અમદાવાદ: ટેકનોલોજીના (technology) યુગમાં હવે જાણે કે લૂંટારુઓ પણ હાઇ ટેક થઈ રહ્યા હોય તેમ લાગી રહ્યું છે. શહેરના એલિસબ્રીજ વિસ્તારમાં ભરબપોરે ત્રણ લૂંટારુઓએ (robbers) છરીની અણીએ એક યુવાનને ધમકાવી તેનો મોબાઈલ ફોન (mobile phone) પડાવી લીધો અને રૂપિયા 10 હજાર ગૂગલ પે (google pay) મારફતે મેળવીને ફરાર થઈ ગયા.
અમદાવાદ શહેરના જુહાપુરા વિસ્તારમાં રહેતો અને અભ્યાસ કરતો યુવાન 22 મી ડિસેમ્બર એ વી એસ હોસ્પિટલ (VS hospital) તેનું કામ પૂર્ણ કરીને ઘર તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન પ્રિયમનગરના ઢાળ પાસે ઊભો રહીને મોબાઈલમાં આવેલ મેસેજ જોઈ રહ્યો હતો.
તે દરમિયાન આશરે 25 વર્ષનો યુવાન ની પાસે આવ્યો હતો અને મોબાઇલમાં શું કરે છે તેમ કહીને તેની સાથે વાતચીત કરવા લાગ્યો હતો. જોકે ફરિયાદીને અજાણ્યા યુવક સાથે વાતચીત કરવી ન હોવાથી તે તેનું વાહન લઇને થોડે આગળ જતો રહ્યો હતો પરંતુ આરોપી પણ તેની પાસે પહોંચ્યો હતો.
એટલું જ નહીં એક્ટીવા પર અન્ય બે ઈસમો પણ ત્યાં આવ્યા હતા. આ ત્રણેય આરોપીએ ફરિયાદીને પકડીને છરી બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપીને ફરિયાદી ના ખાતામાં કેટલા રૂપિયા 6,000 google pay મારફતે ટ્રાન્સફર કરાવી દીધા હતા.
જોકે બાદમાં આરોપીએ ફરિયાદીને તેના મિત્ર પાસેથી રૂપિયા મંગાવી આપવા માટે લોકો કહેતા ફરિયાદીએ ગભરાઈને તેના મિત્રને ફોન કર્યો હતો અને તેના મિત્ર ના મમ્મીને હોસ્પિટલ લઈ ગયા હોવાથી રૂપિયા ની જરૂરિયાત હોવાનું કહીને કૃપયા 4000 મંગાવ્યા હતા.
જે રૂપિયા પણ આરોપી ઓને ટ્રાન્સફર કરી આપ્યા હતા. આમ રૂપિયા 10 હજાર ઓનલાઇન ટ્રાન્સફર લઈ ત્રણેય આરોપી ઓ ફરાર થઈ ગયા હતા. જે બાબત ની જાણ ફરિયાદી એ પોલીસ ને કરતા પોલીસ એ આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.