Home /News /madhya-gujarat /

પ્રેમ પ્રકરણ! ભર બપોરે ઓફિસમાં ઘુસી સગીરાનું ગળું કાપી નાખી કરી ક્રૂર હત્યા

પ્રેમ પ્રકરણ! ભર બપોરે ઓફિસમાં ઘુસી સગીરાનું ગળું કાપી નાખી કરી ક્રૂર હત્યા

નરેશ સોઢાએ ગળે અને પેટમાં ચાકુ મારીને સગીરાની ઘાતકી હત્યા કરી હતી.

ઇશાનીને ગળાના ભાગે આડેધડ છરીના ઘા મારી તેનું ગળું છૂટું કરી નાખ્યું. આરોપીને માથે જાણે એવું ઝૂનૂન સવાર હતું કે છરીના ટુકડા થઈ ગયા.

હર્મેશ સુખડીયા, અમદાવાદ: શહેરના આંબાવાડી વિસ્તારમાં ભર બપોરે ખૂની ખેલ ખેલાયો હતો. 17 વર્ષની સગીરાનું ગળું કાપી હત્યા કરી દેવાઈ હતી. સગીરા ઓફિસમાં એકલી હતી તે સમયે એક શખશ આવ્યો અને ધડાધડ છરીના ઘા મારી ફરાર થઈ ગયો. લોહીથી ખદ બદ થઈ ગયેલો આ યુવક હત્યા કરી ફરાર થઇ ગયો. આ હત્યારો એવો ઝનૂની હતો કે, તેણે છરીના બે ટુકડા થઈ ગયા એટલા ઘા આ સગીરાના ગળાના ભાગે માર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલા અમૂલ્ય કોમ્પ્લેક્ષમાં ત્રીજા માળે એક હત્યાનો બનાવ બન્યો. એડવોકેટ અને ફાયનાન્સની ઓફિસમાં 17 વર્ષની સગીરા ઈશાની સંદીપ ભાઈ પરમાર બપોરે એકલી હતી અને તેનું ડેટા એન્ટ્રીનું કામ કરતી હતી, તે સમયે એક શખ્સ આવ્યો અને ઈશાની પર હુમલો કર્યો હતો. ઇશાનીને ગળાના ભાગે આડેધડ છરીના ઘા મારી તેનું ગળું છૂટું કરી નાખ્યું. આરોપીને માથે જાણે એવું ઝૂનૂન સવાર હતું કે છરી ના ટુકડા થઈ ગયા. હત્યાની જાણ થતા જ એલીસબ્રિજ અને ક્રાઇમબ્રાન્ચનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો.

એમ ડિવિઝનના એસીપી વિનાયક પટેલનું કહેવું છે કે, ઈશાની પરમાર પાંચ માસથી હાઇકોર્ટના એડવોકેટ મહેમુદ સંગરિયાતની એડવોકેટ અને ફાયનાન્સની ઓફિસમાં ડેટા એન્ટ્રીનું કામ કરતી હતી. તે મૂળ નડિયાદની રહેવાસી હતી અને અપડાઉન કરતી હતી. ઘટના સ્થળ પરથી પોલીસને ફ્રેન્કીન એર હોસ્ટેસ ટ્રેઇનિંગ સેન્ટરનું આઈકાર્ડ મળી આવ્યું છે. ત્યારે કોમ્પ્લેક્સના સીસીટીવી ફુટેજમાં પણ હત્યારો કેદ થયો છે. બપોરના સમયે તે આવે છે અને હત્યા કરી ફરાર થઈ જાય છે. સીસીટીવી ફૂટેજમાં લોહીથી લથપથ થઈને ભાગતો જોવા મળે છે. આરોપી નરેશ સોઢા કે જે ખેડાના એક ગામનો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. સગીરા નડિયાદની અને આરોપી ખેડાનો એટલે પોલીસને પ્રેમ પ્રકરણમાં હત્યા કરાઈ હોવાની શંકા ઉપજે છે.

હાલ પોલીસે સગીરાની લાશનું પીએમ કરાવી આરોપીના મોબાઈલ લોકેશન અને સીસીટીવીના આધારે તેને પકડવા અલગ અલગ ટિમો બનાવી તપાસ હાથ ધરી છે.
Published by:kiran mehta
First published:

Tags: Minor girl, Such

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन