સુમો બેબી પર હવે બેરીયાટીક સર્જરી કરવામા આવી

News18 Gujarati
Updated: April 21, 2018, 7:52 PM IST
સુમો બેબી પર હવે બેરીયાટીક સર્જરી કરવામા આવી

  • Share this:
ઉનાના વાજડી ગામની સુમો બેબી પર હવે બેરીયાટીક સર્જરી કરવામા આવી છે. સુમો બેબી પર પહેલા સરકારી ખર્ચે અમદાવાદ સિવીલમાં 28 દિવસ સારવાર થઈ ચુકી છે પરંતુ ત્યારબાદ પણ કોઈ વિશેષ ફરક ન પડતા હવે તેમની પર બેરીયાટીક સર્જરી કરી સ્ટમક કેપીસીટી 70 ટકા જેટલી ઓછી કરવામા આવી છે.

ઉનાના વાજડી ગામના રહેવાસી એવા રમેશભાઈ અને તેમના પરીવારની બે સુમો બેબી અમીશા જેની ઉમર સાડા છ વર્ષ અને યોગીતા જેની ઉમર સાડા 8 વર્ષ છે. બન્ને દિકરીઓની નોર્મલ ડીલેવરી થઈ પરંતુ ડીલેવરીના 3 મહીના બાદ જ તેમના શરીરમા અસાધારણ ફેરફાર નોધાયા. તેમને જેટલુ જમવાનુ આપો તે ખાઈ જતી ઉપરથી વધુ માંગતી પણ તેમની ભુખ સંતોષાતી નહોતી. તેમનામાં જીનેટીક સમસ્યા હતી કે જેના કારણે તેમની ભુખ સંતોષાતી જ નહતી અને પરીણામે આ સુમો બેબી તેમના વાલીઓ કરતા પણ ચાર ગણુ વધારે થાઈ જાતી, સાંભળો તબીબ અને તેના વાલીને.

ઓબેસીટી સેન્ટર ચેરમેન મહેન્દ્ર નરવરીયાએ જણાવ્યું કે, લેપ્ટીન ડીસેપ્ટર જીનમાં એપસેન્ટ નોધાયું જેથી ભુખ સંતોષવાનો અહેશાશ બાળકોને ન થાય. બન્નેની બેરીયાટીક સર્જરી કરાઈ છે અને તેમની સ્ટમક ઓછી કરી નખાઈ છે. 1 દોઢ વર્ષમાં નોર્મલ થઈ જશે, ત્યારે સુમો બેબીના પિતા રમેશભાઈએ જણાવ્યું કે, મીડીયામાં આવ્યા પછી અમદાવાદ સીવીલમાં સારવાર ચાલી 28 દિવસ સરકારે મદદ કરી પણ તે હતી ડાયટ બેસ.

અસાધારણ ખોરાક ધરાવતી આ સુમો બેબીસનુ વજન પણ અસાધારણ રીતે વધી રહ્યુ હતુ અનેક હોસ્પીટલોમાં તેમની સારવાર થઈ ચુકી છે, પરંતુ પોઝીટીવ પરીણામ મેળવી શકાયુ નથી. મીડીયામાં સમયાતંરે સુમો બેબી ના પ્રસારીત થયેલા અહેવાલને લઈને તે વખતની આંનદીબેન સરકારે ઈનીસીયેટીવ લઈને તેમની સારવારની જવાબદારી લીધી અને અમદાવાદ સીવીલીમાં સુમો બેબી ની સારવાર શરુ થઈ. 28 દિવસ સુધી ચાલેલી સારવાર ને અંતે 2 થી અઢી કિલો જેટલો ફરક તેમના વજનમાં પડ્યો. ડાયટ આધારીત સારવારનુ ધાર્યુ પરીણામ ન મળી શક્યુ અને પરીવારે પછી એશીયન બેરીયાટ્રીક ઓબેસીટી સેન્ટરની મુલાકાત લીધી. અહી સુમો બેબીની દુરબીનની મદદથી બેરીયાટીક સર્જરી કરવામા આવી છે અને તેમની હંગર હોર્મોન ઓછુ કરવાનો નિર્ણય લેવાયો. સુમો બેબીની સ્ટમક ની કેપીસીટી ઓપરેશન કરી 70 ટકા ઓછી કરવામા આવી છે.

સુમો બેબીનુ હાલનુ વજન સાડા 6 વર્ષની અમીશાનુ 82 કિલોથી 72 કિલો અને યોગીતાનુ 59 કિલોથી 50 કિલો થયુ છે, અને આગામી સમયમાં 1 થી દોઢ વર્ષમાં તેઓ નોર્મલ થશે તેવુ તબીબો આશા રાખી રહ્યા છે. જો કે આનંદીબેનની સરકાર બદલાયા પછી નવી સરકાર તરફથી કોઈ ખબર અંતર પણ લેવાયા નથી. એસીયન બેરીયાટ્રીકમાં વિના ખર્ચે તેમની સારવાર ચાલી રહી છે પરંતુ સરકાર તરથી કોઈ મદદ આ પરીવારને હવે મળી નથી. હોસ્પીટલ તરફથી સરકારને ઈમેઈલ પણ કરાય ોછે પરંતુ કોઈ રિપ્લાય મલ્યો નથી.. સુમો બેબીનુ ભવીષ્ય નોર્મલ થશે તેવુ તબીબોનુ કહેવુ છે. જો કે સરકાર બદલાતા સરકારની રાહો પણ જાણે કે બદલાઈ ગઈ છે ઉનાની આ સુંમો બેબી ને હાલની સરકાર ભુલી ગઈ છે..

સ્ટોરી - સંજય જોષી
First published: April 21, 2018
વધુ વાંચો
अगली ख़बर