બિટકોઈન કેસઃ એસપી જગદીશ પટેલના કમાન્ડોના ઘરે CIDના દરોડા

News18 Gujarati
Updated: April 27, 2018, 9:41 AM IST
બિટકોઈન કેસઃ એસપી જગદીશ પટેલના કમાન્ડોના ઘરે CIDના દરોડા
જગદીશ પટેલ (ફાઇલ તસવીર)

  • Share this:
બિટકોઈન મામલે સીઆઈડી આક્રમક કાર્યવાહી કરી રહી છે. આ મામલે સીઆઈડી ક્રાઇમે હવે અમરેલીના ધરપકડ કરવામાં આવેલા જગદીશ પટેલના કમાન્ડોને ત્યાં દરોડા કર્યા છે.  સીઆઈડી હવે જગદીશ પટેલની નજીકના હોય તેવા પોલીસ કર્મીઓને રડારમાં રાખી રહી છે. કમાન્ડો ઉપરાંત એક પીએસઆઈને ત્યાં પણ દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે.

સીઆઈડી ક્રાઇમે આજે જગદીશ પટેલના કમાન્ડો જયંતિ જમાલીયા તેમજ વાયરલેસ પોલીસ સબ ઇન્સપેક્ટર જયેશ કડછાને ત્યાં દરોડાં કર્યા છે. સીઆઈડી ક્રાઇમની કાર્યવાહીને કારણે પોલીસબેડામાં ખળભળાટ મચી ગયો છે. આ કાર્યવાહી બાદ હવે એવી ચર્ચા જાગી છે કે સીઆઈડીના ટાર્ગેટ પર હવે પછી કોણ છે?

અનંત પટેલને કોર્ટમાં રજૂ કરાશે

બિટકોઈન કૌભાંડ મામલે આજે પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલના રિમાન્ડ પૂરા થતા હોવાથી તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બિટકોઈન કૌભાંડ કેસમાં સીઆઈડી ક્રાઇમે સૌપ્રથમ પીઆઇ અનંત પટેલની ધરપકડ કરી હતી. આ મામલે તેની પૂછપરછ બાદ સીઆઈડી ક્રાઇમે અમરેલિના એસપી જગદીશ પટેલની 18 કલાકની પૂછપરછ બાદ ધરપકડ કરી હતી.

નલિન કોટડીયાની ધરપકડ થઈ શકે

બિલ્ડર પાસેથી બિટકોઈન પડાવી લેવાના મામલે નલીન કોટડીયાની ધરપકડ થવાની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા પર ગાળીયો એ માટે કસાયો છે કારણ કે એસપી જગદીશ પટેલ અને નલીન કોટડીયા એક જ રિસોર્ટના માલિક છે. આ રિસોર્ટના માલિક હોવાથી તેમની પણ સંડોવણી હોવાની આશંકાએ તેમની ધરપકડ થઈ શકે છે.શું છે કેસ?

સુરતમાં બાંધકામની સાથે બિટકોઇનનો વેપાર કરતા શૈલેષ ભટ્ટને ગાંધીનગરની સીબીઆઇ કચેરીથી ફોન આવ્યો હતો. જેમાં બિટકોઇન મામલે ફરિયાદ ન નોંધવાની ધમકી આપવામાં આવી હતી. બાદમાં બિલ્ડરને એક હોટલમાં બોલાવી 5 કરોડ રૂપિયાનો તોડ કરવામાં આવ્યો હતો. જોકે, આ મામલો અહીં અટક્યો ન હતો. ગત 11 ફેબ્રુ.એ એક પેટ્રોલ પંપ પરથી શૈલેષ ભટ્ટનું અપહરણ કરી દેવામાં આવ્યું હતું. ફરિયાદમાં આપેલી માહિતી મુજબ આપહરણકારો શૈલેષ ભટ્ટને ફાર્મમાં લઇ ગયા અને માર માર્યો હતો. જેનો આરોપ અમરેલી એલસીબીના પીઆઈ અનંત પટેલ પર લાગ્યો હતો. તેણે ધમકી આપીને રૂ. 12 કરોડના બિટકોઈન તેના ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા, સાથે જ અનંત પેટેલે રૂ. 50 કરોડની માગણી કરી હતી. આંગડિયા પેઢી મારફતે રૂ. 32 કરોડ મગાવાનું કહેતા શૈલેષ ભટ્ટનો છૂટકારો થયો. જે બાદ શૈલેષ ભટ્ટે સમગ્ર મામલે ગૃહખાતામાં લેખિતમાં ફરિયાદ કરી હતી.
First published: April 27, 2018, 9:35 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading