Home /News /madhya-gujarat /ગુજરાતમાં ખળભળાટ મચાવનાર ઇન્જેક્શન કૌભાંડના માસ્ટર માઇન્ડનો અભ્યાસ જાણી તમે ચોંકી જશો

ગુજરાતમાં ખળભળાટ મચાવનાર ઇન્જેક્શન કૌભાંડના માસ્ટર માઇન્ડનો અભ્યાસ જાણી તમે ચોંકી જશો

સુરતના સોહેલ ઇસ્માઇલની આ સમગ્ર મામલામાં મૂખ્ય ભૂમિકા હોવાનુ સામે આવ્યું છે.

સુરતના સોહેલ ઇસ્માઇલની આ સમગ્ર મામલામાં મૂખ્ય ભૂમિકા હોવાનુ સામે આવ્યું છે.

અમદાવાદ  : કોરોના પોઝિટિવ દર્દીને આપવામાં આવતા ટોસિલિજુમેબ ઇંજેક્શનના બનાવટી ઇંજેક્શન કૌભાંડનો પર્દાફાસ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે. અમદાવાદથી શરૂ થયેલ આ તપાસના તાર સુરત સુધી પહોંચ્યા છે. સુરતના સોહેલ ઇસ્માઇલની આ સમગ્ર મામલામાં મૂખ્ય ભૂમિકા હોવાનુ સામે આવ્યું છે.

ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના કમિશનરનું કહેવું છે કે, સોહેલે ધોરણ 10 સુધીનો અભ્યાસ કરેલ છે. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીઓ જ્યારે તેના ઘરે તપાસ કરી ત્યારે ફિલિંગ મશીન, સિલીંગ મશીન, કોડીગ મશીન, બનાવટમાં કાચ દ્રવ્યો અને પેકિંગનો સમાન સહિત કુલ 8 લાખની કીમતનો સમાન મળી આવ્યો છે.

સોહેલે એક બનાવટી જેનીક ફાર્માની વેબ સાઈટ પણ બનાવી હતી. જેના પર તેણે કેટલીક દવાઓનું માર્કેટિંગ કરી ને વેચાણ કર્યો હતો. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની હાલ સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે, તેણે કેટલાક દિવસ અગાઉ જ આ પ્રકારના ઇન્જેક્શન બનાવ્યા હતા અને વેચ્યા હતા. જોકે, અત્યાર સુધીમાં તેણે માત્ર ચાર જ ઇંજેક્શન વેચ્યા હોવાનુ જાણવા મળ્યું છે. પરંતુ તપાસ દરમિયાન પણ કેટલીક હકીકતો બહાર આવી શકે છે.

આ પણ વાંચો - નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કૌભાંડ પર આ ડૉક્ટરને પહેલા ગઇ હતી શંકા, તેમના શબ્દોમાં આખી વાત

સોહેલે અમદાવાદમાં પાલડીમાં હેપ્પી કેમિસ્ટ એન્ડ પ્રોટીન હાઉસના માલિક નિલેશને રૂપિયા 5 હજારમાં આ ઇન્જેક્શન આપ્યું હતું. કોઈપણ ઇન્જેક્શન બનાવવા માટે અનેક સાવધાનીઓ રાખવી જરૂરી છે. એટલે સોહેલે અગાઉ કોઈ ફાર્મા કંપની સાથે પણ કામ કર્યું હોય તેવી આશંકા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના અધિકારીને લાગે છે.

 સોહેલે આ પહેલા ક્યાં ક્યાં કામ કર્યું છે?

સુત્રોથી મળેલી  જાણકારી મુજબ  સોહેલ  માત્ર ધોરણ 10 સુધી ભણેલો છે અને ત્યાર બાદ તેણે આઇટીઆઇમાં કોર્ષ કરે છે. કોર્ષ પુર્ણ કરવાની સાથે તેણે મોબાઇલની દુકાનમાં કામ શરૂ કર્યું હતું. પણ પહેલેથીજ તેને બોડી બનાવાનો શોખ હોવાને કારણે તેનું નોલેજ તે ફિલ્ડમાં શારૂ હતું. જેથી તેની ઓળખ ડીવાઇન ન્યુટ્રીશનના માલિક સાથે થઇ હતી અને તે તેમની સાથે જોડાઇ ગયો હતો.  કોરોના કાળ દરમ્યાન માનવીય જિંદગી સાથે ચેડાં કરનારો નરાધમ સોહેલ તાઈ ડીવાઈન ન્યુટ્રીશન કંપની સાથે સંકળાયેલો હતો.તેણે 2 વર્ષ સુધી આ કંપનીમાં ઊંચા હોદા પર કામ કર્યું હતું. ન્યુટ્રીશન પાવડરમાં ભેળસેળ સંબંધી કોઈ બાબતે કંપનીએ તેને કાઢી મુક્યો હતો.નોકરી દરમ્યાન રાજ્યની વિવિધ ફાર્મા કંપનીઓ , ડિસ્ટ્રીબ્યુટરો, ન્યુટ્રિશનો સાથે તેને પરિચય થયો હતો.જે સંબંધોનો લાભ લઈને તેણે મોંઘા દરના આ ડુપ્લીકેટ  ટોસીલીઝુમેબ ઇન્જેક્શનો માત્ર પાંચ હજારમાં વહેચવાનું શરૂ કર્યું હતું.

આ પણ જુઓ - 

હવે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરાવવામાં આવશે. ત્યારબાદ પોલીસ તપાસમાં વધુ હકીકત સામે આવી શકે છે કે, સોહેલે અમદાવાદ સિવાય અન્ય કઈ કઈ જગ્યાએ કોને આ ઇન્જેક્શન સપ્લાઈ કર્યા છે. તે આ ઇન્જેક્શન કેવી રીતે બનાવતો હતો.

આ પણ વાંચો - નકલી ટોસિલિઝુમેબ ઇન્જેક્શનના કૌભાંડ પર આ ડૉક્ટરને પહેલા ગઇ હતી શંકા, તેમના શબ્દોમાં આખી વાત
First published:

Tags: Tocilizumab injection, અમદાવાદ, ગુજરાત, સુરત