અમદાવાદ : GTUની પરીક્ષા બાદ ડેટા લીક કરનાર આરોપી ઝડપાયો, તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી

અમદાવાદ : GTUની પરીક્ષા બાદ ડેટા લીક કરનાર આરોપી ઝડપાયો, તપાસમાં ચોંકાવનારી બાબત સામે આવી
ગુજરાત ટેકનૉલોજિકલ યૂનિવર્સિટીનો ડેટાલીક કરવાના આરોપમાં જૂનાગઢથી ઝડપાયેલો આરોપી મોન્ટુ

જૂનાગઢથી ઝડપાયેલા મોન્ટુએ પ્રાથમિક પૂછપરછમાં જણાવ્યું કે શા માટે તેણે આ હરકત કરી હતી અને ડેટાલીક કરવાનો તેનો ઉદ્દેશ્ય શું હતો?

  • Share this:
અમદાવાદ : જી.ટી.યુ  (GTU) નો ડેટા હેક (Data hacking of GTU) થતાં જ ખળભળાટ મચી ગયો હતો. જો કે એક સાથે વિદ્યાર્થીઓનો ડેટા હેક થતાં જ પોલીસ દોડતી થઇ (Police) ગઇ હતી. અને આરોપી ને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી. જેમાં પોલીસ ને સફળતા મળતા જૂનાગઢથી Arrested montu from jungadh) એક આરોપી ની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમે જૂનાગઢ થી મોહિત ઉર્ફે મોન્ટુ ચોથાણીની (Arrest of montu chothani) ધરપકડ કરી છે.

બનાવની વિગત એવી છે કે ગુજરાત ટેકનોલોજિકલ યૂનિવર્સિટી GTU સંલગ્ન સંસ્થાઓમાં છેલ્લા સેમેસ્ટરની પરિક્ષા નું આયોજન કરવામાં આવ્યું હતું. 29 મી જુલાઇના દિવસે આ પરિક્ષા લેવામાં આવી હતી જેમાં 1275 જેટલા વિદ્યાર્થી ઓએ પરિક્ષા આપી હતી.જો કે 30મી જુલાઇએ GTUનાં કેટલાક વિદ્યાર્થીઓનાં ફોટોગ્રાફ અને આઈ ડી પ્રૂફ નો ડેટા લીક થયો હોવાની માહિતી મળતા જ રજીસ્ટર દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં પોલીસે સાયબર ક્રાઇમ સહિતની કલમો ઉમેરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસને તપાસના અંતે ચોંકાવનારી બાબતો જાણવા મળી હતી.

આ પણ વાંચો :  ગાંધીનગર : BJPના નવા પ્રદેશ સંગઠનમાં કોને સ્થાન મળશે? C.R. પાટીલે સંકેતો આપ્યા

પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું ચોંકાવનારું કારણ

પોલીસે તપાસના અંતે આ કેસમાં આરોપી મોહિત ઉર્ફે મોન્ટુની જૂનાગઢથી ધરપકડ કરી હતી. આરોપી મોન્ટુ આર સી ટેકનિકલમાં આઇ.ટી. ના સેમેસ્ટર 6માં અભ્યાસ કરે છે. હાલમાં જે રીતે કોરોના ની મહામારી ચાલી રહી છે તેને ધ્યાનમાં લઇ સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ ગાઈડ લાઈનનો ચુસ્ત પણે અમલ થાય તે માટે તમામ પ્રકાર ની પરિક્ષા રદ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. છતાં પણ GTU દ્વારા પરિક્ષા લેવાનુ નક્કી કરવામાં આવતા આરોપી એ ડેટા હેક કરી અન્ય કેટલીક વેબ સાઈટ પર પણ આ ડેટા અપલોડ કરી દીધો હતો.
હાલ માં સાયબર ક્રાઇમ દ્વારા આરોપી ની પૂછપરછ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

આ પણ વાંચો :   રાજ્યમાં Coronaનો કહેર, સુરતના પૂર્વ મહિલા કોર્પોરેટરનું મોત, કચ્છમાં પણ નેતાને ચોંટ્યો કોરોના
Published by:Jay Mishra
First published:August 04, 2020, 15:07 pm