અમદાવાદ: શહેરના થલતેજ (thaltej) વિસ્તારમાં રહેતા વેપારીએ સોશિયલ મીડિયાની (social media) મોબાઈલ એપ્લિકેશન (mobile Application) ડાઉનલોડ કરી હતી. બાદમાં જે યુવતી સાથે સંપર્ક થયો તે યુવતી સાથે વાત કરવાની શરૂઆત કરી હતી. બાદમાં આ યુવતીનો વીડિયો- કોલ આવ્યો હતો. જોકે યુવક હજુ કોલ રિસીવ કરે ત્યાં જ વીડિયો કોલમાં (video call) નિર્વસ્ત્ર યુવતી દેખાઈ અને પછી વેપારીનો વીડિયો બનાવીને તેની પાસે નાણાંની માગ કરી બ્લેકમેલ કર્યો હતો.
હાલના સમયમાં એવી એપ્લિકેશનો આવી છે જેમાં ફ્રેન્ડશિપના નામે અનેક લોકોને ફસાવવામાં આવતા હોય છે. આવો જ એક કિસ્સો પોલીસ ચોપડે નોંધાયો છે. મોબાઈલ ચાલુ કરો ત્યારે આકર્ષક યુવતીઓ વીડિયો ચેટ કરવા માટે તૈયાર છે એમ કહીને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટે તમને લાલચ અપાય છે.
પરંતુ જો તમે આ યુવતીઓની લાલચમાં ફસાયા તો કફોડી સ્થિતિમાં ફસાઈ શકાય છે. શહેરના થલતેજ વિસ્તારમાં રહેતા વેપારી ફ્રી ટાઈમમાં સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેતા હતા. આ સમયે તેમને એક ઓનલાઈન ફ્રેન્ડશિપ એપ્લિકેશનની જાણ થઈ હતી.
આ પણ વાંચોઃ-
ફ્રેન્ડશિપ એપ્લિકેશન ડાઉનલોડ કર્યા બાદ તેઓ યુવતી સાથે વાતો કરવા લાગ્યા હતા. યુવતીએ વેપારીને પોતાની વાતો કરી અને વેપારી પણ તેમાં ફસાયા હતા. વેપારીએ પોતાનો વોટ્સએપ નંબર તે યુવતીને આપ્યો હતો. આ નંબર પર યુવતી અને વેપારી સાથે વાતોનો સિલસિલો વધતો ગયો હતો.
આ પણ વાંચોઃ-
બાદમાં આ દરમિયાન યુવતીના નંબર પરથી વેપારીને વીડિયો કોલ આવ્યો અને વેપારીએ એ ફોન ઉપાડ્યો, પણ વેપારીની મોબાઈલ સ્ક્રીન પર તેમની મિત્ર નહીં પણ એક નિર્વસ્ત્ર યુવતી હતી. યુવતીને નિર્વસ્ત્ર જોઈને વેપારી ચોંકી ઊઠ્યો અને થોડી સેકન્ડ બાદ ફોન કટ થઈ ગયો હતો.
બાદમાં બીજા દિવસથી વેપારીને અલગ અલગ નંબરથી ફોન આવવા લાગ્યા હતા અને તેમને આ વીડિયો મોકલીને બ્લેકમેઇલ કરવામાં આવ્યા હતા. પછી ધીમે ધીમે રૂપિયા માગવાની શરૂઆત કરી દેવાઈ હતી. આ સમગ્ર બાબતે વેપારીએ સાઇબર ક્રાઇમ વિભાગમાં ફરિયાદ નોંધાવી છે. જે ફરિયાદ સ્થાનિક પોલીસને ટ્રાન્સફર કરાતા હવે આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે.