અમદાવાદ : RTPCR ટેસ્ટ ક્યારે? ગુજરાત યુનિવર્સિટીની માઇક્રોબાયોલોજી લેબમાં લટકે છે તાળા

અમદાવાદ : RTPCR ટેસ્ટ ક્યારે? ગુજરાત યુનિવર્સિટીની માઇક્રોબાયોલોજી લેબમાં લટકે છે તાળા
અમદાવાદ : RTPCR ટેસ્ટ ક્યારે? ગુજરાત યુનિવર્સિટીની માઇક્રોબાયોલોજી લેબમાં લટકે છે તાળા

ગુજરાત યુનિવર્સિટી સહિત 26 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં RTPCR ટેસ્ટ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં ન્યૂઝ18 ગુજરાતીએ રિયાલિટી ચેક કરતા અહીંની માઈક્રો બાયોલોજી લેબમાં તાળા લટકી રહ્યા છે

  • Share this:
અમદાવાદ : એકતરફ અમદાવાદમાં કોરોનાના કેસમાં વધારો થઈ રહ્યો છે અને બીજી તરફ રેપિડ ટેસ્ટ માટે પણ લોકોને ધક્કા ખાવા છતાં કીટ ખૂટી જતા ટેસ્ટ થતા નથી. તેવામાં ગુજરાત યુનિવર્સિટી સહિત 26 જેટલી શૈક્ષણિક સંસ્થાઓમાં RTPCR ટેસ્ટ શરૂ કરવાની જાહેરાત કરાઈ હતી. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં ન્યૂઝ18 ગુજરાતીએ રિયાલિટી ચેક કરતા અહીંની માઈક્રો બાયોલોજી લેબમાં તાળા લટકી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થી સંગઠન દ્વારા અહીં RTPCR ટેસ્ટ શરૂ કરવાની માંગ કરવામાં આવી છે.

અમદાવાદમાં એકતરફ રેપિડ ટેસ્ટ કીટ ખૂટી રહી છે જ્યા બીજી તરફ આરટીપીસીઆર ટેસ્ટ માટે લોકોને મસમોટો ખર્ચ કરવો પડી રહ્યો છે ત્યારે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી માઇક્રોબાયોલોજી ડિપાર્ટમેન્ટમાં તાળા મારી દેવામા આવ્યા છે. જે યુનિવર્સિટીમાં માઇક્રોબાયોલોજી, લાઇફ સાયન્સ, ક્લિનિકલ રિસર્ચ, બાયોટેકનોલોજી જેવા કોર્સિસ ચાલતા હોય ત્યા આરટીપીસીઆરના ટેસ્ટિંગની વ્યવસ્થા હોય છે. પરંતુ હજુ સુધી રાજ્યમાં યુનિવર્સિટીમાં ટેસ્ટિંગની વ્યવ્સ્થા કરવામાં આવી નથી.આ પણ વાંચો - ટેક મહિન્દ્રાએ કોરોનાને ખતમ કરતી દવા શોધી! પેટન્ટ માટે આ કંપની સાથે મળીને કરી અરજી

કોરોનાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે ત્યારે આરટીપીસીઆર ટેસ્ટ માટે હાઇકોર્ટે યુનિવર્સિટીઓમાં ટેસ્ટની વ્યવસ્થા કરવા માટે નિર્દેશ કર્યો હતો. ત્યારબાદ રાજ્યના આરોગ્ય કમિશનર જયપ્રકાશ શિવહરેએ 26 શૈક્ષણિક સંસ્થાઓમાં RTPCR ટેસ્ટ શરૂ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ ગુજરાત યુનિવર્સિટીમાં હજુ સુધી RTPCR ટેસ્ટની કોઇ કાર્યવાહી કરાઇ નથી. એકતરફ રેપિડ ટેસ્ટ કીટ ખુટતા બપોર પહેલા જ ટેસ્ટિંગ બુથ બંધ કરી દેવામા આવી રહ્યા છે ત્યારે રાજ્યની 26 યુનિવર્સિટીઓમાં ટેસ્ટની વ્યવસ્થા કરવામા આવી નથી.

આ મામલે ગુજરાત યુનિવર્સિટીમાં પુચ્છા કરતા આ મશીનો એએમસીને આપવામા આવ્યા હોવાનો દાવો કરવામા આવ્યો છે. તો બીજી તરફ વિદ્યાર્થી સંગઠન NSUIએ આક્ષેપ કર્યો છે કે ગુજરાત ટેકનોલોજી યુનિવર્સિટી સિવાય એકપણ યુનિવર્સિટીમાં RTPCR ટેસ્ટ શરૂ કરવામાં આવ્યા નથી. ગુજરાત યુનિવર્સિટીએ AMCને ટેસ્ટિંગ મશીન આપ્યાની વાત કરાય છે પરંતુ એએમસીએ તો પ્રાઇવેટ સંસ્થાને ટેસ્ટિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. તો પ્રાઇવેટ લેબને ફાયદો કરાવવાના હેતુથી મશીન આપવામાં આવ્યા છે કે શું તેવો આક્ષેપ NSUI દ્વારા કરવામાં આવ્યો છે.
Published by:Ashish Goyal
First published:May 03, 2021, 19:15 pm

ટૉપ ન્યૂઝ