શાળાઓનું વેકેશન નહીં લંબાવાય, 13-15મી જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ ઉજવાશે

News18 Gujarati
Updated: June 4, 2019, 1:27 PM IST
શાળાઓનું વેકેશન નહીં લંબાવાય, 13-15મી જૂન દરમિયાન શાળા પ્રવેશોત્સવ ઉજવાશે
ફાઇલ તસવીર

શિક્ષણ મંત્રીના કહેવા પ્રમાણે જો જરૂર પડશે તો બપોરની શાળાઓનો સમય સવારનો કરવામાં આવશે.

  • Share this:
હિતેન્દ્ર બારોટ, ગાંધીનગર : રાજ્યમાં પડી રહેલી કાળઝાળ ગરીને લીધે ઉનાળું વેકેશન લંબાવવાની માંગણી પર અમલ કરવાનો સરકારે ઇન્કાર કર્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આ મામલે નિવેદન આપતા કહ્યું છે કે શાળાઓમાં વેકેશન નહીં લંબાવવામાં આવે. શિક્ષણ મંત્રીના કહેવા પ્રમાણે જો જરૂર પડશે તો બપોરની શાળાઓનો સમય સવારનો કરવામાં આવશે.

13થી 15મી જૂનના રોજ શાળા પ્રવેશોત્સવની ઉજવણી

શિક્ષણ મંત્રીના કહેવા પ્રમાણે આગામી 13થી 15 જૂનના રોજ રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવશે. શિક્ષણ મંત્રીએ જણાવ્યું કે, "રાજ્ય સરકારનો શાળા પ્રવેશોત્સવનો મુખ્ય ઉદેશ્ય શાળાઓમાં વિદ્યાર્થીઓની 75% નોંધણી થતી હતી તેને 100 ટકાએ લઈ જવાનો હતો. 25% બાળકો જે બાળ મજૂરીએ જતા હતા તે તમામ બાળકોને સ્કૂલે મોકલવાનો સરકારનો ઉદેશ્ય હતો. શાળા પ્રવેશોત્સવને કારણે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવામાં સરકારને સફળતા મળી છે." સાથે જ મંત્રીએ એમ પણ જણાવ્યું હતું કે સરકારને પ્રાથમિક શિક્ષકોની બદલીને લઈને કેટલાક સૂચનો મળ્યાં છે જેના પર ચર્ચા કરીને કોઈ નિર્ણય લેવામાં આવશે.

શાળા પ્રવેશોત્સવને લઈને બેઠક

શાળા પ્રવેશોત્સવની ઉજવણીની તૈયારીને લઈને સીએમ વિજય રૂપાનીના અધ્યક્ષસ્થાને બેઠક મળી છે. જેમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કુંવરજી બાવળીયા, પ્રદીપસિંહ જાડેજા સહિતના મંત્રીઓ હાજર રહ્યા છે. બેઠક દરમિયાન પ્રવેશોત્સવની તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો. સરકાર તરફથી કરવામાં આવેલી જાહેરાત પ્રમાણે 14 જૂન સુધી ગ્રામ્ય વિસ્તાર અને 15 જૂને શહેરી વિસ્તારમાં શાળા પ્રવેશોત્સવની ઉજવણી થશે. જેમાં મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળના સભ્યો, મુખ્ય સચિવ સહિતના સચિવો અને રાજ્ય પોલીસ વડા સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ શાળાઓમાં જશે. નોંધનીય છે કે શાળાઓમાં નામાંકન વધારવા અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાના ભાગ રૂપે દર વર્ષે શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરવામાં આવે છે.

જરૂરિયાત પ્રમાણે ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરાશેછેલ્લા બે વર્ષથી રાજયની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શિક્ષકોની ભરતી નહીં થવા બાબતે શિક્ષણ પ્રધાને જણાવ્યું હતું કે શાળાઓમાં જરૂરિયા પ્રમાણે ટાટ પાસ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે.
First published: June 4, 2019
વધુ વાંચો
अगली ख़बर