"વીડિયો ક્લિપ વાયરલ કરી દેવાની ધમકી આપી જયંતિ ભાનુશાલી વારંવાર દુષ્કર્મ આચરતા રહ્યા"

News18 Gujarati
Updated: July 13, 2018, 2:44 PM IST

  • Share this:
ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ જયંતિભાઈ ભાનુશાલી સામે સુરતની એક 21 વર્ષીય દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી છે. યુવતીએ 10મી જુલાઈના રોજ પોલીસને આપેલી અરજીમાં પ્રદેશ ઉપાધ્યક્ષ તેમજ અબડાસાના પૂર્વ ધારાસભ્ય જયંતિ ભાનુશાલી સામે ગંભીર આક્ષેપ કર્યા છે. યુવતીના જણાવ્યા પ્રમાણે જયંતી ભાનુશાલીએ બીભત્સ વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપીને સતત બળાત્કાર ગુજારતા રહ્યા હતા. સાથે જ તેમણે આ વાત કોઇને કહેશે તો જીવથી મારી દેવાની પણ ધમકી આપી હતી. પોતાના પર લાગેા આક્ષેપ બાદ જયંતિ ભાનુશાલીએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. નલિયાકાંડ બાદ કચ્છના વધુ એક બીજેપીના નેતાનું અન્ય એક બળાત્કારના કેસમાં આવતા કચ્છ અને રાજ્યના રાજકારણમાં ભૂંકપ આવ્યો છે.

યુવતીએ ફરિયાદમાં શું કહ્યું છે?

સુરતની 21 વર્ષીય યુવતીએ ભાનુશાલી સામે કરેલી ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે, ધોરણ-12 પાસ કર્યા બાદ ફેશન ડિઝાઇનિંગમાં એડમિશન લેવા બાબતે એક પરિચિતે મારો સંપર્ક જયંતિ ભાનુશાલી સાથે કરાવ્યો હતો. તેમણે મને ગમે તે કોલેજમાં પ્રવેશ અપાવી દેવાની વાત કરી હતી. શરુઆતમાં એક બે વખત મને અમદાવાદ બોલાવી હતી તેમજ મારા અભ્યાસને લગતા કાગળો માંગ્યા હતા. આ સમયે તેમણે મારી સાથે પિતા જેવું વર્તન કર્યું હતું.

કાળા કલરની કારમાં લઈ જઈને દુષ્કર્મ આચર્યું

નવેમ્બર, 2017ના રોજ જયંતિ ભાનુશાલીએ મને ફોન કરીને મારા ઓરીજીનલ સર્ટિફિકેટ્સ સાથે અમદાવાદ આવવા કહ્યું હતું. આ સમયે તેમણે ગાંધીનગર જવું પડશે તેવું કહીને તેઓ મને એક કાળા કલરની કારમાં હાઈવે પર લઈ ગયા હતા. બાદમાં રસ્તામાં એક જગ્યાએ કાર ઉભી રાખીને તેઓ મને એક ખેતરમાં લઈ ગયા હતા, જ્યાં તેમણે મારા પર બળજબરીથી દુષ્કર્મ આચર્યું હતું. આ સમયે અમુક ઇસમોએ મારો વીડિયો પણ ઉતાર્યો હતો. જયંતિ ભાનુશાલી પાસે ચપ્પુ હતું, તેમજ તેની સાથે રહેલા લોકો પાસે બંદૂક હોવાથી હું ખૂબ ડરી ગઈ હતી. એ સમયે તેમણે મને કહ્યું હતું કે તારા જેવી અનેક છોકરીએ એડમિશન લેવા માટે આવે છે, એડમિશન એમ જ થોડું મળી જાય.

વીડિયો વાયરલ કરી દેવાની આપી ધમકીઆ બનાવ બાદ તેમણે મને વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. જો હું આવું નહીં કરું તો વીડિયો વાયરલ કરી દેવાની ધમકી આપી હતી. ત્યાર બાદ વારંવાર તેઓ મને ફોન કરીને બોલાવતા હતા અને મારી સાથે મરજી વિરુદ્ધ શારીરિક સંબંધ બાંધતા હતા. તેઓ મને અલગ અલગ લાલચ આપીને મારી સાથે દુષ્કર્મ આચરતા રહ્યા હતા. તેઓ મારી પરિવારને કંઈક કરી દેશે તેવા ડરના માર્યા હું મને તેમની વાત માનવામાં ફરજ ફરજ પડી હતી.

જીવથી મારી નાખવાની આપી ધમકી

માર્ચ-2018માં જયંતિભાઈએ મને ફોન કરીને અમદાવાદ આવવા જણાવ્યું હતું. આ સમયે હું સુરતથી બસમાં બેસીને આવી ત્યારે મને તેનો ડ્રાઇવર એરપોર્ટ ખાતેની એક હોટલમાં લઈ ગયો હતો. આ સમયે તેમણે મારી સાથે શારીરિક સંબંધ બાંધ્યો હતો અને મને બીજા પુરુષ પાસે જવાનું કહ્યું હતું. આ સમયે મેં ઇન્કાર કરી દેતા તેમણે મને ગાળો ભાંડી હતી અને જીવથી મારી નાખવાની ધમકી આપી હતી.

અરજી પર સહી કરાવી લીધી

24-04-2018ના રોજ જયંતિ ભાનુશાલીના માણસો મારા ઘરે આવ્યા હતા. તેમણે મને એક અરજી પર બળજબરીથી સહી કરાવી હતી. અરજીમાં લખ્યું હતું કે હું જયંતિ ભાનુશાલીને ઓળખતી નથી. બાદમાં એ વ્યક્તિએ મને એક પેન ડ્રાઇવ આપી હતી, જેના વીડિયો જોઈને મને જયતિં ભાનુશાલીને ફોન કરવાનું કહ્યું હતું. આ પેન ડ્રાઇવે મારા અને જયંતિ ભાનુશાલીનો વીડિયો હતો.

બીજા પુરુષ સાથે સંબંધ બાંધવા દબાણ

તેઓ પૈસાના જોરે અવાર નવાર મારા ઘરે પોલીસ મોકલીને અમને ધમકાવતા હતા. મને અન્ય પુરુષો સાથે સંબંધ બાંધવા પણ દબાણ કરતા હતા. આ તમામ વાતોથી કંટાળીને આખરે મારે આ બાબતે પોલીસ ફરિયાદ કરવાની ફરજ પડી હતી. હું તેમજ મારો પરિવાર ખૂબ જ માનસિક તણાવમાં છીએ. અમને કંઈ થશે તો તેની જવાબદારી જયંતિ ભાનુશાલીની રહેશે.
First published: July 13, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading