મોદી ટ્રમ્પનો રોડ શો માટે આધારકાર્ડની કોપી જમા કરાવો, સોસાયટીના નોટિસ બોર્ડ ઉપર સૂચના


Updated: February 17, 2020, 9:54 PM IST
મોદી ટ્રમ્પનો રોડ શો માટે આધારકાર્ડની કોપી જમા કરાવો,  સોસાયટીના નોટિસ બોર્ડ ઉપર સૂચના
નોટીસ બોર્ડની તસવીર

આ બંન્ને મહાનુભાવોના રોડ શો જે સંભવિત રૂટ પરથી પસાર થવાનો છે તે રૂટ પર આવતી સોસાયટીના રહિશોને પોલીસ દ્વારા ખાસ જાણ કરવામાં આવી છે કે જે પણ કોઇ સ્થાનિક રહેવાસી રોડ શો જોવા માંગતા હોય તેમણે પોતાના આધારકાર્ડની ઝેરોક્ષ અને મોબાઇલ નંબર આપવાનો રહેશે.

  • Share this:
અમદાવાદ : અમેરિકાના પ્રમુખ (American president) ડોનાલ્ડ ટ્રમ્પ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી (PM narendra modi) અમદાવાદમાં રોડ શો (Road Show in Ahmedabad) યોજશે. હાલમાં રોડ શોને લઇને તડામાર તૈયારીઓ પુરજોશમાં ચોલી રહી છે. ત્યારે સુરક્ષાની વાત કરવામાં આવે તો પોલીસ તંત્ર પણ સુજજ થઇ ગયું છે.

આ બંન્ને મહાનુભાવોના રોડ શો જે સંભવિત રૂટ પરથી પસાર થવાનો છે તે રૂટ પર આવતી સોસાયટીના રહિશોને પોલીસ દ્વારા ખાસ જાણ કરવામાં આવી છે કે જે પણ કોઇ સ્થાનિક રહેવાસી રોડ શો જોવા માંગતા હોય તેમણે પોતાના આધારકાર્ડની ઝેરોક્ષ અને મોબાઇલ નંબર આપવાનો રહેશે. અને જેમણે આ વિગતો જમા કરાવી હશે તેઓને પોલીસ કમિશ્નર તરફથી આઇકાર્ડ આપવામાં આવશે.

જે વ્યક્તિ પાસે આઇકાર્ડ હશે તે જ વ્યક્તિ રોડ શો જોઇ શકશે. સુભાષબ્રીજ પાસે આવેલ એક સોસાયટીમાં નોટિસ બોર્ડ પર આ નોટિસ લખવામાં આવી છે. અને અત્યાર સુધીમાં અનેક લોકોએ પોતાના આધારકાર્ડની ઝેરોક્ષ જમા કરાવી હોવાનું સોસાયટીના ચેરમેનનું કહેવું છે.

આ નોટિસ પોલીસના આદેશ બાદ તેમણે લખી હોવાનું જણાવી રહ્યાં છે. શું લખવામાં આવ્યું છે સોસાયટીના નોટીસ બોર્ડ પર.સુભાષબ્રીજ કલેક્ટર કચેરી સામે આવેલ નીલકંઠવર્ણી ઘનશ્યામનગર સોસાયટીના નોટીસબોર્ડ પર આ સુચના લખવામાં આવી છે.

જેમાં લખ્યું છે કે સોસાયટીના સર્વે ભાઇ બહેનોને જણાવવાનું કે તારીખ 24/25/26 ના ભારતના વડાપ્રધાન અને અમેરિકાના રાષ્ટ્રપતિ આપણા ત્યાંથી તેમનો રોડ શો હોવાથી તેમના સ્વાગત માટે જે કોઇ ભાઇ બહેનને રોડ શો સોસાયટીના બહારથી જોવાની ઇચ્છા હોય તે લોકો એ સોસાયટીના ઓફિસ 18-02-2020 સુધી ઓફિસ સમય દરમિયાન પોતાના આધારકાર્ડની ઝેરોક્ષ અને પેતાના મોબાઇલ નંબર જમા કરાવી જવો. ઉપરોક્ત માહિતી પોલીસ કમિશ્નરના આદેશથી લખવામાં આવી છે.

તેની સામે તમને પોલીસ કમિશ્નર તરફથી i card આપવામાં આવશે. તે જ વ્યક્તિ સોસાયટીની બહાર તેમના સ્વાગત માટે ઉભી રહી શકશે.  તારીખ 24/25/26 આ દિવસે બહારના કોઇપણ વ્યક્તિ પોતાના ટુ વ્હીલર કે ફોર વ્હીલર સોસાયટીની અંદર મુકવા નહી, નહી તો તે પોલીસને સોંપી દેવામાં આવશે. આ ઉપરાંત અંતમાં એ પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હાલમાં કોઇપણ મકાન ભાડે આપે તો તાત્કાલિક ઓફિસમા જાણ કરવી.
First published: February 17, 2020
વધુ વાંચો
अगली ख़बर