અ'વાદઃ અમિત શાહને 'હત્યારો' કહેવા મામલે રાહુલ ગાંધી સામે સમન્સ, 9મી હાજર રહેવા હુકમ

News18 Gujarati
Updated: May 1, 2019, 5:24 PM IST
અ'વાદઃ અમિત શાહને 'હત્યારો' કહેવા મામલે રાહુલ ગાંધી સામે સમન્સ, 9મી હાજર રહેવા હુકમ
(

  • Share this:
સંજય જોષી, અમદાવાદઃ લોકસભા ચૂંટણી દરમિયાન ભાજપ-કોંગ્રેસ સહિતના તમામ રાજકીય પક્ષોએ બેફામ નિવેદનો કર્યા હતા. જેમાં કેટલાક મામલે ફરિયાદ પણ થઇ છે, આવા જ એક કેસમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને અમદાવાદની મેટ્રો કોર્ટે સમન્સ મોકલ્યું છે.

અમદાવાદની મેટ્રો કોર્ટે રાહુલ ગાંધી સામે સમન્સ કાઢ્યું છે. લોકસભાના સ્પીકર દ્વારા સમન્સની બજવણી કરવાનો મેટ્રોકોર્ટે હુકમ કર્યો છે. રાહુલ ગાંધી લોકસભાના સભ્ય હોવાથી સ્પીકર દ્વારા સમન્સ બજવણી કરવાનો કોર્ટે હુકમ કર્યો છે.

અહીં ક્લિક કરી વાંચોઃ નારાયણ સાંઇ હવે કેદી નંબર 1750થી ઓળખાશે, કામ પણ સોંપાશે

શું છે મામલો ?

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ખૂન કેસના આરોપી કહેવા બદલ કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી સામે અમદાવાદની મેટ્રોપોલીટન કોર્ટમાં બદનક્ષીની ફરિયાદ થઈ હતી. ફરિયાદી ખાડીયા વોર્ડના ભાજપના કોર્પોરેટર કૃષ્ણવદન બ્રહ્મભટ્ટની સીઆરપીસીની કલમ 202 હેઠલ વેરિફીકેશન મેટ્રોપોલીટન મેજિસ્ટ્રેટ ડી.એસ.ડાભીએ કર્યા બાદ ફરિયાદી અને બે સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી.કોર્ટમાં કરેલી ફરિયાદમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, તાજેતરમાં કોગ્રેસના રાષ્ટ્રીય પ્રમુખ રાહલુ ગાંધીએ જબલપુરમાં એક જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ ખૂન કેસનો આરોપી છે. વાહ કયા શાન હે, રાહુલ ગાંધીએ આવુ કહીને ભાજપ પક્ષ અને ભાજપના વડા અમિત શાહની બદનામી કરી છે.

વધુમાં ફરિયાદીએ જણાવ્યું કે સીબીઆઈ કોર્ટે અમિત શાહને ૨જી જાન્યુઆરી 2015ના રોજ એન્કાઉન્ટર કેસમાં બીન તહોમત છોડી મુકયા હતા.જેથી અમિત શાહને ખૂન કેસના આરોપી કહી તેમની બદનામી કરી હોવાથી રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવી બદનક્ષીની કલમો હેઠળ કાર્યવાહી કરવી જોઈએ.સમગ્ર મામલે વધુ સુનાવણી 9મી જુલાઇએ હાથ ધરાશે. જે દરમિયાન રાહુલ ગાંધીને મેટ્રોકોર્ટમાં હાજર રહેવાનો હુકમ કરવામાં આવ્યો છે.
First published: May 1, 2019, 5:24 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading