આરોપીઓનું સરઘસ કાઢનારા પોલીસકર્મીઓ સામે થશે કાર્યવાહી

આરોપીઓનું સરઘસ કાઢનારા પોલીસકર્મીઓ સામે થશે કાર્યવાહી
ભાવનગર પોલીસની ફાઇલ તસવીર

 • Share this:
  સંજય જોષી, અમદાવાદઃ રિઢા આરોપીઓનું સરઘસ કાઢી જાહેરમાં માર મારવાની પોલીસ કાર્યવાહી સામે વર્ષ 2018માં હાઈકોર્ટમાં દાખલ કરાયેલી જાહેરહિતની અરજી મુદે આજે સુનાવણી હાથ ધરાઈ. જેમાં આજે સરકાર વતી કોર્ટમાં એફીડેવીટ રજુ કરવામા આવી છે.

  સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલી એફિડેવીટમાં જણાવવામાં આવ્યું છે કે પોલીસ દ્વારા આરોપીઓને ઉઠક-બેઠક, કૂકડો બનાવવા,સરઘસ કાઢવા વગેરે પ્રવૃતિ પર તાત્કાલીક ધોરણે રોક લગાવવામાં આવી છે. સરકારી વકીલ મનીશા શાહે સરકાર વતી કોર્ટમાં રજૂઆત કરી છે કે સરકારે કાયદો હામાં લેનારા પોલીસ અધિકારીઓ વિરુદ્ધ શિક્ષાત્મક પગલા પણ લેવામાં આવી રહ્યાં છે.  સરકારે કોર્ટમાં કહ્યું કે રાજ્યમાં બનેલી 10 જેટલી ઘટનાઓમાં 8 પોલીસઅધિકારીઓને શો કોઝ નોટીસ અને બે અધીકારીઓ સામે ખાતાકીય તપાસના ઓર્ડર આપવામા આવ્યા છે. ઉપરાંત સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન પ્રમાણે આવા કેસમાં યોગ્ય ગાઈડલાઈન પણ જારી કરાશે. રાજ્ય સરકાર વતી વકીલ મનીષા શાહે દલીલ કરી હતી કે સુપ્રિમ કોર્ટના ન્યાયધીશ ડી.કે બાસુના માર્ગદર્શન પ્રમાણે યોગય પગલા લેવામાં આવશે. પોલીસ અધિકારીઓ આરોપી વિરૂધ ક્યાં પ્રકારના પગલા લેવા કે ન લેવા અને તેમને શું પગલા લેવાની સતા છે તેની સ્પષ્ટતા કરતો પરિપત્ર અગામી સપ્તાહમાં રજુ કરવામાં આવશે.

  અહીં ક્લિક કરી વાંચોઃ આ સુરતીની નિશ્વાર્થ સેવા, ખોવાયેલા ડોક્યુમેન્ટ્સને પહોંચાડે છે સરનામે

  અગાઉ લોકોમાં અસામાજીક તત્વો અને માથાભારે ગુંડાઓનો ખોફ ઓછો થાય એવા હેતુ સાથે પોલીસ દ્વારા આરોપીઓને દોરડાથી બાંધીને જાહેરમાં સરઘસ ફેરવતા હાઈકોર્ટમાં આરોપીઓના બંધારણીય અધિકારીઓનું ઉલ્લઘંન થતું હોવાની જાહેરહીતની અરજી દાખલ કરવામાં આવી હતી. ત્યારબાદ હાઈકોર્ટે રાજ્યના પોલીસ વડા અને ઉચ્ચ પોલીસ અધિકારીઓને આ મામલે ખુલાસો માંગ્યો હતો અને ત્યારબાદ ડીજીપીએ સરઘસ કાઢવાની પ્રવૃતિ પર અકુંશ રાખવાનો પરિપત્ર બહાર પાડ્યો હતો.
  First published:May 07, 2019, 18:50 pm

  ટૉપ ન્યૂઝ