Home /News /madhya-gujarat /

કાર અને આઇશર વચ્ચે અકસ્માત, સ્ટર્લિંગના જાણીતા ડોક્ટર સહિત બેનાં મોત

કાર અને આઇશર વચ્ચે અકસ્માત, સ્ટર્લિંગના જાણીતા ડોક્ટર સહિત બેનાં મોત

    કાળ કોને ક્યારે કોળિયો બનાવે તે કહી ન શકાય, આવું જ બન્યું છે સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર સાથે. પાલનપુરથી અમદાવાદ સ્થિત ઘરે પરત ફરતી વખતે ડોક્ટર તુષાર પટેલની કારનો આઇશર વાહન સાથે અકસ્માત નડ્યો હતો. ઘટનામાં ડોક્ટર તુષાર પટેલ તથા તેના ડ્રાઇવરનું મોત નિપજ્યું છે.

    ડો. તુષાર પટેલ પોતાની SUV કાર લઇને પાલનપુર ગયા હતા, તેમની તેમનો પુત્ર પણ હતો. જો કે પાલનપુરથી પરત ફરતી વખતે રસ્તામાં કારને રોંગ સાઈડથી આવતા આઈશરે ટ્રકે ટક્કર મારતા ગાડીમાં સવાર મૃતક ડોક્ટરના પુત્ર સહિત અન્ય 3 લોકોને ગંભીર ઈજા થઈ હતી.જ્યારે ઘટનામાં ડોક્ટર તુષાર પટેલ તથા ડ્રાઇવર બ્રિજેશ યાદવનું મોત થયું હતું.

    સ્ટર્લિંગ હોસ્પિટલના ડોક્ટર તુષાર પટેલ તેમના નવા ઘરના વાસ્તુ પ્રસંગે આમંત્રણ પત્રિકા આપવા શનિવારે ઉત્તર ગુજરાત ગયા હતા. પરંતુ પરત ફરતી વખતે છાપી હાઇવેથી અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે ધારેવાડા પાસે અચાનક એક ટ્રક રોંગ સાઈડથી આવી તબીબની કારને જોરદાર ટક્કર મારતા કારમાં સવાર ડૉકટર તુષાર પટેલ અને કાર ચાલક બ્રિજેશ યાદવનું ઘટના સ્થળે મોત હતું. જ્યારે ડૉક્ટર તુષાર પટેલના પુત્રને ગંભીર ઇજા પહોંચી હતી.

    આ અકસ્માત બાદ મૃતક તબીબના પુત્રને સિધ્ધપુર જનરલ હોસ્પિટલમાં લઈ ગયા હતા જ્યાં તબિયત નાજુક જણાતા વધુ સારવાર માટે અમદાવાદ ખસેડ્યો હતો. જ્યારે મૃતક તબીબ અને તેમના ડ્રાઈવરનું જનરલ હોસ્પિટલ સિધ્ધપુર ખાતે પીએમ કરવા આવ્યું હતું.
    Published by:Sanjay Vaghela
    First published:

    Tags: Dr Tushar Patel, Road accident, Sterling, Sterling Doctor, હોસ્પિટલ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन