સુરત મનપાએ રૂ. 6003 કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો - સુરતીઓ, શું છે તમારા માટે ખાસ


Updated: January 23, 2020, 7:39 PM IST
સુરત મનપાએ રૂ. 6003 કરોડનું બજેટ રજૂ કર્યું, જાણો - સુરતીઓ,  શું છે તમારા માટે ખાસ
સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનનું 2020-21નું બજેટ

સુરત મનપા કમિશ્નર બંછાનીધી પાનીએ સ્માર્ટ બજેટ ગણાવ્યું - સુરતવાસીઓ પર વેરા વધારો કર્યા વગરનું વર્ષ 2020-21નું બજેટ રજુ કર્યું

  • Share this:
સુરત મહાનગર પાલિકા દ્વારા કોઇ પણ પ્રકારના વેરા વધારો કર્યા વગરનું વર્ષ 2020-21નું બજેટ રજુ કર્યું હતું. બજેટનું કદ 6003 કરોડનું રાખવામાં આવ્યું હતું. આ બજેટમાં ફાયર યુઝર્સ અને 20 લાખથી વધુ કિમતની ગાડીઓના યુઝર ચાર્જ વધારવાનું સુચન કર્યું છે. જુના પ્રોજેકટોને ઝડપથી પુરા કરવા અને નવા પ્રોજેકટો મર્યાદિત રાખી બજેટને મનપા કમિશ્નર બંછાનીધી પાનીએ સ્માર્ટ બજેટ ગણાવ્યું હતું. તેમજ બજેટમાં એ પણ સમાવવામાં આવ્યું હતું કે આગામી ત્રણ વર્ષમાં મનપા 30 હજાર કરોડના વિકાસના કામો કરવામાં આવશે.

ઉપરાંત સુમન આઇ પ્રોજેકટ અંતર્ગત નવા 1 હજાર કેમેરા, તાપી શુધ્ધીકરણ અને રીવર ફ્રન્ટ ડેવલેપમેન્ટના પ્રોજકટોનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. ઉપરાંત તાપી નદી પર એક બેરેજ બનાવવાની કામગીરી પણ ચાલુ વર્ષમાં શરૂ કરવામાં આવશે તેવી પણ જોગવાઇ બજેટમાં કરવામાં આવી છે. પરંતુ ખાસ ફાયરના બજેટમાં બમણો વધારો કરી દેવામાં આવ્યો છે, જેમાં 15 નવા ફાયર સ્ટેશન બનાવવા અને ટ્રેનિગ સેન્ટ બનાવવાની પણ જોગવાઇ કરવામાં આવી છે. તેમજ મહાનગર પાલિકા એલઇડી સ્ક્રીનો શહેરમાં 50 મુકશે અને તેની જાહેરાત થકી વાર્ષિક 100 કરોડની આવક મેળવવાનું આયોજન કરશે. કમિશ્નરે રેવન્યુ ખર્ચ 3228 કરોડ કરોડ અને રેવન્યુ 3231 કરોડની આવક દર્શાવી હતી.

સુરત શહેરનું પ્રથમ ડ્રાફ્ટ બજેટ રજૂ કરતાં પાલિકા કમિશનર બંછાનિધી પાનીએ સુરતને 9.2 ટકાના ગ્રોથ સાથે ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ સિટી વિશ્વમાં ગણાવ્યું હતું. સ્માર્ટ સિટીની થીમ મુખ્ય હોવાથી સ્માર્ટ સિટીમાં બેસ્ટે પર્ફોમન્સના એવોર્ડ મળ્યા હોવાનું જણાવતાં ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું.

રૂપિયા ક્યાંથી આવશે

ઓક્ટ્રોયની અવેજીમાં સરકારની ગ્રાન્ટ 25 %
જનરલ ટેક્સ 14 %યુઝર ચાર્જ 23 %
વાહન વેરો 3 %
વ્યવસાય વેરો 5 %
નોન ટેક્ષ રેવન્યુ 25 %
રેવન્યુ ગ્રાન્ટ સબસિટી અને કન્ટ્રીબ્યુશન 4 %
બીજી આવક 1 %

રૂપિયા ક્યાં વાપરવામાં આવશે

એસ્ટાબ્લીશમેન્ટ 51 %
વહીવટી અને જનરલ ખર્ચ 5 %
મરામત નિભાવ અને વિજળી ખર્ચ 15 %
સર્વિસ અને પ્રોગ્રામના ખર્ચ 9 %
કન્ટ્રીબ્યુશન સબસિડી અને ગ્રાન્ટ 7 %
લોન ચાર્જીસ તથા અન્ય નાણાંકિય ખર્ચ 1 %
ઘસારો 12 %

બજેટની હાઇલાઇટ

- 100 ટકા વિસ્તારને પાણી આપવાનું આયોજન

- ડુમસ દરિયા કિનારે ઇકો ટુરીઝમ તબક્કા વારા વિકસાવવાનું આયોજન

- શહેરની તમામ સ્ટ્રીટ લાઇટને એલઇડી કરવામાં આવશે

-14 કરોડના ખર્ચે 4.2 મેગા વોલ્ટનો વિન્ડ પાવર પ્લાન્ટની સ્થાૉપના કરાશે

- 22 કરોડના ખર્ચે 5 મેગા વોલ્ટની ક્ષમતાનો સોલર પ્લાન્ટની સ્થાપના કરાશે

-શહેરમાં 119 કરોડના ખર્ચે 10 નવા ગાર્ડનસ અલગ અલગ થીમ પર બનાવવામાં આવશે

- 20 કરોડના ખર્ચે વલ્ડ કલાસ ઝુ બનાવવાનું આયોજન

- 150 ઇલેકટ્રીક બસ ખરીદવામાં આવશે તેમાટે અલગ અલગ ઝોનમાં ચાર્જીગ સ્ટેશન બનશે

- સુરત શહેરમાં બે આઉટડોર ગેમ્સના સ્ટેડિયમ બનાવવામાં આવશે

- ઐતિહાસીક કિલ્લા ખાતે 15 કરોડના ખર્ચે 500 માણસની ક્ષમતા વાળુ લાઇટ એન઼્ સાઉન્ડ શો તૈયાર કરાશે

- ઘર વગરના લોકો માટે 28 કરોડના ખર્ચે 9 સેલ્ટર હાઉસ બનાવવાનું આયોજન

- કન્સ્ટ્રકશન લેબર માટે 50 કરોડના ખર્ચે હોસ્ટેલનું આયોજન

- 24.30 કરોડના ખર્ચે 9 વેન્ડીંગ માર્કેટ બનાવવામાં આવશે

- સ્લમ ફ્રિ સીટી માટે શહેરમાં આગામી સમયમાં 46293 આવાસ બનાવવાનું આયોજન

- 20 લાખથી વધુની કિમતની ગાડીઓ પર 3.5 ટકા પરિવહન ચાર્જ કરવામાં આવ્યો જે પહેલા 2.5 હતો

- 400 ચો મીટરથી વધુ ની મોટા રહેણાક માટે ફાર ચાર્જમાં વઘારો

- બિન રહેણાક તમામ મિલકતોમાં ફાયર ચાર્જનો વધારો
First published: January 23, 2020
વધુ વાંચો
अगली ख़बर