ઘરમાં PUBG રમવી ગુનો ગણાય ? નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીએ HCમાં કરી અરજી

ઘરમાં PUBG રમવી ગુનો ગણાય ? નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીએ HCમાં કરી અરજી
હાલમાં જ પબજીના ડેવલોપર્સે એક નવી ઓફર રજૂ કરી છે. જેમાં તમે Godzilla Carapace Hoodie (જેકેટ) અને PUBG Crate Coupon કે પછી Outfit Box III જેવી લિમિટેડ એડિશનની મજા માણી શકો છો. તેને ફ્રીમાં ઉપયોગમાં લેવા માટે નીચેના સ્ટેપ તમે ફોલો કરી શકો છો.

 • Share this:
  સંજય જોષી, અમદાવાદઃ ઓન-લાઈન ગેમ પબજીને રમવા બદલ કરવામાં આવેલી ધરપકડને પડકારતી અરજી મુદે સોમવારે હાઈકોર્ટમાં ચીફ જસ્ટીસ અંનત દવે અને બીરેન વૈષ્ણવની ખંડપીઠ સમક્ષ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. નિરમા યુનિવર્સિટીના વિધાર્થી અને અરજદારે દાવો કર્યો કે જો ઘરમાં બેસીને પબજી પર પ્રતિબંધ મૂકવામાં આવે તો બંધારણની સ્વતંત્રતાનો ભંગ માની શકાય. હાઈકોર્ટે આ મામલે રાજ્ય સરકારને નોટીસ પાઠવી ખુલાસો માંગ્યો છે.

  હાઈકોર્ટે અગાઉ અરજદારને સીઆરપીસની કલમ 144નું અભ્યાસ કરવાની ટકોર કરી હતી. જોકે આ મામલે સોમવારે નોટિસ જારી કરવામાં આવી છે. રાજ્ય સરકારે પબજી ગેમને પ્રતિબંધિત કરતું નોટીફિકેશન જારી કર્યા બાદ અમદાવાદ અને રાજકોટમાં અનેક યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. રાજકોટ પોલીસ કમિશનરના જાહેરાનામાને પડકારતી અરજી મુદે હાઈકોર્ટે અરજદારને કહ્યું હતું કે બંધારણે સ્વતંત્રતા આપી છે પરતું એ અનિયંત્રિત સ્વતંત્રતા નથી. પોલીસે કરેલી ધરપકડ અયોગ્ય છે એ સપષ્ટ કરવાની જરૂર છે. જેનો અભ્યાસ કરવા કોર્ટે અરજદારને સમય આપ્યો હતો.  અહીં ક્લિક કરી વાંચોઃ બિહાર: ગધેડા ઉપર બેસીને ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યો ઉમેદવાર

  કાયદા વિધાશાખાના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિધાર્થીએ કરેલી જાહેરહતિની અરજીમાં જણાવ્યું હતું કે વ્યકિત ઘર કે અગાસીમાં બેસીને પબજી રમે અને જો તેની ધરપકડ કરવામાં આવે તો સ્વતંત્રતા પર તરાપ સમાન છે. રાજ્ય સરકારે બંધારણ વિરૂધ જઈને પબજી રમતા લોકોની ધરપકડ કરવાનો જાહેરનામું બહાર પડ્યું છે. અરજદારે બંધારણના અનુચ્છેદ 21ને ટાંકીને દલીલ કરી હતી.
  First published:April 29, 2019, 21:16 pm

  ટૉપ ન્યૂઝ