Home /News /madhya-gujarat /

સુરતની ઘટનાના અમદાવાદમાં પડઘા, આમ આદમી પાર્ટી દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

સુરતની ઘટનાના અમદાવાદમાં પડઘા, આમ આદમી પાર્ટી દ્વારા કરાયું વિરોધ પ્રદર્શન

સુરતમાં ગઇ કાલે યોજાયેલા અભિવાદન સમારોહમાં થયેલા હંગામા બાદ પાટીદાર યુવાનોની અટકાયતના પડઘા આજે અમદાવાદમાં પણ પડ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શિત કરાયો હતો અને પાટીદાર યુવાનોને છોડી મુકવા માંગ કરવામાં આવી હતી.

વધુ જુઓ ...
  • Pradesh18
  • Last Updated :
અમદાવાદ #સુરતમાં ગઇ કાલે યોજાયેલા અભિવાદન સમારોહમાં થયેલા હંગામા બાદ પાટીદાર યુવાનોની અટકાયતના પડઘા આજે અમદાવાદમાં પણ પડ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આજે વિરોધ પ્રદર્શિત કરાયો હતો અને પાટીદાર યુવાનોને છોડી મુકવા માંગ કરવામાં આવી હતી.

સુરતમાં થયેલ પાટીદાર યુવાનોની અટકાયતના પડઘા અમદાવાદમાં પણ પડ્યા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પાટીદાર યુવાનોની અટકાયતનો વિરોધ કરાયો હતો. અગાઉથી જાણકારીના આધારે અમદાવાદના નારણપુરા વિસ્તારમાં આવેલ સરદાર પટેલની પ્રતિમા પાસે પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.

જ્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા સરદાર પટેલની પ્રતિમાને ફૂલહાર કરીને સરકાર વિરુદ્ધમાં નારેબાજી કરી હતી. અત્રે ઉલેખનીય છે કે નારણપુરા વિસ્તારમાં દેખાવો કરી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. જ્યાં પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી.
First published:

Tags: આમ આદમી પાર્ટી, ભાજપ અભિવાદન સમારોહ, વિરોધ પ્રદર્શન, સુરત

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन