Home /News /madhya-gujarat /

રાજ્યમાં ખાનગી સ્કૂલોની ફી બાબતે આજે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

રાજ્યમાં ખાનગી સ્કૂલોની ફી બાબતે આજે સુપ્રીમ કોર્ટનો મહત્વનો ચુકાદો

    2007માં રાજ્ય સરકાર દ્વારા લાગૂ કરવામાં આવેલા ફી નિયમન કાયદાની વિરુદ્ધ રાજ્યની સ્કૂલોના સંચાલકો હાઈકોર્ટ અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં ગયા છે. આ બાબતે આજે મહત્વનો ચુકાદો સુપ્રીમ કોર્ટ સંભળાવશે. અગાઉ બે વખત અંતિમ ચુકાદાની તારીખ નક્કી થયા બાદ રાજ્ય સરકારે સમય માંગતા અતિમ સુનાવણી માટે 25મી એપ્રિલ તારીખ નક્કી કરવામાં આવી છે.

    સરકાર અને સ્કૂલ સંચાલકો સામસામે

    ફી નિયમન બાબતે હાઈકોર્ટમાં હાર મળ્યા બાદ શાળાના સંચાલકો સુપ્રીમ કોર્ટમાં ગયા છે. કોઈ પણ કાળે ચુકાદો પોતાના પક્ષે આવે તે માટે સ્કૂલના સંચાલકોએ કરોડોના ખર્ચે દેશના ખ્યાતનામ વકીલોની ફોજ રોકી છે. આજે સુપ્રીમ કોર્ટમાં ગુજરાત સરકાર જે સ્કૂલના સંચાલકોએ ફીની દરખાસ્ત રજૂ નથી કરી તેની યાદી સોંપી સોંપશે, તો બીજી તરફ સ્કૂલ સંચાલકો દ્વારા કમિટિ નક્કી કરતી વખતે સરકારે તેમને સાંભળ્યા ન હતા તેવી દલીલ કરવામાં આવશે. નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટ તરફથી સરકારની નવી ફી કમિટી અને નવી ફી મર્યાદા નક્કી કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. આજે ગુજરાત સરકાર સ્કૂલોની યાદીની સાથે સાથે ફીન વિગતો પણ સુપ્રીમ કોર્ટ સમક્ષ મૂકે તેવી શક્યતા છે.

    વાલીઓમાં વિરોધ

    ફી નિયમન કાયદા બાદ રચવામાં આવેલી ફી નિયમન કમિટિ દ્વારા અમદાવાદની વિવિધ સ્કૂલોની પ્રોવિઝનલ ફી જાહેર કરવામાં આવી છે. આ ફી ખૂબ જ ઊંચી હોવાને કારણે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. વાલી મંડળ તરફથી એવી રજુઆત કરવામાં આવી છે કે સ્કૂલોએ જેટલી ફી માંગી હતી તે ફી કમિટિએ મંજૂરી કરી દીધી છે. અમુક કેસમાં સ્કૂલની ફીમાં તોતિંગ વધારો મંજૂર કરી દેવામાં આવ્યો છે.

    સરકારનું વલણ વારંવાર બદલાયું

    ફી નિયમન કાયદો લાગૂ થવા છતાં સ્કૂલના સંચાલકોએ વાલીઓ પાસેથી જૂની ફી લેવાનો આગ્રાહ રાખ્યો હતો. આ બાબતે રાજ્ય સરકારનું વલણ વારંવાર બદલાયું હતું. એક સમયે શાળા સંચાલકોને જોઈ લેવાની ચીમકી ઉચ્ચારનાર રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જાણે શાળાના સંચાલકો સામે સરેન્ડર કરી દીધું હોય તેવો ઘાટ સર્જાયો છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Fees, FRC, Gujarat Government, Parents, Private schools

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन