ગુજરાત એટીએસે કહ્યું કે, મુંબઇમાં યહુદીઓ પર હુમલાનું ષડયંત્ર રચતા હતા આતંકી

News18 Gujarati
Updated: April 21, 2018, 12:36 PM IST
ગુજરાત એટીએસે કહ્યું કે, મુંબઇમાં યહુદીઓ પર હુમલાનું ષડયંત્ર રચતા હતા આતંકી
પ્રતિકાત્મક તસવીર

  • Share this:
ગુજરાત એટીએસએ શુક્રવારે કોર્ટમાં બે શંકાશીલ આઈએસઆઈએસ આતંકવાદીઓ સામે ચાર્જ શીટ નોંધી છે, જેમની ગત વર્ષે ધરપકડ કરી લેવામાં આવી હતી. આરોપી મોહમ્મદ કાસિમ સ્ટીમ્બરવાલા અને ઉબેદ એહમદ મિર્ઝાની મુંબઇના ખાડિયા ક્ષેત્રમાં એક યહુદી સમુદાય પર હુમલો કરવાનું પ્લાનિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી. ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે તેમણે મુંબઇમાં યહુદી સમુદાય પર હુમલો કરવાનું ષડયંત્ર રચ્યું હતું.

મેજિસ્ટ્રેટ આર.ડી. મહેતાની કોર્ટમાં નોંધાયેલ લગભગ 1500 પાનની ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે આરોપી મુંબઇમાં હુમલો કરવા માંગતો હતો. કારણ કે ત્યાં અમદાવાદમાં વધારે યહુદીઓ રહેતા હતાં. ચાર્જશીટ અંકલેશ્વરમાં નોંધવામાં આવી હતી. શંકાસીલોમાંથી એકની ગત વર્ષે જ ધરપકડ કરવામાં આવી હતી.

સ્ટીમ્બરવાલા અંકલેશ્વરના એક હોસ્પિટલમાં લેબ ટેક્નિશીયન તરીકે કામ કરતો હતો. જ્યારે ઉબેદ મિર્ઝા સુરતની જિલ્લા કોર્ટમાં વકીલ હતો. ચાર્જશીટમાં દાવો કરવામાં આવ્યો છે કે બંન્ને ઇસ્લામિક સ્ટેટની જેહાદી વિચારધારાથી ધણા પ્રેરિત હતાં અને યહુદીઓ પર હુમલો કરવાની યોજના બનાવી રહ્યાં હતાં.

ચાર્જશીટમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે બંન્ને આતંકી યુવાનોને ભારતની બહાર જઇને આતંકી કામ કરવા માટે કહેતા હતાં. મુંબઇના યહુદી બહુલ ખડિયા વિસ્તાર ઉપરાંત નરીમન પોઇન્ટમાં પણ હુમલાની યોજના બનાવી રહ્યાં હતાં. જેના કારણે આ હુમલાથી વધારેમાં વધારે યહુદીઓ પ્રભાવિત થાય.

ઓક્ટોબરમાં બંન્ને આતંકીઓ સામે નોંધાયેલ એફઆઈઆરમાં જણાવવામાં આવ્યું છે કે આતંકી અલ-ફૈઝલ સંગઠનની વિચારધારાથી પ્રભાવિત છે. આરોપી જમૈકા અને યુનાઇટેડ કિંગડમમાં આતંક ફેલાવવામાં દોષીત થયા છે.
First published: April 21, 2018
વધુ વાંચો
अगली ख़बर