Home /News /madhya-gujarat /

દેશના 100 સ્માર્ટ સિટીમાં ગુજરાતનું સુરત પ્રથમ, જાણો અમદાવાદ કયા ક્રમે પહોંચ્યું

દેશના 100 સ્માર્ટ સિટીમાં ગુજરાતનું સુરત પ્રથમ, જાણો અમદાવાદ કયા ક્રમે પહોંચ્યું

સુરતને સ્કોર મળતા ડાઇનેમિક રેન્કમાં પહેલો ક્રમે આવ્યું

દેશના 100 સ્માર્ટ સિટીમાં (Smart City) અમદાવાદ (Ahmedabad) છઠ્ઠા ક્રમે આવ્યું છે. જ્યારે સુરતની વાત કરીએ તો સુરત ફરી એક વાર પહેલા ક્રમે આવ્યું છે. નોંધનીય છે કે, ભારત સરકારે બધી સ્માર્ટ સીટીમાં ડાયનેમીક રેન્કિંગના (Dynamic Ranking) આધારે સુરતને (Surat) પહેલો ક્રમ આપ્યો છે.

વધુ જુઓ ...
    અમદાવાદ: દેશના 100 સ્માર્ટ સિટીમાં (Smart City) અમદાવાદ (Ahmedabad) છઠ્ઠા ક્રમે આવ્યું છે. જ્યારે સુરતની વાત કરીએ તો સુરત ફરી એક વાર પહેલા ક્રમે આવ્યું છે. નોંધનીય છે કે, ભારત સરકારે બધી સ્માર્ટ સીટીમાં ડાયનેમીક રેન્કિંગના (Dynamic Ranking) આધારે સુરતને (Surat) પહેલો ક્રમ આપ્યો છે. તમને જણાવી દઇએ કે, ડાયનેમિક રેન્કિંગમાં 128.80 સ્કોર સાથે સુરત ટોચના ક્રમે છે જ્યારે 120.39 સ્કોર સાથે આગ્રા બીજા ક્રમે, વારાણસી ત્રીજા ક્રમે, ભોપાલ ચોથા ક્રમે અને ઇન્દોર પાંચમાં ક્રમે જ્યારે અમદાવાદ (Ahmedabad) છઠ્ઠા ક્રમે છે. આમ, ગુજરાતમાં ડાયનેમિક રેન્કિંગમાં ટોચના દસ શહેરોમાં સુરત અને અમદાવાદ સિવાય બીજા એક પણ શહેરનો સમાવેશ થતો નથી.

    સુરતને સ્કોર મળતા ડાઇનેમિક રેન્કમાં પહેલો ક્રમે આવ્યું

    જો કે આ વાત જાણીને દરેક સુરતી અને અમદાવાદીને ગર્વ થવો જોઇએ. સ્માર્ટ સિટી (Smart City) મિશન અંતગર્ત કેન્દ્ર સરકાર દ્રારા 50 ટકા, રાજ્ય સરકાર દ્રારા 25 ટકા અને સુરત મહાનગરપાલિકા દ્રારા 25 ટકા ગ્રાન્ટ (Grant) આપવામાં આવે છે. અનેક પ્રકારના માપદંડોને (Criteria) આધારે સુરતને સૌથી વધારે સ્કોર મળતા ડાઇનેમિક રેન્કમાં પહેલો ક્રમે આવ્યું છે.

    આ પણ વાંચો: ઢોર નિયંત્રણ કાયદાના ચોમેર વિરોધ બાદ રાજ્ય સરકાર કરી શકે છે પીછેહઠ

    સ્માર્ટ સિટી અંતર્ગત રૂપિયા 1791 કરોડના 69 પ્રોજેક્ટ પૂરા
    નોંધનીય છે કે, સુરત સ્માર્ટ સિટી અંતર્ગત રૂપિયા 1791 કરોડના 69 પ્રોજેક્ટ (Project) પૂરા થઇ ગયા છે. આ સાથે જ સુરત સ્માર્ટ સિટીના એડવાઇઝરી ફોરમની (Advisory Forum) સમયાંતરે મિટિંગ કરી સ્માર્ટ સિટી પ્રોજક્ટની પ્રગતિ અંગે સભ્યોને માહિતી આપવામાં આવે છે. આમ, જો તમે આજે પણ સુરતની મુલાકાત લો છો તો તમે હેપ્પી થઇ જાવો છો.

    આ પણ વાંચો: LRDની લેખિત પરીક્ષાના કોલ લેટર જાહેર, અહીંથી સીધા કરો ડાઉનલોડ

    આ સાથે જ તમે આજના આ દિવસોમાં સુરત જાવો છો તો તમે બે દિવસનો પ્રોગ્રામ (Program) બનાવીને પણ જઇ શકો છો. સુરતમાં ફરવા માટે અનેક સ્થળો છે જેમાં તમને ફરવાની ખૂબ જ મજા આવશે. આ સાથે જ સુરતમાં ખાવાની પણ બહુ મજા આવે છે. સુરતીઓનો સવારનો નાસ્તો (Breakfast) તમારા મોંમાં પાણી લાવી દે છે. જો કે સુરત અમદાવાદથી અનેક રીતે હાલમાં આગળ વધી રહ્યું છે જેનો દરેક ગુજરાતીઓને ગર્વ થવો એ ખૂબ મહત્વની બાબત છે.
    Published by:kuldipsinh barot
    First published:

    Tags: Ahmedaabad, અમદાવાદ, સ્માર્ટ સિટી

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन