અમદાવાદમાં યુપી અને મહારાષ્ટ્રથી ખેડૂતો શેરડીનો ધંધો કરવા આવે છે, કેવી છે કમાણી?
અમદાવાદમાં યુપી અને મહારાષ્ટ્રથી ખેડૂતો શેરડીનો ધંધો કરવા આવે છે, કેવી છે કમાણી?
શેરડીના રસનો ધંધો
Ahmedabad News: ગરમીએ આ વર્ષે અમદાવાદીઓના (Ahmedabad News) હાલ બેહાલ કર્યા છે એક સમયે ઠંડા પીણાથી (soft drinks) કોરોના થશે એવી માનસિકતા વહેતી થઈ હતી ત્યારે આ વર્ષે ઠંડા પીણા સહારે લોકો જિંદગી જીવી રહ્યા છે.
અમદાવાદઃ અમદાવાદમાં કોરોનાની લહેર (coronavirus wave) ઓછી થઈ ગઈ છે પરંતુ ગરમીએ આ વર્ષે અમદાવાદીઓના હાલ બેહાલ કર્યા છે એક સમયે ઠંડા પીણાથી કોરોના થશે એવી માનસિકતા વહેતી થઈ હતી ત્યારે આ વર્ષે ઠંડા પીણા સહારે લોકો જિંદગી જીવી રહ્યા છે. અમદાવાદમાં (Ahmedabad) આવક ઊભી કરવા મહારાષ્ટ્રથી (Maharashtra) આવેલા પાંડુરંગ.
પાંડુરંગ છેલ્લા 12 વર્ષથી અમદાવાદમાં રહે છે પરંતુ ચાલુ માર્ચ મહિનામાં તેમણે જેવો બિઝનેસ કર્યો એવો એમને છેલ્લા 12 વર્ષ થી ક્યારેય નથી કર્યો. આ વર્ષે માર્ચ મહિનાની મધ્યમાં જ ગરમીને કારણે લોકો તોબા પોકારી ગયા છે જેને કારણે સૌથી વધુ વેચાણ શેરડીનાં રસ (Sugarcane juice) અને છાશનું થયું છે. આ અંગે શેરડી વેચતા પાંડુરંગના કહેવા પ્રમાણે તેઓ નાસિક થી શેરડી લાવે છે.
અમદાવાદમાં છેલ્લા 12 વર્ષથી ધંધો દરમિયાન તેમને સૌથી વધારે ધંધો ગરમીના દિવસો થાય છે આમ તો તેઓ ખેડૂત છે પરંતુ ખેતીમાં એટલી ઉપજ નથી થતી તેને કારણે તેઓ અમદાવાદમાં આવીને કામ કરે છે અને શેરડી સરળતા થી મળી રહે છે એટલે આ ધંધો કરે છે. આ અંગે સ્થાનિકો ના કહેવા પ્રમાણે શેરડી નો રસ હાલ..ગરમી માં શક્તિવર્ધક લાગે છે કારણે શેરડી ના રસમાં થોડું ગળપણ હોય છે જેને કારણે ગરમી સાથે રાહત મળે છે.
યુ પી અને મહારાષ્ટ્ર ના લોકો કરે છે શેરડીનો ધંધો
અમદાવાદમાં યુ પી અને મહારાષ્ટ્રથી શેરડીનો રસ વેચવાનો ધંધો કરવા આવે છે. આવા જ એક અનિતા યાદવ છે, જેઓ યુ પીથી પોતાના ભાઈની મદદ માટે આવ્યા છે એક તરફ શેરડીનો રસ તેમનો ભાઈ વેચે છે જ્યારે બાજુમાં તેઓ છોલે કૂલચે વેચીને ધંધો કરે છે.
બાકીના દિવસોમાં છોલે કુલચે વેચીને પણ ધંધો કરે છે પરંતુ ભાઈ સાથે ગરમીના દિવસોમાં માત્ર શેરડીનો વ્યવસાય કરે છે. સામાન્ય દિવસ માં 100 થી 150 લોકો હોય છે પરંતુ ગરમીના દિવસો 200 થી વધારે લોકો જોવા મળતા હોય છે જેને લઇને લોકોના ધસારામાં હું મદદ કરું છું.
શેરડીના રસમાં ભાવ વધારો
સામાન્ય દિવસોમાં 10થી 15 રૂપિયામાં મળતો હોય છે ત્યારે સી જી રોડ શેરડીના મોટા ગ્લાસના 25થી 30 રૂપિયા લેવામાં આવે છે મોંઘવારીની અસર અને ગ્લાસ પણ મોટા હોવાને કારણે રસ વેચનારા લોકો એ ભાવ વધાર્યા હોવાનું જણાવ્યું હતું.
Published by:ankit patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર