અમદાવાદમાં મોરારીબાપુની રામકથા શરૂ, 9 દિવસ ચાલશે રામકથા

News18 Gujarati
Updated: February 23, 2019, 9:04 PM IST
અમદાવાદમાં મોરારીબાપુની રામકથા શરૂ, 9 દિવસ ચાલશે રામકથા
સૌ પ્રથમ વાર રામકથામાં સતત 5 કલાક ચાલતો LIVE ચરખો આકર્ષણનું કેન્દ્ર બન્યો

સૌ પ્રથમ વાર રામકથામાં સતત 5 કલાક ચાલતો LIVE ચરખો આકર્ષણનું કેન્દ્ર બન્યો

  • Share this:
અમદાવાદના GMDC ખાતે આજથી મોરારી બાપુના કંઠે માનસ નવજીવન રામકથાની શરુઆત થઈ ચૂકી છે. જે આગામી 9 દિવસ સુધી ચાલશે.

આજે મોરારી બાપુ શરુ થયેલી આ રામકથામાં અમદાવાદના પ્રથમ નાગરિક મેયર તથા અધિકારીઓ સાથે અમદાવાદના પ્રતિષ્ઠિત અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, ગુજરાતી સેલિબ્રિટી, સાધુ સંતો હાજર રહ્યા છે. રામકથામાં આજે CM વિજય રૂપાણીની હાજરી પણ સૂચક રહી હતી.

સીએમ રૂપાણીએ પોતાના વક્તવ્યમાં બાપુના વિચારોથી વિશ્વની તમામ સમસ્યાનો ઉકેલ હોવાનો મર્મ સમજાવ્યો. સાથે જ તેમણે રામરાજ્યની પરિકલ્પના ગાંધીજીની હતી તેવું જણાવ્યું હતું. આ સાથે આગામી સમયમાં ગાંધી વિચારો પર ગુજરાત સરકાર અનેક કથાનું આયોજન કરશે તે અંગે પણ જણાવ્યું હતું.

તો કાર્યક્રમમાં હાજર રહેલાં ભારતી બાપુએ ગિરનારની તળેટીમાં યોજાતા મહાશિવરાત્રિના મેળવવા પધારવા અમદાવાદીઓને ભાવભીનું આમંત્રણ પાઠવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે ગિરિશ દાણી, ઈસ્કોન ગ્રુપના પ્રવિણ કોટક સહિત અનેક અગ્રણીઓ દ્રારા મહાત્મા ગાંધીની 150મી જન્મજંયતિ નિમિત્તે વિશેષ રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગાંધી વિચારો સાથે કસ્તુરબાના વિશેષ અંજલિ આપવામાં આવી રહી છે. સાથે સૌ પ્રથમ વાર રામકથામાં સતત 5 કલાક ચાલતો LIVE ચરખો આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
First published: February 23, 2019, 9:04 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading