અમદાવાદ : GTUમાં બનાવાયું 'Corona કિલર' માસ્ક, 99.9% વાયરસનો ખાત્મો બોલાવાનો દાવો

અમદાવાદ : GTUમાં બનાવાયું 'Corona કિલર' માસ્ક, 99.9% વાયરસનો ખાત્મો બોલાવાનો દાવો
જાણો શું છે આ માસ્કની વિશષેતાઓ અને કેવી રીતે વોકલ ફોર લોકલને સાર્થક કરે છે આ ઇનોવેશન

સિલ્વર નેનો ટેકનોલોજી બેઇઝડ આ ફેબ્રિકથી બનેલું માસ્ક ગુજરાત ટેકનોલોજિકલ યુનિવર્સિટીના ઇનક્યૂબેશન સેન્ટરમાં બે સ્ટાર્ટઅપ દ્વારા તૈયાર કરવામાં આવ્યું છે. જાણો વિશેષતાઓ

  • Share this:
અમદાવાદ : કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને કેસ પણ સામે આવી રહ્યા છે તેવામાં કોરોનાનો ખાતમો બોલાવવા ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી ના સ્ટાર્ટઅપ એ જીરદાર ઇનોવેશન તૈયાર કર્યું છે. GTU ના બે સ્ટાર્ટઅપે તૈયાર કર્યું છે કોરોના કિલર માસ્ક. માસ્ક માટે ઉપયોગ માં લેવાયેલ આ ફેબ્રિક ને USA ની સંસ્થાએ સર્ટિફાઈડ કર્યું છે. કોટન પોલીએસ્ટર વિથ સિલ્વર નેનો ટેકનોલોજી માસ્ક 99.99 ટકા વાયરસ કીલ કરતો હોવાનો દાવો GTU ના સ્ટાર્ટઅપ દ્વારા કરાયો છે. કોરોના હજુ ક્યાંય ગયો નથી.

તહેવારો ન8 આ સિઝન માં કોરોનાના કેસ વધી શકે છે. તેવી દહેશત એઇમ્સ હોસ્પિટલના તબીબો કરી ચુક્યા છે ત્યારે કોરોના થી બચવાનો એક માત્ર ઉપાય નિયમોનું પાલન છે. એટલે કે માસ્ક અને સોશિયલ ડિસ્ટનસ. ત્યારે GTU ના સ્ટાર્ટઅપ મનીષ રાવલ અને હિમાલી સંગાણીએ કોરોનાનો ખાતમો બોલાવવા માસ્ક તૈયાર કર્યું છે.  કોઈપણ પ્રકારના વાયરસ કે જીવાણુ ને કિલ કરતું માસ્કનું ફેબ્રિક છે.  સિલ્વર નેનો ટેકનોલોજી બેઇઝડ આ ફેબ્રિક છે. આ માસ્ક પર અગર કોઈ વાયરસ ચોંટે તો તે 99.99 ટકા મરી જાય છે તેવું GTU ના ઈંક્યુબેશન સેન્ટરના મેનેજર તુષાર પંચાલ  જણાવે છે.આ પણ વાંચો : મોડાસા : સબજેલમાં ફૂટ્યો 'Corona બોમ્બ', રેપિડ ટેસ્ટમાં અડધી જેલ પોઝિટિવ, 71 કેદી ઝપટમાં

એટલું જ નહીં એ વાતને પ્રમાણિત કરી છે અમેરિકા ના ફૂડ એન્ડ ડ્રગ એસોસિએશનએ.  હાલ આ સ્ટાર્ટ એ એ માસ્ક બનાવ્યા છે. અને ભવિષ્યમાં તબીબોના ઉપયોગ માટે એપરન પણ બનાવવામાં આવશે. જેથી માત્ર કોરોના વાયરસ જ નહીં પણ કોઈપણ ઓપરેશન સમયે આ ફેબ્રિક વાયરસ ને કીલ કરશે. આ અંગે તુષાર પંચાલ વધુ માં જણાવે છે કે આ માસ્કનું ફેબ્રિક એન્ટી વાયરલ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી ફન્ગલ છે.

આ પણ વાંચો :  ડીસા : ટ્રેલરની પાછળ ટ્રેલર ઘૂસી ગયું, ડ્રાઇવર જીવતો સળગી જતા મોત, એક વ્યક્તિની હાલત ગંભીર

તેના પર કોરોના જ નહીં કોઈ પણ વાયરસ માત્ર 5 મિનિટ માં 93 ટકા જ્યારે એ કલાકમાં 99.99 ટકા કીલ કરે છે. આ માસ્ક 150 વાર વોશ કર્યા બાદ પણ ઇફેક્ટિવ રહે છે. આ માસ્ક પહેર્યા બાદ શ્વાસ લેવામાં કોઇ તકલીફ પડતી નથી. આ માટે સ્ટાર્ટઅપ ને GTU દ્વારા જગ્યા ઉપરાંત આર્થિક સહયોગ કરવામાં આવ્યો છે. મહત્વનું છે કે કોરોના ને મ્હાત આપવા GTU સ્ટાર્ટઅપ દ્વારા અલગ અલગ ઇનોવેશન તૈયાર કરાયા છે જેમાં કોરોના થી બચવા અને વાયરસને ખતમ કરવા માસ્ક નું ઇનોવેશન ખરેખર અસરકારક છે.
Published by:Jay Mishra
First published:November 03, 2020, 18:48 pm

ટૉપ ન્યૂઝ