Home /News /madhya-gujarat /

યુવરાજસિંહનો સરકારને સીધો સવાલ: ક્યાં છે ગુજરાત મોડલ? આટઆટલા પેપરો ફૂટ્યા તો પણ પરિણામ લક્ષી કાર્યવાહી કેમ નથી થઇ?

યુવરાજસિંહનો સરકારને સીધો સવાલ: ક્યાં છે ગુજરાત મોડલ? આટઆટલા પેપરો ફૂટ્યા તો પણ પરિણામ લક્ષી કાર્યવાહી કેમ નથી થઇ?

વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા

Gujarat news: પેપર ફૂટવાની ઘટના આવનારા દિવસોમાં પણ બનવાની છે. તેની તકેદારીના ભાગરૂપે સરકારને સજાગ કરવા આવ્યા છે.

  અમદાવાદ: વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ (Yuvrajsinh Jadeja) મીડિયા સામે આવીને પોતાની વાત મુકી હતી. જેમાં તેમણે સરકાર સામે સીધા સવાલો ઉઠાવ્યા હતા. તેમણે સરકરાને સવાલ કર્યો હતો કે, સરકારે કહ્યું હતુ કે, પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવશે પરંતુ આજદીન સુધી 11 પેપર ફૂટવાની ઘટના સામે આવી છે. તેમાંથી એકપણ પેપરમાં પરિણામલક્ષી કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી આજે અમે સરકરાને સજાગ કરવા આવ્યા છે કે, પેપર ફૂટવાની ઘટના આવનારા દિવસોમાં પણ બનવાની છે. તેની તકેદારીના ભાગરૂપે સરકારને સજાગ કરવા આવ્યા છે. અત્યાર સુધીમાં ન તો સિસ્ટમ સુધરી ન તો સિસ્ટમનો સડો બહાર નીકળ્યો ન તો તેના લોકો બહાર આવ્યા.

  રાજસ્થાનમાં પેપર ફૂટવાની ઘટનામાં તાત્કાલિક પગલા લેવાયા

  યુવરાજસિંહે વધુમાં જણાવ્યુ કે, રાજસ્થાન સરકારે રિટની પરીક્ષાનું પેપર ફૂટ્યું હતું તેમાં તાત્કાલિક પગલા લીધા. તેના જે અધિકારીઓ હતા, બોર્ડના અધ્યક્ષના ઘરે રેડ પણ પાડી અને અધિકારીઓને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યા. ગુજરાતમાં પેપર ફૂટ્યાની ઘટનામાં અત્યાર સુધીમાં કયા અધિકારીઓ સામે પગલા લેવામાં આવ્યા? રાજસ્થાન સરકાર આ દાખલો બેસાડી શકે તો ગુજરાત સરકાર કેમ નહીં?

  આ પણ વાંચો - Video: કડીની શિક્ષિકાએ આપઘાતના પ્રયાસ પહેલા ભાઇ સાથે વાત કરીને કહ્યુ હતુ, 'સ્ટાફનો ત્રાસ સહન નથી થતો, છોકરાઓને સાચવજે'

  આ સાથે જે ગેરરીતિ કરીને આવેલા નોકરી કરતા ઉમેદવારોને પણ ઘર ભેગા કરી દેવામાં આવ્યા હતા. રાજસ્થાનની વિરોધ પક્ષની સરકાર એટલે બીજેપી ઘરણાં પ્રદર્શન કરીને આવા કેસમાં સીબીઆઈની માંગ કરી રહી છે, તો ગુજરાત રાજ્યની સત્તા પક્ષની બીજેપી સરકાર આ અંગે કોઇ માંગ કેમ નથી કરતી? તો સરકારને સીધો સવાલ છે કે, અન્ય રાજ્યની સરકાર યુવા હિતમાં આવા નિર્ણયો લઇ શકે તો ગુજરાત સરકાર કેમ નહીં. આપણે એકપણ એવો દાખલો નથી બેસાડ્યો જેમાં અધિકારીઓનાં ઘરમાં રેડ પાડવામાં આવી હોય.

  આ પણ વાંચો - શું છે 5 રિવર લિંક્સ પ્લાન, લાભ થશે કે ગેરલાભ: જાણો શું કહી રહ્યા છે અમદાવાદના Environment Expert

  'પરીક્ષાના દસ દિવસ પહેલા જ આપી હતી માહિતી'

  યુવરાજસિંહે જણાવ્યુ કે, '2019માં બિનસચિવાલય કલાર્કના પેપર પહેલા દસ દિવસ પહેલા અમે સરકરાને એક અરજી આપી હતી કે, આ શાળામાં પરીક્ષામાં ચોરી થશે, પરંતુ ત્યારે અમારી વાત માનવામાં ન આવી. પછી જ્યારે આ કેસમાં એસઆઈટીની રચના થઇ ત્યારે અમે આપેલી તમામ ફરિયાદો સાચી નીકળી હતી. તો અમે સરકરાને જે પ્રશ્ન પૂછીએ છીએ કે, આ સમયે જે વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં ગેરરિતીના લાભાર્થીઓ સામે પગલા લેવાયા?'

  'આવનારી પરીક્ષામાં કોઇ ગેરરીતિ ન થાય'

  ભવિષ્યની વાત કરતા વિદ્યાર્થી નેતાએ જણાવ્યુ કે, 'અમે ભૂતકાળમાં અનેક લોકોના નામ કહીને આરોપો કહ્યા છે, જેના પુરાવા અમારી પાસે છે તે અંગેની કોઇ કાર્યવાહી કરવામાં આવી નથી. અમે ઇચ્છીએ છીએ કે, હવે જે પરીક્ષા લેવાનારી છે તેમાં કોઇ ગેરરીતિ ન થાય તેની જવાબદારી સત્તા પક્ષની સાથે ગૃહરાજ્યમંત્રી, પોલીસ તંત્ર, સાયબર સેલની પણ છે. દરેક લોકોએ પોતાની ફરજ નિષ્ઠાથી નિભાવવી પડશે. નહીં તો ગેરરીતિ, ભ્રષ્ટાચાર અને કૌભાંડ નવી મોડસ ઓપરન્ડીથી થશે. વિદ્યાર્થીઓના ભાવી સાથે ચેડા ચાલી રહ્યા છે.'
  Published by:Kaushal Pancholi
  First published:

  Tags: Gujarat BJP, Paper leak, ગુજરાત, ગુજરાત સરકાર, યુવરાજસિંહ

  આગામી સમાચાર