હાર્દિક પટેલને પાટીદાર અનામત આંદોલન મામલામાં સુપ્રીમ રાહત, 6 માર્ચ સુધી ધરપકડ પર રોક

News18 Gujarati
Updated: February 28, 2020, 12:24 PM IST
હાર્દિક પટેલને પાટીદાર અનામત આંદોલન મામલામાં સુપ્રીમ રાહત, 6 માર્ચ સુધી ધરપકડ પર રોક
હાર્દિક પટેલની ફાઇલ તસવીર

સુપ્રીમ કોર્ટે કૉંગ્રેસ નેતા હાર્દિક પટેલની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે

  • Share this:
નવી દિલ્હી : કૉંગ્રેસ (Congress)નેતા હાર્દિક પટેલ (Hardik Patel)ને વર્ષ 2015માં થયેલા પાટીદાર અનામત આંદોલન (Patidar Reservation Agitation) સાથે જોડાયેલા મામલામાં સુપ્રીમ કોર્ટ રાહત આપી છે. મળતી જાણકારી મુજબ, સુપ્રીમ કોર્ટે 6 માર્ચ સુધી હાર્દિક પટેલની ધરપકડ પર રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે પાટીદાર આંદોલન દરમિયાન થયેલી હિંસા મામલે પોતાની વિરુદ્ધ નોંધાયેલી FIR રદ કરવાની અનુરોધવાળી હાર્દિક પટેલની અરજી પર ગુજરાત સરકાર પાસેથી જવાબ માંગ્યો છે.

જસ્ટિસ યૂ. યૂ. લલિત અને જસ્ટિસ વિનીત સરની બેન્ચે ગુજરાત સરકાર (Government of Gujarat)ને હાર્દિક પટેલની અરજી પર નોટિસ જાહેર કરી અને તેમની વિરુદ્ધ મામલો નોંધવાની માંગ કરી. બેન્ચે કહ્યું કે મામલો 2015માં નોંધવામાં આવ્યો હતો અને તપાસ હજુ સુધી પેન્ડિંગ છે. તમે પાંચ વર્ષથી આ મામલો બેસી ન રહી શકો.

નોંધનીય છે કે, હાર્દિક પટેલની આગેવાનીમાં પાટીદાર અનામત આંદોલન સમિતિએ અનામત માટે અમદાવાદમાં એક મેગી રેલી યોજી હતી અને ગેરકાયદેસર રીતે એકત્ર થવા માટે એક FIR નોંધવામાં આવી હતી કારણ કે પોલીસે દાવો કર્યો હતો કે આ રેલી માટે મંજૂરી નહોતી આપવામાં આવી.

6 જુલાઈ, 2015ના રોજ મહેસાણા જિલ્લાના વિસનગરથી શરૂ થયેલા પાટીદાર આંદોલને તત્કાલીન આનંદીબેન પટેલ સરકાર અને ગુજરાતના રાજકારણને હલાવી દીધું હતું. પાટીદાર અનામત આંદોલન સમિતિના તત્કાલીન સંયોજક હાર્દિક પટેલે લગભગ 10 લાખથી વધુ સમર્થકોને જીએમડીસી મેદાનમાં સંબોધિત કર્યા હતા.

આ પણ વાંચો, CAA-NRCનો વિરોધ કરતાં-કરતાં કન્હૈયા કુમાર ભૂલ્યા રાષ્ટ્રગીત, ભૂલ સમજાતાં મૂકાયા શરમમાં

First published: February 28, 2020, 12:05 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading