સુરેન્દ્રનગર પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટની અનોખી પહેલ, કોવિડ કેર સેન્ટર માટે પાંચ માળની આધુનિક બિલ્ડીંગ આપી

સુરેન્દ્રનગર પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટની અનોખી પહેલ, કોવિડ કેર સેન્ટર માટે પાંચ માળની આધુનિક બિલ્ડીંગ આપી
સુરેન્દ્રનગર પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટની અનોખી પહેલ, કોવિડ કેર સેન્ટર માટે પાંચ માળની આધુનિક બિલ્ડીંગ આપી

પાટીદાર સમાજે આગળ આવી એએમસી અહીં કોવિડ કેર સેન્ટર બનાવે તેવી વિનંતી કરી હતી

  • Share this:
અમદાવાદ : અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર પછી ફરી એકવાર કોરોના વાયરસને માથું ઉચક્યું છે. શહેરની ખાનગી અને સરકારી હોસ્પિટલમાં બેડની અછત ઉભી થવાની ભિતી સેવાઓ રહી છે. ત્યારે એએમસી અને રાજ્ય સરકાર દ્વારા પ્રાઇવેટ હોટલ અને સામાજિક સંસ્થાઓની બિલ્ડીંગને કોવિડ કેસ સેન્ટર તરીકે તબદીલ કરાઇ છે.

અમદાવાદ શહેરમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી હોય તેવા આંકડાઓ સામે આવી રહ્યા છે. અમદાવાદ શહેરમાં દિવાળીના તહેવાર બાદ એકા એક કોરોના કેસમાં વધારો જોવા મળ્યો છે. અમદાવાદ શહેરની ખાનગી અને પ્રાઇવેટ હોસ્પિટલના બેડમાં સંખ્યા ખુટી પડતા તંત્ર દ્વારા ખાનગી હોટલો અને સામાજિક સંસ્થાઓની બિલ્ડીંગ કોવિડ કેર સેન્ટર તરીકે જાહેર કરવાની ફરજ પડી છે. ત્યારે સુરેન્દ્રનગર પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત હોસ્ટેલ બિલ્ડીંગ કોવિડ કેર સેન્ટર તરીકે તબદીલ કરવામાં આવી છે.આ પણ વાંચો - ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડતા એસટીના કંડકટર સામે જાહેરનામાં ભંગની ફરિયાદ

પાટીદાર સમાજે આગળ આવી એએમસી અહીં કોવિડ કેર સેન્ટર બનાવે તેવી વિનંતી કરી હતી. 100 બેડની વ્યવસ્થા સાથે પાંચ માળની આ બિલ્ડીંગ કોવિડના દર્દીઓની સારવાર માટે ખુલ્લી મુકાઇ છે. ન્યૂઝ 18 ગુજરાતીએ સુરેન્દ્રનગર પાટીદાર ચેરીટેબલ ટ્રસ્ટના સંચાલક રમેશભાઇ પટેલ સાથે વાતચીત કરતા કહ્યું હતું કે સમાજ દ્વારા પાંચ માળની બિલ્ડીંગમાં તમામ રૂમ આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે. 24 કલાક અહા ડોક્ટર અને નર્સની ટીમ હાજર રહેશે. તેમજ તમામ ફ્લોર પર સીસીટીવી કેમેરા અને ફાયરની પુરતી સુવિધા સાથે કોવિડ કેર સેન્ટર ઉભું કરાયું છે. જે પરિવાર પોતાના ઘરે આઇશોલેશન થઇ શકતા નથી તેમના માટે આ સારવાર છે. જેમા માત્ર નજીવો ચાર્જ સેવામાં આવે છે. બે ટાઇમ ભોજન સાથે રહેવા માટે ઉત્તમ વ્યવસ્થા ઉભી કરાઇ છે. સામાન્ય વર્ગના લોકોને યોગ્ય સારવાર મળી રહે તે પ્રકારનું આયોજન સમાજ દ્વારા કરાયું છે.

કોવિડ કેર સેન્ટરના તબીબ ડો મુક્તી કનસારે કહ્યું હતું કે હાલમાં અમદાવાદ શહેરમાં કોવિડ -19 કેસનું પ્રમાણ અગાઉના મહિના કરતા વધારે હોવાથી પ્રાઇવેટ અને સરકારી હોસ્પિટલમાં મહત્તમ બેડની સુવિધા ઉપલબ્ધ થાય તે પ્રકારના પ્રયાસ એએમસી દ્વારા કરાઇ રહ્યા છે. પરંતુ કોવિડ પ્રોઝિટિવ દર્દીને હોસ્પિટલમાં એડમિનની જરૂરિયાત ન જણાતી હોય પરંતુ ઘરમાં આઇસોલેશનમાં વ્યવસ્થા ન હોય અથવા મોટા ઉંમરના ઘરડા વ્યક્તિના સઘન મોનિટરીંગ માટે જે તે દર્દી આઇસોલેશન રાખી સારવાર આપવાના હેતુસર જ આ પ્રકારના કોવિડ કેર સેન્ટર ઉભા કરાયા છે.
Published by:Ashish Goyal
First published:December 01, 2020, 19:49 pm

ટૉપ ન્યૂઝ