રાજનને દેવતા અને મને રાક્ષસની જેમ દર્શાવે મીડિયાઃ સ્વામી

Parthesh Nair | IBN7
Updated: August 8, 2016, 5:47 PM IST
રાજનને દેવતા અને મને રાક્ષસની જેમ દર્શાવે મીડિયાઃ સ્વામી
ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એક વાર નાણાકીય નીતિને લઇને ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજન પર પ્રહાર કર્યો છે.

ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એક વાર નાણાકીય નીતિને લઇને ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજન પર પ્રહાર કર્યો છે.

  • IBN7
  • Last Updated: August 8, 2016, 5:47 PM IST
  • Share this:
નવી દિલ્હી# ભારતીય જનતા પાર્ટીના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ ફરી એક વાર નાણાકીય નીતિને લઇને ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નર રઘુરામ રાજન પર પ્રહાર કર્યો છે. સ્વામીએ રાજન પર એવા સમયે નિશાન સાધ્યું છે, જ્યારે એક મહિના પહેલા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામીના તરફથી કરવામાં આવેલ RBIની આલોચના ને ફગાવી હતી.

સ્વામીએ મીડિયા ને પણ આડે હાથ લેતા કહ્યું કે, મીડિયા રાજનને 'કોઇ દેવતા' અને મને રાક્ષસની જેમ દર્શાવી રહ્યાં છે. બીજેપી સાંસદે કહ્યું કે, રઘુરામ રાજનના મામલામાં તમામ મીડિયા તેમને સમર્થન આપવા માટે આ દેશના બહારની તાકાતોથી પ્રેરિત હતી. તેઓએ કહ્યું કે, જો તેઓ જતા રહેશે તો સ્ટોક માર્કેટ નબળું પડી જશે. સ્ટોક માર્કેટ નબળું નથી પડી રહ્યું, પરંતુ એ ઉપરની તરફ જઇ રહ્યું છે.

સ્વામીએ એ પણ આરોપ લગાવ્યો કે, વ્યાજ દર વધારીને તે ભારતની અર્થવ્યવસ્થા ને નુકશાન પહોંચાડી રહ્યાં હતા અને લધુ અને મધ્યમ ઉદ્યોગોના માટે બેન્કોથી લોન લેવું મુશ્કેલ બનાવી રહ્યાં હતા. તેઓએ કહ્યું કે, જોકે, એવું રજૂ કરવામાં આવી રહ્યું હતુ કે, હું કોઇ રાક્ષસ છું અને તે વ્યક્તિ કોઇ દેવતા હોય, જે વિદેશથી અમને બચાવવા માટે આવ્યા છે.

બીજેપીના રાજ્યસભા સાંસદ અહીંયા વિરાટ હિન્દુસ્તાન સંગમ દ્વારા આયોજીત એક કાર્યક્રમને સંબોધન કરી રહ્યાં હતા. કટોકટી દરમિયાન સ્વામીના રાજકીય જીવનને યાદ કરવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વામી દ્વારા RBI ગવર્નર અને નાણા મંત્રાલયના અમુક અધિકારીની નિંદાને ફગાવી દેતા 27 જૂને કહ્યું હતુ કે, આ નિંદાઓ 'અયોગ્ય' છે.

સ્વામી નાણાકીય નીતિના મુદ્દા પર રાજનની આલોચના કરતા રહ્યાં છે. રાજન પહેલા જ કહી ચૂક્યા છે કે, તેઓ RBI ગવર્નરના રૂપમાં બીજો કાર્યકાળ ઇચ્છતા નથી. પોતાના સંબોધન દરમિયાન સ્વામીએ એ પણ આરોપ લગાવ્યો કે, કટોકટી દરમિયાન જ્યારે હું દેશમાં હતો, ત્યારે સંજય ગાંધીના આદેશથી મારા પર બે વખત જીવલેણ હુમલો થયો હતો. જોકે, બાદમાં જ્યારે સ્વામીને તેમના દાવાના આધાર અંગે પુછવામાં આવ્યું હતુ તો, તેઓએ જણાવ્યું કે, તે દિવસોના અખબારોમાં આ છપાયું હતુ.
First published: August 8, 2016, 5:47 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading