ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, હાઇકોર્ટના ચૂકાદ પર સ્ટે મૂક્યો

News18 Gujarati
Updated: May 15, 2020, 1:21 PM IST
ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, હાઇકોર્ટના ચૂકાદ પર સ્ટે મૂક્યો
ભૂરેન્દ્રસિંહ ચૂડાસમા (ફાઇલ તસવીર)

ગુજરાત હાઇકોર્ટના નિર્ણય પર સુપ્રીમના સ્ટે બાદ હવે ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પોતાના પદ પર રહી શકશે, રાજીનાનું નહીં આપવું પડે.

  • Share this:
નવી દિલ્હી : ગુજરાતના શિક્ષણ તેમજ કાયદામંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા (Bhupendrasinh Chudasama)ને દેશનો સર્વોચ્ચે અદાલતે મોટી રાહત આપી છે. સુપ્રીમ કોર્ટે ગુજરાત હાઇકોર્ટ (Gujarat Highcourt) ના ચૂકાદા પર હાલ પુરતો સ્ટે મૂકી દીધો છે. સુપ્રીમ કોર્ટમાંથી સ્ટે મળતા હવે ભૂપેન્દ્રસિંહ પોતાના પદ પર બન્યા રહેશે. સુપ્રીમ કોર્ટમાં કૉંગ્રેસ તરફથી કપિલ સિબ્બલે દલીલો કરી હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે કૉંગ્રેસના અરજીકર્તા સામે નોટિસ કાઢી છે. આ મામલે હવે ચાર અઠવાડિયા બાદ ફરીથી સુનાવણી થશે. આ મામલે કૉંગ્રેસના ઉમેદવાર અશ્વિભાઈ રાઠોડે  (Congress Candidate Ashwin Rathod) જણાવ્યું હતું કે તેઓ તેમની લડાઈ ચાલુ રાખશે.

હાઇકોર્ટે ધોળકાની ચૂંટણી રદ કરી

12મી મેના રોજ ગુજરાત ગુજરાત હાઇકોર્ટે 2017માં યોજાયેલી ધોળકા વિધાનસભા (Dholka Assembly Seat) બેઠકની ચૂંટણી રદ કરી નાખી હતી. શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા એ આ બેઠક ખૂબ જ પાતળી બહુમતથી જીતી હતી. આ જીતને કૉંગ્રેસના ઉમેદવાર અશ્વિન રાઠોડે હાઇકોર્ટમાં પડકારી હતી.

ભૂપેન્દ્રસિંહ પોતાના પદ પર રહી શકશે

ગુજરાત હાઇકોર્ટે ધોળકા બેઠકની ચૂંટણી રદ કરી નાખ્યા બાદ વિપક્ષ તરફથી ભૂપેન્દ્રસિંહ પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી માંગણી ઉઠી હતી. ભૂપેન્દ્રસિંહ શિક્ષણ અને કાયદા મંત્રી છે. જોકે, તેમણે તાત્કાલીક રાજીનામું આપવાને બદલે હાઇકોર્ટના ચૂકાદા સામે સુપ્રીમ કોર્ટમાં જવાનું નક્કી કર્યું હતું. સુપ્રીમ કોર્ટે હવે જ્યારે ચૂકાદા પર સ્ટે મૂક્યો છે ત્યારે તેમણે હવે રાજીનામું આપવાની જરૂર નહીં રહે. હવે સુપ્રીમ કોર્ટના ચૂકાદા સુધી તેઓ પોતાના પદ પર રહી શકશે.

સત્યમેવ જયતે!

સુપ્રીમ કોર્ટના સ્ટે બાદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ પોતાના ટ્વીટર પર સત્યમેવ જયતે લખીને કૉંગ્રેસના શક્તિસિંહ ગોહિલને જવાબ આપ્યો હતો. ચૂકાદા બાદ ભૂપેન્દ્રસિંહે ટ્વીટર પર લખ્યું હતું કે, "સુપ્રીમ કોર્ટમાં સ્ટે મળી ગયેલ છે. સત્યમેવ જયતે." નોંધનીય છે કે ગુજરાત હાઇકોર્ટે ધોળકા બેઠકની ચૂંટણી રદ કર્યા બાદ કૉંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલે ટ્વિટ કરીને સત્યમેવ જયતે લખ્યું હતું. સુપ્રીમના સ્ટે બાદ ભૂપેન્દ્રસિંહના ટ્વીટને શક્તિસિંહને જવાબ તરીકે જોવામાં આવે છે.

શું હતો મામલો?

2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં ધોળકા બેઠક પરથી ભાપજના ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાની જીત થઈ હતી. કૉંગ્રેસ તરફથી અશ્વિન રાઠોડે ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. આ ચૂંટણીમાં ભૂપેન્દ્રસિંહની 327 વોટથી જીત થઈ હતી. આ દરમિયાન પોસ્ટલ બેલેટના 427 મત શંકાસ્પદ રીતે રદ કરી નાખવામાં આવ્યા હતા. કૉંગ્રેસના ઉમેદવારે એવી દલીલ કરી હતી કે આ મત તેમની તરફેણના હતા. તેમજ ભાજપે ગેરરીતિ કરીને ચૂંટણી જીતી છે. આ મામલે કૉંગ્રેસના ઉમેદવારે હાઇકોર્ટમાં રિટ કરી હતી. જે બાદમાં હાઇકોર્ટે ચૂકાદો આપતા આ ચૂંટણી જ રદ કરી નાખી છે.
First published: May 15, 2020, 1:12 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading