અમદાવાદ : સ્કૂલ પ્રવાસની મંજૂરીના નિયમો કડક બન્યાં, 20 દિવસ પહેલા મંજૂરી મેળવવી પડશે


Updated: January 1, 2020, 10:17 AM IST
અમદાવાદ : સ્કૂલ પ્રવાસની મંજૂરીના નિયમો કડક બન્યાં, 20 દિવસ પહેલા મંજૂરી મેળવવી પડશે
અમદાવાદ ડીઈઓ કચેરી (ફાઇલ તસવીર)

ડીઈઓ ઓફિસ તરફથી રાજ્યની અંદર પ્રવાસ માટે 20 દિવસ પહેલા અને રાજ્ય બહાર પ્રવાસ માટે 25 દિવસ પહેલા મંજૂરી મેળવી લેવાનો આદેશ કરવામાં આવ્યા છે.

  • Share this:
અમદાવાદ : અમદાવાદ સહિત રાજ્યભરની શાળાઓ દ્વારા શૈક્ષણિક પ્રવાસ માટે દર વર્ષે આયોજન કરવામાં આવે છે. પરંતુ સ્કૂલ સંચાલકોની બેદરકારી અને જિલ્લા શિક્ષણાધિકારીની પ્રવાસ માટેની મંજૂરી મેળવવાની આળસને લઈને અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી લાલઘૂમ થયા છે. શાળાઓ દ્વારા પ્રવાસ માટે મંજૂરી માંગવાની દરખાસ્તમાં અધૂરી વિગતો મોકલવામાં આવતી હોવાનું તેમજ ખૂબ જ ટૂંકા ગાળામાં દરખાસ્ત કરતા હોવાનું ધ્યાને આવતા જિલ્લા શિક્ષણાધિકારીએ દરખાસ્ત માટે પૂરી વિગત ભરવા આદેશ કર્યો છે, સાથે સાથે રાજ્યની અંદર પ્રવાસ માટે 20 દિવસ પહેલા અને રાજ્ય બહાર પ્રવાસ માટે 25 દિવસ પહેલા મંજૂરી મેળવવા આદેશ કરવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક મહિનાઓમાં શાળાના પ્રવાસમાં આકસ્માતની ઘટનાઓ સામે આવી છે. હાલમાં જ વડોદરામાં શહેરની દિવાન બલ્લુભાઈ સ્કૂલનો વિદ્યાર્થી એક રાઈડમાં અકસ્માતે મૃત્યુ પામ્યો હતો. જે બાદ ખુલાસો થયો હતો કે શાળા દ્વારા પ્રવાસ માટેની જિલ્લા શિક્ષણાધિકારી પાસેથી કોઈ મંજૂરી માંગવામાં જ આવી ન હતી. જે બાદમાં શહેરની આવી કેટલી શાળાઓ છે જે પ્રવાસ માટે મંજૂરી માંગતી નથી અથવા મંજૂરી માંગવાનું ફોર્મેટ કેવા પ્રકારનું હોય છે તે અંગેની જિલ્લા શિક્ષણાધીકારી કચેરીના અધિકારીઓ દ્વારા તપાસ કરતાં શાળાના શૈક્ષણિક પ્રવાસ માટે  જે પણ દરખાસ્ત આવે છે તેમાં પૂરતી વિગતો નહીં હોવાનું ધ્યાને આવ્યું છે.

એટલું જ નહીં જે શાળાઓ દ્વારા દરખાસ્ત કરવામાં આવે છે તેમાં પણ ડીઈઓના અધિકારીઓને તપાસ માટે પૂરતો સમય ન મળે તે પ્રકારે દરખાસ્ત આવતી હોવાનું ધ્યાને આવ્યું છે. જેને પગલે હવેથી જે શાળાઓએ રાજ્યની અંદર શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવું હોય તેવી શાળાઓએ 20 દિવસ પહેલા અને રાજ્ય બહાર પ્રવાસ માટે જતી શાળાઓએ 25 દિવસ પહેલા દરખાસ્ત મોકલી પ્રવાસ માટેની મંજૂરી મેળવવા આદેશ ડીઈઓએ કર્યો છે.

દરખાસ્તમાં પૂરતી વિગતો જે શાળાઓએ ભરવાની હોય છે તેમાં શાળાનું નામ અને પ્રવાસનું સ્થળ, શાળા મંડળનો પ્રવાસ અંગેનો ઠરાવ, શૈક્ષણિક પ્રવાસ અંગેનો કાર્યક્રમ અને રુટ, પ્રવાસમાં જનાર શિક્ષક, વિદ્યાર્થીઓની યાદી, તમામ વાલીઓના સંમતિ પત્ર, પ્રવાસમાં જનાર વાહનોના પ્રકાર, ખાનગી ટ્રાવેલ્સ હોય તો આરટીઓ માન્યતા પત્ર, ડ્રાઈવરનું લાઇસન્સ, વીમા પોલીસી, આધારકાર્ડ, સ્થાનિક પોલીસને જાણ કરી છે કે નહીં, પ્રવાસમાં સાથે આવનાર પોલીસકર્મીનું નામ હોદ્દો અને બક્કલ નંબર, પ્રવાસના વાહનમાં જીપીએસ ટ્રેકિંગ સિસ્ટમ છે કે નહીં તે તમામ વિગતો દરખાસ્તમાં મોકલવા આદેશ કરાયો છે.
First published: January 1, 2020, 8:29 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading