અમદાવાદઃ કોરોના કેસ (coronavirus case) કંટ્રોલમાં છે.તમામ પ્રવાસન સ્થળ ખુલ્લા છે. વિધાર્થીઓ (students) પરીક્ષા પૂર્ણ (exam) થાય અને ઉનાળુ વેકેશન શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે. પરંતુ વેકેશનમાં (vacation) ફરવા જવાનો પ્લાન કરતા હોય તો બુકીંગ (booking) કરવી લેજો. ટ્રેનમાં લાંબુ વેટિંગ લિસ્ટ બની રહ્યું છે.
ઉનાળાના વેકેશનમા ફરવા જવા માટે લોકોએ પ્લાન કરી લીધો હશે. અને જો હજુ પણ ન કર્યો હોય પ્લાન કરી લેજો. કારણ કે ઉનાળાના વેકેશન દરમિયાન લોકની અવર જવર વધી જાય છે.બસ,ટ્રેન અને ફ્લાઈટમાં સીટ નથી મળતી.
જો કે ટ્રેનમાં તો ચાર મહિના પહેલાનુ રીઝવેશન શરુ થાય છે. જેના કારણે ઉતર અને ભારત જતી ટ્રેનમાં 100થી વધુનુ વેઈટિંગ લીસ્ટ છે. ત્યારે છેલ્લી ઘડીએ તો ટ્રેનમાં ટિકિટ મળવી મુશ્કેલ બની જશે.પરંતુ જો પરિવાર સાથે ફરવા જવાનુ વિચારતા હોવ તો અત્યારે જ ટિકિટ બુક કરાવી લેજો નહી. તો ટ્રેનમાં પણ હાઉસફુલના પાટિયા લાગી જશે.
ઉનાળાના વેકેશનને લઈ તમામ ટ્રેનોમાં વેઈટિંગ લીસ્ટ લાંબુ છે. ત્યારે પ્રવાસીઓને સારી સુવિધા મળી રહે તે માટે 21 જોડી એટલે કે 42 ટ્રેનોમાં વધારાના કોચ લગાવાય છે..અમદાવાદ કાનુપૂરની વિશેષ ટ્રેન દોડાવવામાં આવી છે. અને વેટિંગ લિસ્ટ પર નજર રાખવામાં આવી રહી છેરેલવે દ્વારા પ્રવાસીઓની સુવિધા માટે વિશેષ ટ્રેન દોડાવાય છે પરંતુ વિશેષ ભાડા સાથે દોડતી હોવાથી મુસાફરી કરવી મોંઘી બને છે. અમદાવાદ રેલવે ડિવિઝનના સિનિયર પી આર ઓ જીતેન્દ્રકુમાર જ્યંતે જણાવ્યું હતું કે ઉનાળુ વેકેશનને લઈ પ્રવસીઓની સંખ્યા વધી રહી છે.ત્યારે પ્રવાસીઓની સુવિધા માટે 42 ટ્રેનમાં વધારાના કોચ લગાવવામાં આવ્યા છે.વેટિંગ લિસ્ટ પર નજર રાખવામાં આવી રહી.જે રૂટ પણ વેટિંગ વધુ જોવા મળશે અથવા નો રૂમ થઈ જશે તો ટ્રેનમાં વધારાના કોચ લગાવશે.