Home /News /madhya-gujarat /

અમદાવાદ : પતિએ લિવ ઇનમાં રહેતી સ્ત્રી સાથે મળી પત્નીને આત્મહત્યા કરવા મજબૂર કરી

અમદાવાદ : પતિએ લિવ ઇનમાં રહેતી સ્ત્રી સાથે મળી પત્નીને આત્મહત્યા કરવા મજબૂર કરી

પોલીસ પકડમાં આવેલ આરોપી મહાદેવ પંચાલ અને લિવ ઇનમાં રહેતી મહિલા

Suicide in Ahmedabad - આરોપીનો એક મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાથી તેને ભગાડી ઘરે લાવી પત્નીની જેમ રાખતો હતો

અમદાવાદ : અમદાવાદ સોલા પોલીસ સ્ટેશનમાં (Ahmedabad Sola Police Station)આત્મહત્યા માટે મજબૂર કરવાનો બનાવ સામે આવ્યો છે. મહત્વનું છે કે આરોપી પતિએ લિવ ઇનમાં રહેતી સ્ત્રી સાથે મળી પત્નીને આત્મહત્યા (Suicide)કરવા મજબૂર કરી દીધી છે. પત્નીને 32 વર્ષથી બાળક ના થતું હોવાના કારણે આ ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસ પકડમાં આવેલ આરોપી મહાદેવ પંચાલ અને લિવ ઇનમાં રહેતી મહિલાએ ભેગા મળી એવી ઘટનાને અંજામ આપ્યો કે કૈલાસ બહેનને આત્મહત્યા (Suicide news)કરવા માટે મજબૂર કરી દીધા હતા.

મૃતક કૈલાશબેનના નાના ભાઈએ નોંધાવેલ ફરિયાદ પ્રમાણે બહેન કૈલાશના લગ્ન મહાદેવ પંચાલ સાથે 32 વર્ષ પહેલા થયા હતા. આશરે 3 વર્ષ પહેલાં તેમના બનેવીને આરોપી મહિલા સાથે અનૈતિક સંબંધ હોવાથી તેને ભગાડી ઘરે લાવી પત્નીની જેમ રાખતો હતો. ફરિયાદ પ્રમાણે જ્યારથી હંસાને ઘરે લાવેલા ત્યારથી તેની બહેન કૈલાશ સાથે અત્યાચાર અને માનસિક શારીરિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

આ પણ વાંચો - અમદાવાદ : ‘બોલ આઈટમ તારો ભાવ શું છે’ એમ કહી જાહેરમાં ચાર શખ્સોએ મહિલાની છેડતી કરી

પોલીસ તપાસમાં ફરિયાદીનું કહેવું છે કે તેમની બહેનને બાળક થતું ન હતું. જેના કારણે ત્રાસ આપતા હતા. મહત્વનું છે કે ઘરે અવારનવાર અલગ અલગ લોકો દ્વારા સમજવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. તેમના બનેવી મહાદેવએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું હતું. એવી પણ વાત સામે આવી છે કે આરોપી મહાદેવ લિવ ઇનમાં રહેતી હંસાને પોતાની ફેક્ટરી દતાલી ગામ ખાતે રાખતો હતો. ત્યાં પણ ફરિયાદી દ્વારા સમજાવાની કોશિશ કરવામાં આવી હતી પરતું ત્યાં પણ આરોપી મહાદેવએ પત્નીને માર માર્યો હતો. જેના કારણે 3 જાન્યુઆરી રોજ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો.

આપઘાતને છુપાવવા માટે આરોપી મહાદેવ અને લિવ ઇન રિલેશનમાં રહેતી હંસા આપઘાતને કુદરતી મોતમાં ઉભું કરવાં અનેક પ્રયાસ કર્યા હતા.

કરિયાણું લેવાની જગ્યાએ દારૂ પીવા ગયો પતિ, મળ્યું મોત

શહેર પોલીસ માટે નવું વર્ષ મુસીબત ભર્યું સાબિત થયું છે. કૃષ્ણ નગરમાં નિવૃત્ત એ.એસ.આઈના પુત્રની હત્યા (Murder)થઈ ત્યાં હવે રૂપિયાની લેવડદેવડમાં નારોલમાં (Narol)એક યુવકની હત્યા થઈ છે. હત્યા થતા જ પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. જે મૃતકનો જ મિત્ર છે. જેમાં સામે આવ્યું છે કે મૃતક અને આરોપી વચ્ચે પૈસાની લેતી દેતીનો મામલો હતો અને તે બાબતે ઝગડો થતા પથ્થરથી યુવકના માથા, મોઢા અને કાનના ભાગે ઇજાઓ કરી મોતને ઘાટ ઉતાર્યો હતો. આરોપી સતીશ રાઠોડ અગાઉ પણ ઇસનપુરમાં (Isanpur)હત્યાને અંજામ આપી ચૂક્યો હોવાની માહિતી પોલીસને મળતા પોલીસ તે બાબતની ખરાઈ કરી રહી છે.
Published by:Ashish Goyal
First published:

Tags: અમદાવાદ, ગુજરાત

આગામી સમાચાર