Dowry Case : નારોલ (Narol) વિસ્તારમાં રહેતી એક મહિલા એ પોલીસ (Police) ફરિયાદ દાખલ કરાવી છે કે, તેમની દીકરીના લગ્ન વર્ષ 2019માં નારોલમાં રહેતા યુવક સાથે થયા હતા, સાસરીયાના ત્રાસથી દીકરીએ આત્મહત્યા કરી
અમદાવાદ : શહેરમાં વધુ એક દહેજ (Dowry) ના દૂષણને લઈ પરિણીતાના આપઘાત (Married Woman Suicide) ની ઘટના સામે આવી છે. રૂપિયાના લાલચુ વ્યક્તિઓમાં હજી પણ દહેજનું દૂષણ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે સાસરીયા દ્વારા દહેજની માંગણીના ત્રાસથી અનેક મહિલાઓએ આત્મહત્યા (Suicide) કરી હોય તેવા બનાવો સામી આવ્યા છે. તેમ છતાં દહેજના ભૂખ્યા લાલચુઓ હજી પણ જાણે કે, સુધારવાનું નામ ના લઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે આવો વધુ એક બનાવ નારોલ વિસ્તારમાં જોવા મળ્યો છે. પતિ અને સાસરિયાના ત્રાસથી પરિણીતાએ આત્મહત્યા કરતા દુષ્પ્રેરણાનો ગુનો દાખલ થયો છે.
નારોલ (Narol) વિસ્તારમાં રહેતી એક મહિલા એ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે કે, તેમની દીકરીના લગ્ન વર્ષ 2019માં નારોલમાં રહેતા યુવક સાથે થયા હતા. એકાદ મહિના સુધી તેના સાસરિયાએ તેને સારી રીતે રાખેલ હતી, જોકે બાદમાં તેના દિયર અને સાસુ દ્વારા નાની નાની બાબતોમાં ઝઘડા કરવાનું શરૂ કર્યું હતું.
જો કે પરિણીતા આ બાબતની જાણ તેના પતિને કરે તો તેનો પતિ પણ તેની સાથે મારઝૂડ કરતો હતો. જ્યારે તેનો દિયર અને સાસુ કહેતા કે તારા મોટી બહેનને તારા પિતાએ જમીન આપી છે અને તને દહેજમાં કઈ આપ્યું નથી. જેથી તું દહેજમા રૂપિયા લઈ આવ. કહીને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા.
રોજ રોજના મેણા ટોણાથી કંટાળી પરિણીતાએ 4 મે ના દિવસે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી છે. જે અંગેની જાણ પરિણીતાના માતાને થતાં તેમણે નારોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. હાલમા પોલીસે આ મામલે બે આરોપીઓની ધરપકડ કરીને વધુ કાર્યવાહી શરૂ કરી છે.