સમગ્ર દેશમાં સરકારી જમીન પર ધાર્મિક ઈમારતોના નિર્માણથી જોડાયેલા મામલાની સુનાવણી દરમિયાન આજે મંગળવારે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને કડક શબ્દોમાં ફટકાર લગાવી છે.
સમગ્ર દેશમાં સરકારી જમીન પર ધાર્મિક ઈમારતોના નિર્માણથી જોડાયેલા મામલાની સુનાવણી દરમિયાન આજે મંગળવારે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને કડક શબ્દોમાં ફટકાર લગાવી છે.
નવી દિલ્હી# સમગ્ર દેશમાં સરકારી જમીન પર ધાર્મિક ઈમારતોના નિર્માણથી જોડાયેલા મામલાની સુનાવણી દરમિયાન આજે મંગળવારે સુપ્રીમ કોર્ટે તમામ રાજ્યોને કડક શબ્દોમાં ફટકાર લગાવી છે.
રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ આને લઇને એફિડેવિટ દાખલ કરી નથી. કોર્ટે 8 માર્ચે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને એક્શન ટેકન રિપોર્ટ દાખલ કરવામાં માટે આદેશ કર્યો હતો.
સુનાવણી દરમિયાન જસ્ટિસ ગોપાલ ગૌડા અને જસ્ટિસ અરૂણ મિશ્રાની બેન્ચે તમામ રાજ્યોને આડે હાથ લેતા કહ્યું કે, 'શું અમારો આદેશ કોલ્ડ સ્ટોરેજમાં રાખવા માટે છે? શું કોર્ટના આદેશનું કોઇ સમ્માન નથી.
અમને ખબર છે કે, અમારે શું કરવું છે. અમે તમામ રાજ્યોના મુખ્ય સચિવને સમન્સ પાઠવીશું અને પુછીશું કે, અમારા આદેશનું પાલન કેમ નથી થયું?'
કોર્ટે કહ્યું કે, જે રાજ્ય બે અઢવાડિયા અંદર એડિશનલ સોલિસિટર જનરલની પાસે પોતાનો જવાબ નહીં જમાં કરાવે તેમના મુખ્ય સચિવોએ કોર્ટમાં આવવું પડશે. મામલાની વધુ સુનાવણી હવે મે ના બીજા સપ્તાહમાં હાથ ધરાશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર