સુરત : કામરેજ ખાતે રહેતા ખેડૂતને પરવત ગામે સાસરાની બાજુમાં રહેતા પરિચિતને ઉછીના રૂપિયા આપવા ભારે પડ્યા છે. ઉછીના આપેલા રૂપિયા 70 લાખ પરત મેળવવા પત્ની સાથે તેમને મળવા ગયા હતા, ત્યારે પરિચિતના પિતરાઈ ભાઈએ ખેડૂતને મારી નાંખવાની ધમકી આપી, સાથે ખેડૂતની પત્નીની છેડતી કરી તેને પણ ધમકી આપી, જેને લઈને ખેડૂતે આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
સુરતમાં એક ખેડૂતને તેના પરિચિતને રૂપિયાની જરુરુ હોવાને લઈને રૂપિયા ઉછીના આપ્યા હતા. આ રૂપિયાની ઉઘરાણી કરવા જતા પરિચિતે જે કર્યું તે જાણીને ભલ-ભલા લોકો એક વખત વિચારમાં પડી જાય. કારણ કે, આ ખેડૂતને ધરમ કરવા જતા ધાડ પડી જેવી સ્થતિ થઇ હતી. સુરત જિલ્લા કામરેજ ખાતે રહેતા ખેડૂતનું સાસરું સુરતના પરવત ગામમાં આવેલ છે. જોકે ખેડૂતે પત્નીના પિયરની બાજુમાં રહેતા શૈલેષભાઈ ગીરીશભાઈ પટેલને સાથે પારિવારિક સંબંધ હોવાને લઈને રૂપિયાની જરુરુ હોવાને લઈને ખેડૂતે આ પરિચિતને વર્ષ 2015થી 2020 દરમિયાન ઉછીના રૂ.70 લાખ ટુકડે ટુકડે આપ્યા હતા.
હવે રૂપિયાની જરુર હોવાને લઈને ગતરોજ આ ખેડૂત આ પરિચિત પાસે રૂપિયાની માંગણી કરી હતી, પણ આ પરિચિત રૂપિયા નહિ આપતા આ ખેડૂત પોતાની પત્ની સાથે આ રૂપિયાની ઉઘરાણી કરવા ગત 19મીના રોજ બપોરે શૈલેષભાઈના સંબંધી કાકા કનુભાઈ ઈશ્વરભાઈ પટેલે બોલાવતા, ખેડૂત પોતાની પત્ની સાથે પરવત ગામ પટેલ ફળિયું ઘર નં.11/એ માં આવેલી ઓફિસે ગયા હતા. ત્યાં શૈલેષભાઈનો પિતરાઈ ભાઈ હિરેન સુરેશભાઇ પટેલ પણ હાજર હતો.
જોકે રૂપિયા મામલે માથાકૂટ થતા પરિચિત ના સંબંધી હિરેને અરજીમાં મારુ નામ કેમ લખાવ્યું કહી ખેડૂતને ધમકી આપી હતી કે, દુનિયાનો સૌથી મોટો દુશ્મન તું છે, તને રસ્તે ગાડી નીચે કચડી નાખીશ. ધમકી આપી જતા જતા હિરેને ખેડૂતની પત્નીનો હાથ પકડી પીઠના ભાગે સાતથી આઠ ધબ્બા મારી ગંદા ઈશારા કર્યા હતા અને ધમકી આપી હતી કે, તારા છોકરાની વાટ લાગી જશે. આ અંગે ખેડૂતની પત્નીએ આ મામલે તાતકાલિક ગોડાદરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ મામલે ગુનો દાખલ કરી આરોપીને પકડી પાડવાની કવાયત હતઃ ધરી છે.