Home /News /madhya-gujarat /

'સમાધાન કરી લે, બાકી તારા અને તારી માના ટાંટિયા તોડી નાંખીશ', સાવકા બાપની ધમકી બાદ યુવકે ફિનાઇલ ગટગટાવ્યું

'સમાધાન કરી લે, બાકી તારા અને તારી માના ટાંટિયા તોડી નાંખીશ', સાવકા બાપની ધમકી બાદ યુવકે ફિનાઇલ ગટગટાવ્યું

પ્રતિકાત્મક તસવીર

સંબંધોમાં આવતી ખટાશ કેવું વરવું રૂપ ધારણ કરી શકે તેનું ઉદાહરણ આપતો કિસ્સો, જ્યાં એક સાવકા પિતાએ કઈ હદ વટાવી તેના આરોપો જાણીને ઘૃણા ઉપજે તેવી કહાણી

અમદાવાદ : શહેરના વાડજ (Vadaj Ahmedabad) વિસ્તાર માં આરોપી સામે કરેલ ફરિયાદ માં સમાધાન કરવા માટે ધમકી આપી ત્રાસ  ગુજારતા યુવાને ફિનાઇલ પી લેતા (Man commited suicide) પોલીસ ફરિયાદ દાખલ થઈ છે.  બનાવની વિગત એવી છે કે શહેરના જૂના વાડજમાં રહેતા એક યુવાને પોલીસ ફરિયાદ આપી છે કે તેમની માતા એ દસેક વર્ષ પહેલાં એક વ્યક્તિ સાથે કોર્ટમાં બીજા લગ્ન કર્યા હતા. જો કે તેની સાથે મનમેળ ન રહેતા તેની માતા અલગ રહેવા માટે ગયા હતા. આ વ્યક્તિએ માતા-પૂત્રને અવારનવાર ધાક ધમકીઓ આપી ત્રાસ ગુજારતા યુવકે સાવકા બાપના ત્રાસથી કંટાળી ફિનાઇલ પી આપઘાત કરી લીધો છે.

જોકે ફરિયાદીની માતા એ આરોપી વિરુદ્ધ માં શારીરિક માનસિક ત્રાસ ની ફરિયાદ કરી હતી. જે ફરિયાદ પરત ખેંચવા માટે અને સમાધાન કરવા માટે આરોપી તરફ થી વારંવાર ફરિયાદી ને દબાણ કરવામાં આવતું હતું અને ઝઘડો કરવામાં આવતો હતો. સમાજમાં અનેક બહેનોને પોતાના પ્રથમ લગ્ન તૂટી જતા અથવા તો પતિના અવસાન બાદ બીજા લગ્ન કરવાની કે પુરૂષોને બીજા લગ્ન કરવાની વ્યવસ્થા છે. ત્યારે આ પ્રકારના સંબંધો કેવા વરવા રૂપ ધારણ કરે છે તે આ કિસ્સો ઉજાગર કરે છે.

આ પણ વાંચો :  સુરત : શાકભાજી-બોબીન ભરેલા ટ્રકમાં સંતાડેલો દારૂ મુંબઈથી વરાછા સુધી પહોંચ્યો, બૂટલેગર બનેલા વેપારીનો ભાંડો ફૂટ્યો

28 મી ઓગસ્ટ ના દિવસે આરોપીએ ફરિયાદી સાથે ઝઘડો કરી ને ધમકી આપી હતી કે તેની સામે ફરિયાદીએ અને તેની માતા એ કરેલ ફરિયાદમાં સમાધાન કરી લે નહિતર માતા પુત્ર ના ટાંટિયા તોડી નાંખશે. આવી લુખ્ખી ધમકીઓથી કંટાળેલા યુવકે તેના સમાધાન માટે જીવન ટૂંકાવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, 'રામ રાખે તેને કોણ ચાખે' એ ઉક્તિ આ કિસ્સામાં સાર્થક થતા યુવક બચી ગયો હતો.

ફરિયાદી યુવાન આરોપીના વારંવાર ત્રાસ થી કંટાળી ગયો હતો. અને ફિનાઇલ પી લીધું હતું. જેમને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર કરાવ્યા બાદ ફરિયાદી એ સમગ્ર ઘટનાની જાણ પોલીસ ને કરી હતી. પોલીસે આરોપી વિરુદ્ધ માં ફરિયાદ નોંધીને આ સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :  સુરત : ગમખ્વાર અકસ્માત બાદ મૃતદેહ 15 ફૂટ ઢસડાયો, મૃતદેહના ટૂકડાં પરથી સંખ્યાબંધ વાહનો પસાર થયા
Published by:Jay Mishra
First published:

Tags: 30 august news, Ahmedabad crime, Ahmedabad crime news, Ahmedabad police, ગુજરાતી ન્યૂઝ

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन