પોલીસ કર્મીની વેદના! હોસ્પિટલમાંથી હવે હું ક્યાં જઉ, મારી 10 વર્ષની દીકરી અને પત્ની ક્યાં જશે?

પોલીસ કર્મીની વેદના! હોસ્પિટલમાંથી હવે હું ક્યાં જઉ, મારી 10 વર્ષની દીકરી અને પત્ની ક્યાં જશે?
હેડકોન્સ્ટેબલ વિષ્ણુરાજ ચૌહાણ

પહેલા આ પોલીસકર્મી ને સારવાર ન મળી બાદમાં હવે ટેસ્ટ કરવાની ડોકટર ના પાડી રહ્યા છે અને ઘરે ક્વોરોન્ટાઇન થવાનું કહી રહ્યા છે.

  • Share this:
અમદાવાદ: શહેર ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવતા એક હેડકોન્સ્ટેબલ ને કોરોના પોઝિટિવ આવ્યો હતો. આ હેડકોન્સ્ટેબલ ને શરૂઆતમાં એટલો ખરાબ અનુભવ થયો જે કિસ્સો ભગવાનનું ત્રીજું રૂપ ગણાતા ડોકટર માટે શરમજન કહી શકાય. પહેલા આ પોલીસકર્મી ને સારવાર ન મળી બાદમાં હવે ટેસ્ટ કરવાની ડોકટર ના પાડી રહ્યા છે અને ઘરે ક્વોરોન્ટાઇન થવાનું કહી રહ્યા છે. ત્યારે આ પોલીસકર્મી એક જ વાત પૂછે છે કે તે ઘરે જાય કેવી રીતે? પોલીસલાઈનનું ઘર નાનું છે અને 10 વર્ષની પુત્રી અને પત્ની છે એમનું પણ જોખમ તેને દેખાઈ રહ્યું છે.

અમદાવાદ ટ્રાફિકના એચ ડિવિઝન પોલીસસ્ટેશનમાં ફરજ બજાવતા હેડકોન્સ્ટેબલ વિષ્ણુરાજ ચૌહાણની ગત 12મીએ તબિયત લથડી હતી. કોરોના ના લક્ષણો દેખાતા તેઓ પોતાની સાથે પરિવારની ચિંતા કરવા લાગ્યા હતા. કારણકે પરિવાર એક રૂમના પોલીસલાઈનના મકાનમાં રહે છે. તાત્કાલિક તેઓ એસવીપી હોસ્પિટલ ગયા પણ ત્યાં બેડ ખાલી ન હોવાનું કહી માત્ર એક્સરે કાઢીને કાઈ નથી તેમ કહી ઘરે ક્વોરોન્ટાઇન થવા ડોકટરોએ જવાબ આપ્યો અથવા સિવિલ માં જવા કહી દીધું. એસવીપીમાં ટેસ્ટ પણ ન કર્યા અને તેના કારણે પોતાના ખર્ચે વિષ્ણુરાજ એ પ્રાઇવેટ લેબમાં 4500 રૂપિયાના ટેસ્ટ કરાવ્યા અને તેમાં તેઓનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો.હેડ કોન્સ્ટેબલ વિષ્ણુરાજ કહે છે કે હોસ્પિટલના લોકોએ એડમિટ ન કર્યા જેથી તેઓ ઓળખીતાની હોટલમાં રોકાયા અને બીજા દિવસે 108 માં સિવિલ ગયા હતા. ત્યાં જઈને કોઈ મદદ ન મળતા ટ્રાફિક ડીસીપી અશ્વિન ચૌહાણ મારફતે ફોન કરાવ્યો હતો. ડોકટર જગદીશ પટેલ સાથે તેઓને વાત થઈ હતી અમે બાદમાં હેડકોન્સ્ટેબલ વિષ્ણુરાજ એડમિટ થયા હતા. પણ સાંજ સુધી ડોક્ટરે પાણી પણ ન આપ્યું કે ટ્રીટમેન્ટ પણ શરૂ ન કરી હતી. આખરે તેઓએ ક્રાઇમ બ્રાન્ચના સ્પેશ્યલ સીપી અજય તોમર સાથે વાત થઈ અને સુપરિટેન્ડન્ટ ડો. કાપડિયા સાથે વાત થઈ હતી. ત્યાં હાજર ડોકટર સાથે વાત કરાવવાનું કહ્યું પણ એક પણ ડોક્ટરે વાત સુદ્ધા ન કરી. વિષ્ણુરાજ ને તકલીફો વધી અને સારવાર વગર એક કલાક બેસી રહ્યા હતા.

આખરે પોલીસ કન્ટ્રોલરૂમમાં ફોન કરીને જાણ કરતા શાહીબાગ પીઆઇની મદદથી તેઓની સારવાર ચાલુ કરાઈ હતી. સારવારના બીજા દિવસથી તેઓ સ્વસ્થ થતા ગયા અને આજે તેઓને રજા આપી ઘરે ક્વોરોન્ટાઇન થવા ડોકટર સલાહ આપે છે. હવે વિષ્ણુરાજ એક જ દુવિધામાં છે કે જો તેઓ ઘરે જશે તો 10 વર્ષની પુત્રી અને પત્નીનું શુ થશે? તેમનું વતન ખેડબ્રહ્મા ખાતે છે અને પરિવારને મુકવા જનારું કોઈ નથી. તો તેમનું સાસરું ઇડર ખાતે છે પણ ત્યાં ગામમાં બહારથી આવતા લોકોને એન્ટ્રી નથી અપાતી તો હવે તેઓ કયા જાય તેની દુવિધામાં મુકાયા છે. તેઓ પોતે કોરોના વોરિયર નથી ત્યાં સુધીના શબ્દો કહી ચુક્યા છે પણ જરૂરી મદદ નથી મેળવી શક્યા.
Published by:News18 Gujarati
First published:May 22, 2020, 15:13 pm

ટૉપ ન્યૂઝ