અરબી સમુદ્રમાં બે સિસ્ટમ સક્રિય, હજુ પણ વરસાદ માટે તૈયાર રહો

News18 Gujarati
Updated: December 4, 2019, 3:06 PM IST
અરબી સમુદ્રમાં બે સિસ્ટમ સક્રિય, હજુ પણ વરસાદ માટે તૈયાર રહો
પ્રતિકાત્મક તસવીર

સમુદ્રનું તાપમાન વધી રહ્યું છે, જેના કારણે 7 મહિનામાં 5 વાવાઝોડાં આવ્યા. હજુ પણ બે સિસ્ટમ સક્રિય

  • Share this:
અમદાવાદ : સમુદ્રમાં (Arabian sea) બે સિસ્ટમ સક્રિય છે જેના કારણે સૌરાષ્ટ્રના (Saurashtra) કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ (Rain) થઈ રહ્યો છે. હજી પણ આગામી બે દિવસ કમોસમી વરસાદની (Rain forecaste) આગાહી છે. જેને લઈ ખેડૂતોમાં ચિતાનો માહોલ છે. ગઈકાલે પણ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો અને પાકને નુકસાન થયુ છે. ત્યારે અરબી સમુદ્રમાં બનેલી સિસ્ટમ બંને ડીપ ડીપ્રેશન છે. જોકે એક ડીપ ડીપ્રેશનની અસર ગુજરાતના વાતાવરણ પર થશે અને જુનાગઢ,ગીર સોમનાથ,પોરબંદર,દ્વારકા સહિતના જિલ્લામાં કમોસમી વરસાદ થશે.જોકે ચોમાસુ પાકને તો નુકસાન થયુ છે. પરંતુ હવે આ કમોસમી વરસાદની શિયાળુ પાકને પણ નુકસાન થવાની ભીતી સેવાય રહી છે.કારણ કે વરસાદી વાતાવરણના કારણે ભેજનુ પ્રમાણ વધે છે અને જીવાત ઉત્પન થાય છે અને પાકને નુકસાન પહોચાડે છે.

મહ્ત્વપૂર્ણ છે કે અરબી સમુદ્રનુ એકાએક તાપમાન વધી રહ્યુ છે.  તાપમાન વધવાના કારણે વાવાઝોડા પણ ઉત્પન થય રહ્યા છે.જોકે ક્લાઈમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે.કારણ કે અરબી સમુદ્ર એટલો એકટીવ ન હતો. પરંતુ ચાલુ વર્ષે તો 7 મહિનામાં 5 વાવાઝોડા સક્રિય થયા છે. જેમાં ચાર વાવાઝોડાં અરબી સમુદ્રમાં બન્યા છે, એક વાવાઝોડુ બંગાળની ખાડીમાં બન્યુ છે. જોકે ગુજરાત પહોચે તે પહેલા વાવાઝોડુ નબળુ પડી ગયુ હતુ.જેના કારણે કોઈ મોટુ નુકસાન થયુ ન હતુ. પરંતુ વાવાઝોડાના કારણે કમોસમી વરસાદ થયો અને ખેતીના પાકને મોટુ નુકસાન થયુ.

આ પણ વાંચો : રાજ્ય સરકારની મોટી જાહેરાત : આજથી શહેરી વિસ્તારોમાં હેલ્મેટ પહેરવું ફરજિયાત નહીં

પરંતુ હવામાન નિષ્ણાંતોનુ પણ માનવુ છે કે કલાઈમેટ ચેન્જની અસર જોવા મળી રહી છે.અને જેના કારણે સમુદ્રનુ તાપમાન સામાન્ય કરતા 2 થી 3 ડિગ્રી ઉચુ નોંધાયુ છે.તાપમાન વધતા એક પછી એક વાવાઝોડા સક્રિય થય રહ્યા છે.પરંતુ ચાલુ વર્ષે એટલે કે જુન મહિનાથી લઈ ડીસેમ્બર સુધીમાં 5 વાવાઝોડા સક્રિય થયા છે.જેમાં વાયુ,હિક્કા,ક્યાર,મહા વાવાઝોડુ બન્યુ.તો બંગાળની ખાડીની વાત કરીએ તો થોડા દિવસો પહેલા જ બુલબુલ વાવાઝોડુ સક્રિય થયુ હતુ. તેમજ અરબી સમુદ્રમાં હજી પણ બે ડીપ ડીપ્રેશન સક્રિય છે.
First published: December 4, 2019
વધુ વાંચો
अगली ख़बर