અમદાવાદ : ફિઝિયોલોજી વિભાગમાં અભ્યાસ કરતી પૂજા ઠક્કરનો આપઘાત, પ્રાથમિક તપાસમાં આવું છે કારણ

અમદાવાદ : ફિઝિયોલોજી વિભાગમાં અભ્યાસ કરતી પૂજા ઠક્કરનો આપઘાત, પ્રાથમિક તપાસમાં આવું છે કારણ
(પ્રતિકાત્મક તસવીર - shutterstock)

ફિજિયોલોજી વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ હોસ્ટેલના રૂમમાં દવા ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે

  • Share this:
અમદાવાદ : સેટેલાઇટ, વસ્ત્રાપુર બાદ હવે શાહીબાગમાં એક યુવતીએ આત્મહત્યા કરી હોવાનો બનાવ સામે આવ્યો છે. બી જે મેડિકલ કોલેજમાં ફિજિયોલોજી વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી યુવતીએ હોસ્ટેલના રૂમમાં દવા ખાઈને આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઈ છે.

મૂળ બનાસકાંઠાની રહેવાસી અને બી જે મેડિકલ કોલેજમાં ફિજિયોલોજી વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી પૂજા ઠક્કર નામની યુવતીએ દવા પીને આત્મહત્યા કરી લીધી છે. પૂજા ઠક્કર અમદાવાદમાં યુ એન મહેતા હોસ્પિટલ સામે આવેલ ફ્લેટમાં તેની માતા સાથે રહે છે બી જે મેડિકલ કોલેજમાં ફિજિયોલોજી વિભાગમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરે છે. ગઇકાલે પૂજા સાડા નવ વાગ્યાની આસપાસ રાબેતા મુજબ તે કોલેજ જવા માટે નીકળી હતી. તેની માતા ફોન કરતા તે પોતે કોલેજ પહોંચી હોવાનુ કહ્યું હતું. જોકે 10 વાગ્યાની આસપાસ ફોન કરતા પૂજાએ ફોન ઉપાડ્યો ન હતો. જેથી તેની માતાએ પૂજાની ફ્રેન્ડને ફોન કર્યો હતો. ત્યારે તેમને જાણવા મળ્યું હતું કે પૂજા તો આજે કોલેજ પહોંચી જ ન હતી. જેથી પૂજાની માતાએ હોસ્ટેલના સિક્યુરિટીને ફોન કરીને પૂજા હોસ્ટેલના રૂમમાં છે કે નહીં તે જોવા માટે કહ્યું હતું. પરંતુ હોસ્ટેલના રૂમ અંદરથી બંધ હોવાનું કહેતા પૂજાની માતા તાત્કાલિક રૂમ પર પહોંચ્યા હતા.આ પણ વાંચો - બોટાદ : અનોખો આઇડિયા, પક્ષીઓ માટે ટમેટાના સોસની બરણીમાંથી પંખી ઘર બનાવ્યા

તેમણે રૂમનો દરવાજો ખખડાવ્યો હતો પરંતુ કોઈએ દરવાજો ખોલ્યો ન હતો. જેથી તેઓએ બારીમાંથી જોતા પૂજા પલંગ પર તૂટેલી હાલતમાં જોવા મળી હતી. જે જોઈને પૂજાની માતાએ બૂમાબૂમ કરતા આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા અને દરવાજો તોડીને તપાસ કરતા પૂજાના મોઢામાંથી સફેદ રંગનું પ્રવાહી નીકળ્યું હતું. જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરતા સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી.

પ્રાથમિક તપાસમાં એવું પણ જાણવા મળ્યું છે કે પૂજા છેલ્લા કેટલાક સમયથી ડિપ્રેશનમાં હતી અને તેના કારણે તેને આ પ્રકારનું પગલું ભર્યું હોઈ શકે છે. હાલમાં પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.
Published by:Ashish Goyal
First published:February 26, 2021, 16:28 pm

ટૉપ ન્યૂઝ