિટલની અંદર માં કાર્ડ ના હોવાથી દર્દી સારવારથી વંચિત રહ્યો છે. માં કાર્ડ ના હોવાથી દર્દી દિલીપભાઈ વાઘેલાની સારવાર અટકી પડી હતી. જો કે આ સમગ્ર મામલામાં આખરે વિવાદ થતાં આરોગ્ય મંત્રીએ દર્દીની સારવાર શરુ કરાવી અને ફિંગરપ્રિન્ટ વગર પણ મા કાર્ડનો લાભ દર્દી લઈ શકશે તેવી બાંહેધરી આપી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદની એસ.વીપી હોસ્પિટલમાં આખરે દર્દી દિલીપભાઈ વાઘેલાની સારવાર શરુ થઈ છે. બે હાથના કાંડા નહી હોવાથી તેઓને મા કાર્ડનો લાભ નહિ મળે તેવુ હોસ્પિટલ સંચાલકો દ્વારા જણાવી દેવાયુ હતું. કારણ કે, મા કાર્ડનો લાભ લેવા માટે ફિંગર પ્રિન્ટની જરુર હોય છે. જો કે આ સમગ્ર મામલામાં વિવાદ થતા આખરે આરોગ્ય મંત્રીએ દર્દીની સારવાર શરુ કરાવી છે, અને દર્દીના પત્નીના ફિંગરપ્રિન્ટના આધારે તેઓ મા કાર્ડનો લાભ લઈ શકશે તેવું જણાવી સારવાર શરુ કરાવી છે.

મહત્વનું છે કે સરકાર દ્વારા માં કાર્ડ દર્દીઓને લાભ મળે તે માટે યોજના શરૂ કરી છે, પરંતુ એક એવો કિસ્સો સામે આવ્યો, જેમાં મા કાર્ડનો દર્દી લાભ નહિ લઈ શકે કારણ કે તે ફિંગરપ્રિન્ટ નહોતો આપી શકતો. SVP હોસ્પિટલમાં ચાર દિવસ પેહલા શાહપુરના દિલીપભાઈ વધેલા ને હાર્ટ એટેક આવતા દાખલ કરવામાં આવ્યા હતા. ગરીબ પરિવાર હોવાથી તેમની પાસે રૂપિયા ન હતા અને સારવાર માટે જયારે માં કાર્ડ વગર પરિવારે આજીજી કરી તો સત્તધીશોએ કોઈ દરકાર ના લીધી. દિલીપભાઈ વાઘેલાના હાથના કાંડા થોડા વર્ષો પેહલા પ્રિન્ટિંગ પ્રેસમાં હાથ આવી જતા કાપાઈ ગયા હતા જેના કારણે માં કાર્ડમાં ફિંગર પ્રિન્ટ ના થતા તેમનો સમાવેશ માં કાર્ડ માં નહોતો થઇ શક્યો, જેના કારણે ચાર દિવસ પેહલા જયારે તેમને હ્ર્દય નો હુમલો થતા SVPમાં એડમિટ કરાયા હતા પરંતુ માં કાર્ડ ના હોવાથી સરવાર અટકી હતી. હાથ ના હોય તો શું ના નીકળે માં કાર્ડ ? આખરે મીડિયા ના અહેવાલ બાદ તંત્ર જાગ્યું અને દિલીપભાઈને સારવારના રૂપિયા રીફન્ડ આપવાનું નક્કી કર્યું હતું.હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ એસ.ટી. મલ્હાને પણ આ મામલે દર્દીને સારવાર આપવાની ખાતરી આપી છે. ઉલ્લેખનીય છે કે, માં કાર્ડ ને લઈ અનેક વખત વિવાદ સર્જાય છે, પરંતુ હોસ્પિટલો પોતાની મનમાની નથી છોડતું અને આખરે માં કાર્ડ હોવા છતાં કેટલાક દર્દીઓ સરવારથી વંચીત રહી જતા હોય છે, અનેક વાર વિવાદમાં આવેલી SVP હોસ્પિટલ હવે માં કાર્ડ પર દર્દીઓની સારવાર કરે છે કે કેમ તે જોવાનું રહ્યું.

First published: September 21, 2019
વધુ વાંચો
अगली ख़बर