સુપ્રીમ કોર્ટે નરોડા પાટિયા હત્યાકાંડનાં ચાર દોષિતોને આપ્યાં જામીન

News18 Gujarati
Updated: January 23, 2019, 12:03 PM IST
સુપ્રીમ કોર્ટે નરોડા પાટિયા હત્યાકાંડનાં ચાર દોષિતોને આપ્યાં જામીન
સુપ્રિમ કોર્ટ

ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસને આગ લગાડવામાં આવી હતી જેમાં 96 લોકોની હત્યા કરવામાં આવી હતી.

  • Share this:
સુપ્રીમ કોર્ટે 2002નાં નરોડા પાટિયા કાંડનાં મામલામાં ચાર દોષિતો- ઉમેશ ભરવાડ, રાજરકુમાર, હર્ષદ અને પ્રકાશ રાઠોડને જામીન પર છોડવાનો આદેશ આપ્યો છે. મહત્વનું છે કે ગુજરાતમાં 27 ફેબ્રુઆરી 2002ના રોજ સાબરમતી એક્સપ્રેસને આગ લગાડવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં હિંસા ભડકી ઉઠી હતી. તેના એક દિવસ પછી અમદાવાદના નરોડા પાટિયામાં 96 લોકોની હત્યા કરવામાં આ‌વી હતી અને તેમાં 30થી વધુ લોકો ઘાયલ થયા હતા. ગોધરા કાંડ બાદ વિશ્વ હિન્દુ પરિષદે બંધનું એલાન આપ્યું હતું. આ દરમિયાન નરોડા પાટિયામાં ભીડ હિંસક બની હતી અને લઘુમતી સમુદાયના લોકો પર હુમલો કરવામાં આવ્યો હતો.

આ મામલામાં સુપ્રીમ કોર્ટનાં જસ્ટિસ એએમ ખાનવિલકરની અધ્યક્ષતાવાળી ખંડપીઠે મંગળવારે ચાર મુખ્ય દોષિતોને જમાનત આપી દીધી છે. આ સાથે જ ખંડપીઠે જણાવ્યું હતું કે તેમને દોષિત ગણાવવા અંગે શંકા છે. આ મામલામાં હજી ચર્ચા થઇ શકે છે. એટલે તેમણે જામીન આપ્યાં છે. આ બધા દોષિતોને આઈપીસીની કલમ 436 (ઘરને નષ્ટ કરવાનાં ઇરાદાથી આગ લગાવવી કે વિસ્ફોટ કરવો) અંતર્ગત દોષિત ગણાવવામાં આવ્યાં હતાં.

આ પણ વાંચો: અમદાવાદીઓ આનંદો! આજથી ગોવા માટે ST વોલ્વો બસ દોડશે

આ કેસ અંગે ઓગસ્ટ 2009માં પ્રથમ સુનાવણી હાથ ધરાઇ હતી. જેમાં 82 આરોપીઓ સામે કેસ નોંધાયો હતો. સુનાવણી દરમિયાન 327 લોકોનું નિવેદન લેવામાં આવ્યું હતું. તેમાં પીડિતો, ડોક્ટર્સ સહિત પોલીસ અધિકારી અને સરકારી અધિકારીનો પણ સમાવેશ હતો. ત્યારબાદ 29 ઓગસ્ટ 2012ના રોજ વિશેષ અદાલતે રાજ્યના પૂર્વ મંત્રી અને ભાજપ નેતા માયા કોડનાની સહિત 32 લોકોને આજીવન કેદની સજા સંભળાવી હતી. જેમાં કોડનાનીને 28 વર્ષના કારાવાસની સજા સંભળાવામાં આવી હતી. માયા કોડનાની પર આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેમણે ભીડને કથિત રીતે મુસ્લિમો પર હુમલો કરવા માટે ઉશ્કેર્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદમાં ફ્લાવર શોની ટિકિટ રૂ. 10માંથી રૂ. 50 થઈ? જાણો હકીકત

આ મામલે અન્ય એક બીજા બહુચર્ચિત આરોપી બજરંગ દળના પૂર્વ નેતા બાબુ બજરંગીને આજીવન કેદની સજા સંભળાવી હતી. તો અન્ય સાત લોકોને 21 વર્ષની સજા અને બાકીના લોકોને 14 વર્ષની આજીવન કારાવાસની સજા સંભળાવવાામાં આવી હતી. નીચલી કોર્ટે પુરાવાનો અભાવ હોવાથી બીજા 29 આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા. જ્યાં દોષિતોને નીચલી કોર્ટના આદેશને હાઇકોર્ટમાં પડકાર્યો હતો. જ્યારે સ્પેશ્યલ તપાસ દળે 29 લોકોને નિર્દોષ છોડવાના નિર્ણયને હાઇકોર્ટમાં પડકાર્યો હતો.તસવીરો: મુંબઇમાં PM મોદી સાથે બોલિવૂડની હસ્તીઓએ કરી મુલાકાત

First published: January 23, 2019
વધુ વાંચો
अगली ख़बर