ગુજરાતે મોહનદાસ આપ્યાં આફ્રિકાએ મહાત્મા બનાવ્યાં: આફ્રિકા ડેમાં સુષ્મા સ્વરાજ

News18 Gujarati
Updated: January 19, 2019, 12:01 PM IST
ગુજરાતે મોહનદાસ આપ્યાં આફ્રિકાએ મહાત્મા બનાવ્યાં: આફ્રિકા ડેમાં સુષ્મા સ્વરાજ
રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ ઉપસ્થિત રહ્યાં હતાં.

રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ પણ ઉપસ્થિત રહેશે.

  • Share this:
નવમી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2019નાં ભાગરૂપે સૌ પ્રથમવાર 'આફ્રિકા ડે'ની આજે 19 જાન્યુઆરીનાં રોજ ઉજવણી થઇ રહી છે. રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપરાંત વિદેશમંત્રી શ્રીમતી સુષ્મા સ્વરાજ ઉપસ્થિત મહેમાનો, ડેલીગેટ્સ અને મુલાકાતીઓને વિશેષ સંબોધન કર્યું હતું.

કોણ રહેશે હાજર

આ ઉદ્દઘાટન સમારંભમાં રવાન્ડા પ્રજાસત્તાકના પ્રમુખ અને આફ્રિકન સંઘના અધ્યક્ષપૌલ કાગમે સંબોધન કરશે. આફ્રિકાના 10થી 15 જેટલા મંત્રીઓ પણ આ આફ્રિકા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યાં હતાં. આફ્રિકન દેશોના દિલ્હી ખાતેના આશરે 20 જેટલા રાજદૂતો/ઉચ્ચ કમિશનરોએ પણ આ દિવસે ભાગ લેવાની સહમતિ દર્શાવી છે.

'ગુજરાતે મોહનદાસ આપ્યાં આફ્રિકાએ મહાત્મા બનાવ્યાં'

આફ્રિકા દિવસનાં સમારંભને સુષ્મા સ્વરાજે સંબોધતા કહ્યું કે, 'આ પહેલી વખત બન્યું છે કે વાઇબ્રન્ટ ગુજરાતમાં આફ્રિકા ડેની ઉજવણી થઇ રહી છે. ગુજરાતે આપણને મોહનચંદ કરમચંદ ગાંધી આપ્યાં છે જ્યારે આફ્રિકાની ઘરતીએ આપણને મહાત્મા આપ્યાં છે. બંન્ને દેશોમાં મહાત્માનું મહત્વ છે. આ કાર્યક્રમ વધારે મહત્વનો છે કારણ કે આ વર્ષે મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી દેશમાં ઉજવીએ છીએ જ્યારે આફ્રિકાનાં ગાંધી નેલસન મંડેલાની 100મી જન્મ જયંતી છે. આફ્રિકાનાં માણસો સાથે પહેલાથી જ ભારતનો અનોખો સંબંધ રહ્યો છે.'

તેમણે આગળ જણાવતાં કહ્યું કે, 'વડાપ્રધાને આફ્રિકાને પોલીસી માટે ટોપ પ્રાયોરિટી આપી છે. છેલ્લા ચાર વર્ષમાં આફ્રિકા સાથે સરકારે ઘણું મહત્વનું કાર કર્યું છે. આફ્રિકા અને ભારતનાં નેતાઓએ એકબીજાનાં દેશમાં થયેલા વિવિધ કાર્યક્રમમાં ભાગ લીધા છે. આફ્રિકા ભારતનું મહત્વનું ટ્રેડ પાર્ટનર છે.'જાણો શું છે ખાસ

આ પ્રદર્શન આશરે ક્ષેત્રફળ 2,200 ચોરસમીટરનું ક્ષેત્રફળ વિસ્તારમાં આફ્રિકન અને ભારતીય કંપનીઓએમના અરસપરસના રસ ધરવતા ઉત્પાદનોને પ્રદર્શિત કરી શકે એ માટે એક વિશિષ્ટ આફ્રિકા પેવેલિયનનું પણ ઊભું કરાયું છે, જેમાં 54 આફ્રિકન દેશોમાંથી વિવિધ ઉત્પાદનો અને સેવાઓ દર્શાવવામાં આવશે. આફ્રિકાના કુલ 54 દેશો પૈકીના 32 આફ્રિકન રાષ્ટ્રોએ આફ્રિકન પેવેલિયનમાં ભાગ લેવાનું સ્વીકાર્યું છે. જોકે, હજુ પણ બાકીના કેટલાક દેશોની જોડાવાની અપેક્ષા છે. સુઝલોન, વેદાંત, ગોદરેજ, ઝાયડસ અને રિલાયન્સ વગેરે જેવી ભારતીય અગ્રણી કંપનીઓમાં ભાગ લેશે તેમ તેમણે ઉમેર્યું હતું.

આ અગાઉ, વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ-2017 જે 10 થી 13 જાન્યુઆરી 2017માં યોજાઈ હતી તેમાં આફ્રિકન ખંડના દેશોમાંથી નોંધપાત્ર સહભાગિતા જોવા મળી હતી. જેમાં 18 આફ્રિકન દેશોમાંથી 160 થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. વિવિધ રાજ્યો અને સરકારોના વડાઓ સહિતઅનેક વિદેશી પ્રતિષ્ઠિત અગ્રણીઓએ આ આયોજનની પ્રશંસા કરેલી છે.

કેમ આફ્રિકા ડે ઉજવશે

રાજ્યના ઉર્જામંત્રી સૌરભ પટેલએ જણાવ્યું હતું તેમણે જણાવ્યું કે, “વૈશ્વિક નેતાઓ અને વેપાર ઉદ્યોગના આગેવાનો માટે વ્યૂહાત્મક ભાગીદારી, વેપાર અને રોકાણો અંગે તકોની ચર્ચા કરવા અને ભારત તથા આફ્રિકા અને ખાસ કરીને ગુજરાત અને આફ્રિકા વચ્ચે દ્વિપક્ષીય વેપાર સંબંધોને આગળ વધારવા સંયુક્ત મંચ પૂરો પાડવાના હેતુથી આફ્રિકાને સમર્પિત ખાસ એવા "આફ્રિકા ડે"નું આયોજન કરવામાં આવ્યું છે."
First published: January 19, 2019
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading